________________
કળશ-૧૭૩
૨૯૫
ફરમાવે છે. એ આ અપેક્ષાએ, હોં ! વ્યવહાર પોતાનો માને એ અપેક્ષાએ. વ્યવહાર આવે એને મિથ્યાત્વ ભાવ છે એમ નહિ. આહા...હા...! પણ વ્યવહારને ઉપાદેય તરીકે (માને), રાગ છે એ મારી ચીજ છે એમ માને), એ રાગ વ્યવહાર આત્માની ચીજ છે એ મિથ્યાત્વ ભાવ છે. આહા..હા..! આત્માની હોય તો આત્મામાંથી નીકળી ન જાય. નીકળી જાય એ (ચી) આત્માની નહિ. સિદ્ધ ભગવાનને રાગ રહેતો નથી, નીકળી જાય છે. માટે રાગ આત્માની ચીજ નથી. આહા..હા..!
અસંખ્યાત લોકપ્રમાણ જે મિથ્યાત્વ ભાવ તે હી વ્યવહાર ભાવ કેવળી ઉકત હૈ, જિનકો મિથ્યાત્વ ગયો...” આહા...હા...! “બનારસીદાસે’ આમાંથી બનાવ્યું છે. જિનકો મિથ્યાત્વ ગયો, સમ્યગ્દર્શન ભયો તે નિયત લીન વ્યવહાર સો મુકતુ હૈ.” આ વાત છે. આત્મા જ્ઞાનાનંદ સ્વરૂપમાં તેની લીનતા છે. વ્યવહાર છે પણ તેમાં તે હેયબુદ્ધિએ તેનાથી મુક્ત છે. આહા..હા..! આવી વાતું છે. અત્યારે બનારસીદાસની મશ્કરી કરે છે. બનારસીદાસ” અને “ટોડરમલ” અધ્યાત્મની ભાંગ પીને નાચ્યા હતા ! અરેરે! એમ ન કહેવાય, પ્રભુ ! “ટોડરમલ જેવા “મોક્ષમાર્ગ પ્રકાશકના કરનારા, બનારસીદાસ’ આ..હા..! એવું પોતાને ન બેસે એટલે એને ઉડાવ્યા. અધ્યાત્મની ભાંગ પીને નાચ્યા, એમ કહ્યું. અર.ર..ર..! અરે...! ભાંગ હોય, બાપા ! તને ખબર નથી, ભાઈ !
નિયત લીન.... ઈ ભાષા આવી એટલે એને વાંધા ઉઠ્યા. ‘વ્યવહાર સો મુક્ત હૈ વ્યવહાર આવે છે પણ અંદરમાં મુક્ત છે, એનો આશ્રય, આદર નથી. આહા..! “નિર્વિકલ્પ નિરુપાધિ આતમસમાધિ સાધી’ સમ્યગ્દષ્ટિ તો રાગને સાધતા નથી. પોતાનું નિજ સ્વરૂપ શુદ્ધ ચિહ્વન આનંદકંદ પ્રભુ ! તેનું જ અંદરમાં સાધન કરે છે. આહા..હા..! સમજાણું કાંઈ ? “નિર્વિકલ્પ નિરપાધિ ઉપાધિ વિના. રાગ વ્યવહાર છે એની ઉપાધિ વિનાનો ભગવાન આત્મા અંદર છે. એને “આતમ સમાધી સાધી, સુગમ મોખપંથનો ટૂકત હૈ આહા..હા..! ગૃહસ્થાશ્રમમાં બનારસીદાસ” જેવા ભગવાનની વાણી છે તેમ ફરમાવે છે, કહે છે. આહાહા...! તિર્યંચને સમ્યક્દૃષ્ટિ હોય અને સિદ્ધને (સમ્યગ્દર્શન) હોય (એમાં) સમ્યગ્દર્શનમાં શું ફેર છે ? પશુને સમ્યગ્દર્શન છે. અઢી દ્વિપ બહાર અસંખ્ય તિર્યંચ પશુ છે. અસંખ્ય સમકિતી છે ! ત્યાં આત્મજ્ઞાની અનુભવી પાંચમા ગુણસ્થાનવાળા છે ! અઢી દ્વિપ બહાર તિર્યંચ (છે). આહા...હા...! “ટોડરમલજી' કહે કે, તિર્યંચનું સમકિત અને સિદ્ધના સમકિતમાં શું ફેર છે ? અંદર સ્થિરતા, સ્વરૂપની રમણતામાં ફેર છે. સમજાણું કાંઈ ? સમકિતીની વાણી અને વીતરાગની વાણીમાં કાંઈ ફેર નથી), સતુની શ્રદ્ધામાં ફેર નથી.
સુગુન મોક્ષપંથ કો ઠુકત હૈ, તે હી જીવ પરમ દસા મેં સ્થિરરૂપ હોય છે. આહા.હા....! છે ? તે જીવ – સમ્યગ્દષ્ટિ રાગને હેય માનીને અંદર સ્વરૂપમાં ઠરવા માગે છે. આ..હા..! જેટલો આનંદ સ્વરૂપમાં ઠરું એટલું મારું ચારિત્ર છે. આહાહા....! ચરવું, રમવું, જમવું.