________________
કળશ-૧૭૩
૨૯૭ જ નહિ, એમ નહિ. પણ એ વ્યવહાર ત્યાજ્ય છે, કેમ ? “અન્યાશ્રય' છે માટે).
સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્રનો ભાવ (થાય છે, તેને આત્માનો આશ્રય છે અને વ્યવહારનો રાગ (થાય) અને અન્ય આશ્રય છે. આહા...હા...! કેટલી દીવા જેવી વાત છે ! ભાઈ ! આ બધું સમજવું પડશે, હોં ! બહારમાં ધૂળમાં કાંઈ નથી. હેરાન થઈને મરી જશે. આહાહા...! એ પૈસા બે-પાંચ-દસ કરોડ મળ્યા, ધૂળ ! તો થઈ ગયા અમે શેઠિયા ! ધૂળેય નથી. આહાહા...! શેઠ તો આ કહેવાય, પ્રભુ ! આનંદનો નાથ પુણ્યના રાગથી ભિન્ન છે તેને શ્રેષ્ઠ એવી આત્મા ચીજ (છે) એને અનુભવે અને માને તે શેઠ – શ્રેષ્ઠ કહેવાય, બાકી બધા ભિખારા અને રાંકા કહેવાય.
આ..હા...! ભાષા શું લીધી છે ? અન્યનો અર્થ વિપરીત લીધો. એટલે ? કે, આત્મા જે આનંદસ્વરૂપ છે તેનો આશ્રય નથી અને એનાથી વિપરીત પર અન્ય છે એનો આશ્રય છે. એટલે અન્યનો અર્થ વિપરીત કર્યો. “વિપરીતપણું તે જ છે અવલંબન જેવું.... આહા..હા..! એ પૂજા, ભક્તિ, દયા, દાન, વ્રતના પરિણામમાં તો અન્યનું અવલંબન છે. કારણ કે એમાં લક્ષ પર) ઉપર છે માટે તે વ્યવહાર ત્યાજ્ય છે અને અંતર શુદ્ધ ચૈતન્યમૂર્તિ ભગવાન આનંદસ્વરૂપ પ્રભુ ઉપાદેય છે અને એમાંથી નિર્મળ દશા પ્રગટ થાય તે પણ ઉપાદેય છે. વિશેષ કહેશે...
(શ્રોતા :- પ્રમાણ વચન ગુરુદેવ !)
માગશર સુદ ૧૫, રવિવાર તા. ૨૫-૧૨-૧૯૭૭.
કળશ૧૭૩-૧૭૫ પ્રવચન–૧૮૪
કળશટીકા ૧૭૩ કળશ. એનો છેલ્લો ભાવાર્થ છે ને ? ભાવાર્થની ચાર લીટી. આવી ગયું છે છતાં ફરીથી લઈએ છીએ. ઉતરે છે ને ? ફિલ્મમાં ઉતરે છે.
‘ભાવાર્થ આમ છે કે પૂર્વોક્ત મિથ્યાભાવ જેને છૂટી ગયો... શું કહે છે? જેને મિથ્યાત્વ - શ્રદ્ધા જે છે કે, રાગથી ધર્મ થાય છે, નિમિત્તની ક્રિયાથી મારામાં લાભ થાય છે, એવો મિથ્યાત્વભાવ સંસારનું મૂળ – જડ છે, એ મિથ્યાત્વભાવ જેને છૂટી ગયો. સૂક્ષ્મ વાત છે. ‘તેને સમસ્ત વ્યવહાર છૂટી ગયો,” જેને મિથ્યાત્વભાવનો નાશ થયો તેને વ્યવહાર દયા, દાન, વ્રત, ભક્તિ આદિના ભાવો દ્રષ્ટિમાંથી છૂટી ગયા, તેનો આદર રહ્યો નહિ. આહા...હા...! સમજાણું કાંઈ ?
આ ૧૭૩ કળશનો ભાવાર્થ (ચાલે છે. આત્મા ! અતીન્દ્રિય આનંદસ્વરૂપ ભગવાન આત્મા ! આ દેહમાં બિરાજતો પ્રભુ ! અતીન્દ્રિય આનંદ અને જ્ઞાનની મૂર્તિ પ્રભુ ! તેનો જેને અનુભવ