________________
૨૯૮
કલશામૃત ભાગ-૫
થયો. હું તો આનંદ અને જ્ઞાનસ્વરૂપ છું, મારી ચીજમાં કોઈ પુણ્ય-પાપના ભાવ છે નહિ અને એ પુણ્ય-પાપના ભાવ પણ મારા નહિ. મારામાં છે નહિ, મારા છે નહિ અને વ્યવહા૨ દયા, દાન, વ્રતનો વિકલ્પ છે તેમાં હું નથી. આહા..હા...! એમ જ્યારે દૃષ્ટિ સમ્યક્ થઈ છે... સ્પષ્ટ વાત અને અલૌકિક વાત છે !
ભગવાન ! આહા...હા...! પૂર્ણાનંદનો નાથ પ્રભુ, જે સમ્યગ્દર્શનનો વિષય છે, ભૂતા... ભૂતાર્થ – સત્યાર્થ ! ત્રિકાળ આત્મા સચ્ચિદાનંદ પ્રભુ ! એ સમ્યગ્દર્શનનો વિષય – ધ્યેય છે. એ સમ્યગ્દર્શન જેને પ્રગટ થયું તેને મિથ્યાત્વનો નાશ થયો. મિથ્યાત્વનો નાશ થયો તેને સઘળો વ્યવહાર આદરણીય (રહ્યો નહિ એટલે) છૂટી ગયો, હેય થઈ ગયો. આહા..હા...! કહો, ભાઈ ! આવી વાતું છે.
મુમુક્ષુ :- કંઈ સમજાતું નથી.
ઉત્તર ઃ- નથી સમજાતું ? ફરીને કહીએ છીએ ને !
અહીંયાં કહે છે કે, જેને આત્મા જે અંદર છે એ શરીરથી રહિત છે. આ તો માટી – ધૂળ છે, તેનાથી ભિન્ન છે, કર્મથી પણ ભિન્ન છે અને પુણ્ય-પાપના વિકાર ભાવ થાય છે એ તો આસ્રવતત્ત્વ છે, તેનાથી તો ભિન્ન છે. આહા..હા...! શરીર, કર્મ અજીવતત્ત્વ છે, તો અજીવતત્ત્વથી ભગવાન જીવતત્ત્વ ભિન્ન છે. એક વાત (થઈ).
હવે, અંદરમાં જે કોઈ પુણ્ય અને પાપના ભાવ થાય છે એ પુણ્યતત્ત્વ અને પાપતત્ત્વ બન્ને આસ્રવતત્ત્વ છે. તો આત્માની દૃષ્ટિ થઈ તો આસવની દૃષ્ટિ છૂટી ગઈ. આહા..હા...! સમજાણું કાંઈ ? વાત બહુ ઝીણી, બાપુ !
નવ તત્ત્વ છે ને ? તો અજીવ, આસવ, પુણ્ય-પાપ અને આત્મા એ ભિન્ન ભિન્ન તત્ત્વ છે. આહા..હા...! તો જેને અંદર આત્મા, જેવી અતીન્દ્રિય આનંદ, સચ્ચિદાનંદ પ્રભુ ચીજ છે, તેનો સ્વભાવ આનંદ અતીન્દ્રિય અનાકુળ શાંતરસથી ભરેલો છે, પ્રભુ ! તેનો અંતરમાં, જે અનંતકાળમાં સ્વીકાર નહોતો, તે અનંત આનંદસ્વરૂપ હું છું એવો સ્વીકાર અને સત્કાર થયો તેનું નામ સમ્યગ્દર્શન છે. ધર્મની પહેલી સીડી આ છે. આહા..હા...! એ જેને થયું તેને મિથ્યાત્વભાવ છૂટી ગયો. મિથ્યાત્વભાવ છૂટી ગયો તેને વ્યવહારભાવ છૂટી ગયો. આહા..હા...! સમજાણું કાંઈ ? ઝીણી વાત, ભાઈ ! વર્તમાનમાં તો મોટી ઝંઝટ ચાલે છે. વ્યવહારથી નિશ્ચય થાય છે.
અહીં તો કહે છે કે, એ વ્યવહા૨ (જ્યા૨થી) સમ્યગ્દર્શન થયું ત્યારથી જ્ઞાનના શેય તરીકે રહ્યો પણ શ્રદ્ધામાંથી છૂટી ગયો. સમજાણું કાંઈ ? આહા..હા...! ચાહે તો એ દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજા, પ્રભુનું સ્મરણ (હો) એ બધો રાગ છે, તો જેને મિથ્યાત્વભાવ છૂટી ગયો તેને સમસ્ત વ્યવહા૨ છૂટી ગયો...' આ મહાસિદ્ધાંત છે ! આહા..હા...! નિશ્ચયનો આદર થયો અને વ્યવહા૨ હેય થયો. સમજાણું કાંઈ ? આહા..હા..! આ તો પોતાનું કાર્ય