________________
કળશ-૧૭૩
૨૯૩
બાપુ ! ત્રણલોકના નાથ ગણધરો અને ઇન્દ્રોની વચ્ચે આમ ફરમાવતા હતા. આહા..હા...! ગણધરો અને ઇન્દ્રો ! અને વાઘ ને સિંહ ને નાગ જંગલમાંથી સમવસરણમાં ચાલ્યા આવતા. એવી ધર્મસભાના ભગવાનની આ વાણી હતી. એ વાણીની રચના અહીંયાં કુંદકુંદાચાર્યે બે હજાર વર્ષ પહેલાં કરી. પછી હજાર વર્ષ પછી ‘અમૃતચંદ્રાચાર્ય દિગંબર સંત થયા) એમણે આ ટીકા ને કળશ બનાવ્યા. આહા...હા..! આકરી વાત છે, શેઠ ! મિથ્યાત્વ ભાવ અને વ્યવહાર ભાવ એક (વસ્તુ) આ શું કહે છે ? એટલે એનો અર્થ બીજો છે, હોં !
વ્યવહાર ભાવ એ મિથ્યાત્વ ભાવ નથી. વ્યવહાર ભાવ છે એ તો જ્ઞાનનું શેય તરીકે વસ્તુ છે પણ એ વ્યવહાર છે એ મારો છે અને મને લાભ કરશે, એટલે જેટલો મિથ્યાત્વ ભાવ તેટલો વ્યવહાર કહેવામાં આવ્યો છે. આહાહા..! વ્યવહાર ભાવ એ મિથ્યાત્વ ભાવ હોય તો તો સમકિતી જ્ઞાનીને વ્યવહાર તો આવે છે. ભગવાનની ભક્તિ, વિનય, પૂજાનો ભાવ તો આવે. એ ભાવ આવે છે એ મિથ્યાત્વ ભાવ નથી. પણ એ ભાવ મારો છે એમ માને એટલો મિથ્યાત્વ ભાવ છે. કારણ કે પુણ્યતત્ત્વ ભિન્ન છે, જ્ઞાયક તત્ત્વ ભિન્ન છે. આહા..હા...! ઝીણી વાતું, બાપુ !
જૈનધર્મને સમજવો બહુ આકરું કામ ! જેનધર્મ કોઈ સંપ્રદાય નથી. એ તો વસ્તુનું સ્વરૂપ છે. આહા...હા....! “જિન સો હી આત્મા, અન્ય સો હી હૈ કર્મ, એ હી વચન સે સમજ લે જિન પ્રવચન કા મર્મ આ..હા..હા...! “જિન સો હી આત્મા” આ તો જિનસ્વરૂપી ભગવાન વીતરાગમૂર્તિ ! અકષાય સ્વભાવનો પિંડ પ્રભુ આત્મા છે. ત્રણે કાળે, હોં ! આહા...હા..! એ જિન સો હી આત્મા, અન્ય સો હી કર્મ” પુણ્ય અને પાપ આદિ ભાવ અને બધું પર એ કર્મજન્ય ઉપાધિ છે. આહાહા.! એ ભગવાન આત્માના સ્વભાવમાં એ ઉપાધિ ભાવનો અભાવ છે. એને ઠેકાણે એ ઉપાધિ ભાવ મારા છે, મને લાભ કરશે એવી માન્યતા તે મિથ્યાત્વ છે). તેથી જેટલા મિથ્યાત્વ ભાવ (થાય) તેટલા વ્યવહાર ભાવ (છે) આ અપેક્ષાએ કહેવામાં આવ્યા છે. વ્યવહાર ભાવ મિથ્યાત્વ ભાવ હોય તો વ્યવહાર તો મુનિને પણ આવે. આત્મજ્ઞાની ધ્યાની આનંદના અનુભવીઓ, અતીન્દ્રિય આનંદ જેને ઉલ્લાસી નીકળ્યો છે એનું નામ મુનિ. એને પણ પંચ મહાવ્રતના વિકલ્પ આવે, ભગવાનની ભક્તિનો રાગ આવે, પરદ્રવ્યનો વિનય કરે તો એટલો રાગ છે. એ રાગ છે ઈ મિથ્યાત્વ નથી. પણ જેટલા પ્રકારના રાગ છે એટલા પ્રકારનો મને લાભ થશે, એ બધો વ્યવહાર તે મિથ્યાત્વ છે એમ કહેવામાં આવે છે. સમજાણું કાંઈ? કેટલાકે તો પહેલાં સાંભળ્યું પણ નહિ હોય, શું છે આ ? વીતરાગ ત્રણલોકના નાથ જિનેન્દ્રદેવ ! એની દિવ્યધ્વનિનો આ સાર છે. આહા...હા...!
જેટલા મિથ્યાત્વના ભાવ તથા વ્યવહારના ભાવ એક વસ્તુ છે.” જોયું ? શું કીધું છે ? મિથ્યાત્વ ભાવ વિપરીત માન્યતાનો ભાવ અને વ્યવહાર ભાવ – બન્ને એક ચીજ છે. એટલે?