________________
૨૯૪
કલશામૃત ભાગ-૫
કે, જેટલા વ્યવહાર છે એટલા મારા માન્યા એ મિથ્યાત્વ ભાવ (છે) અને એટલા વ્યવહાર ભાવ છે). માનવાની અપેક્ષાની વાત છે, હોં! આહા..હા...! વ્યવહાર ભાવ આવે ઈ મિથ્યાત્વ છે એમ નથી. વ્યવહાર તો સંતોને ભગવાનની ભક્તિ, વિનય, નમસ્કાર, નામસ્મરણ, ણમો અરિહંતાણંનું સ્મરણ એવો ભાવ તો આવે, પણ એ તો રાગ છે. પણ રાગને પોતાનો માને તો જેટલા વ્યવહાર (ભાવ છે) તેટલા મિથ્યાત્વ (ભાવ) છે એમ કહેવામાં આવ્યું છે. આ.હા..! વ્યવહાર છે એ મિથ્યાત્વ ભાવ છે એમ નહિ.
મુમુક્ષુ :- આ ભારે ખુલાસો છે.
ઉત્તર :- હા, આવું છે, બાપુ ! શું થાય ? આ તો ભગવાનની પેઢી છે, ભાઈ ! ત્રિલોકનાથ પરમાત્માની... આહા...હા..! એની પેઢીની ખુલાસો કરવો આકરો (છે), બાપા ! આહા..હા...!
અહીં એ કહ્યું, કોઈ એમ લઈ લ્ય કે, મિથ્યાત્વ ભાવ અને વ્યવહાર (ભાવ) એક વસ્તુ છે. તો પછી જેને વ્યવહાર હોય તે મિથ્યાદૃષ્ટિ છે એમ નથી. સમજાણું કાંઈ ? આહા..હા...! વ્યવહાર તો જ્યાં સુધી વીતરાગ ન થાય, આત્મા પરમેશ્વરપદને પામે નહિ, ત્યાં સુધી સાધકજીવને વચ્ચે વ્યવહાર આવે, પણ એ વ્યવહારને હેય માને અને એ વ્યવહારને ઉપાદેય માને તો જેટલા મિથ્યાત્વ ભાવ તેટલા વ્યવહાર ભાવ એમ કહેવામાં આવ્યા છે. આહા..હા..! સમજાણું કાંઈ ? ભાઈ ! બરાબર સંભળાય છે ને ? સંભળાય છે ? એમ મેં કીધું. સમજાય છે, (એ) હજી વાર છે. આવી વાતું, બાપા ! શું કરીએ ? આહા..હા..!
અરે. ભગવાન ! તારી ચીજ કોઈ અંદર જુદી છે. આહા..હા..! એ જુદી ચીજને જુદી ચીજની સાથે મેળવે તો મિથ્યાત્વ છે એમ કહેવું છે. જુદી ચીજ હો, ગણધરને પણ ભગવાનના વિનયનો ભાવ આવે. અરે! શાસ્ત્ર રચ્ય એ પણ વિકલ્પ છે, રાગ છે. ભાવ આવે. આહા..હા..! પણ એ આદરણીય છે, એ હિતકર છે, એ ઉપાદેય છે એમ માનવું એનું નામ મિથ્યાત્વ ભાવ છે. આહા...હા...! સમજાણું કાંઈ ? આહા..હા..!
એથી એમ કહ્યું કે, “મિથ્યાત્વના ભાવ તથા વ્યવહારના ભાવ એક વસ્તુ છે. બન્ને એક વસ્તુ છે, કહે છે. આહા...હા...! “રાજમલ ટીકા કરે છે ! અને એના ‘સમયસાર નાટક'માં પદ બનાવ્યા. “બનારસીદાસ” ! આહા..હા..! છે ને ઈ ? એ નીકળ્યું ! પાનું એ નીકળ્યું ! અસંખ્યાત લોકપ્રમાણ જો મિથ્યાત્વ ભાવ.” આમાંથી કાઢ્યું છે. “અસંખ્યાત લોકપ્રમાણ..” શું કહ્યું છે ? કે, આત્મામાં શુભ ભાવ અસંખ્ય પ્રકારના છે. શુભ ભાવના અસંખ્ય પ્રકાર છે. દયાના, દાનના, ભક્તિના, પૂજાના, વ્રતના, અનુકંપાના એવા શુભ ભાવના અસંખ્ય પ્રકાર
“અસંખ્યાત લોકપ્રમાણ જે મિથ્યાત્વ ભાવ તે વ્યવહાર ભાવ કેવળી ઉકત્ હૈ.” આહા...હા...! જેટલા મિથ્યાત્વ ભાવ છે તેટલા વ્યવહાર (ભાવ છે) એમ કેવળી ભગવાન