________________
કળશ-૧૭૩
૨૯૧
વ્યવહાર કોને કહીએ ? તને ખબર નથી.
જેને આત્મદર્શન થયું હોય, આત્મજ્ઞાન થયું હોય અને સમ્યગ્દર્શનમાં આત્માના અતીન્દ્રિય આનંદનો થોડો સ્વાદ આવ્યો હોય તેને સમ્યગ્દષ્ટિ કહીએ. એ સમ્યગ્દષ્ટિને વ્યવહાર આવે છે. અંદર સ્થિર રહી શકે નહિ ત્યારે વ્યવહાર – વ્રત, તપ, ભક્તિ, પૂજાના ભાવ આવે છે. આવે છે છતાં તે હેય છે, આસ્રવ છે, બંધનું કારણ છે એમ સમકિતી માને છે. આહા...હા...! જેટલો મિથ્યાત્વભાવ છે. છે ?
“કારણ કે મિથ્યાત્વના ભાવ તથા વ્યવહારના ભાવ એક વસ્તુ છે.” આ...હાહા...! ગજબ વાત કરી છે ! વ્યવહાર ભાવ આવે છે તો મિથ્યાત્વ છે એમ નથી. પણ વ્યવહાર ભાવ મારો છે, એવી માન્યતા તે મિથ્યાત્વભાવ છે. તો જેટલો વ્યવહાર છે એટલો મિથ્યાત્વભાવ છે, એમ કહે છે. આ માન્યતાની અપેક્ષાથી (વાત છે). આહા...હા...!
આત્મામાં જેટલો પરના આશ્રયે (ભાવ થાય), ભગવાનની ભક્તિનો ભાવ આવ્યો એ પણ પરના આશ્રયે થયો છે, રાગ છે અને રાગ પોતાનો માન્યો છે તે મિથ્યાત્વ ભાવ છે. અરેરે..! આહા..હા..! કારણ કે ઈ રાગતત્ત્વ પુણ્યતત્ત્વ છે. ભગવાન શાયકતત્ત્વ ચૈતન્યમૂર્તિ ભગવાન ચૈતન્યસ્વરૂપી પ્રભુ ભિન્ન છે. એ ચૈતન્યતત્ત્વમાં વ્યવહારનો જે દયા, દાન, વ્રત આદિનો રાગ (ઊઠે) એ મારો છે અને મને એનાથી લાભ થશે, તો જેટલું મિથ્યાત્વ છે એટલો વ્યવહાર કહેવામાં આવ્યો છે. આહા...હા...! સમજાણું કાંઈ ? બનારસીદાસે એમાં લખ્યું છે). જેટલો મિથ્યાત્વ ભાવ તેટલો વ્યવહાર ભાવ. કેવળી ઉક્ત હૈ (અર્થાતુ) સર્વજ્ઞ ભગવાન એમ કહે છે. આહાહા...! આમાંથી એ કાઢ્યું છે. આખું “સમયસાર નાટક' આ કળશ (ટીકામાંથી) બનાવ્યું છે. આ..હા..હા..! અરે.રે....!
- જિનેન્દ્ર વીતરાગ પરમાત્મા ત્રિલોકનાથ તીર્થંકરદેવ ! એમની દિવ્યધ્વનિ, એમની વાણી આવી ન હોય. ભગવાનની વાણી આપણે બોલીએ એવી ભાષા એમને હોય નહિ. એ તો વીતરાગ છે. ૐ ધ્વનિ ઊઠે, આહા..હા..! એકાક્ષરી ! “મુખ ૐકાર ધુનિ સુનિ અર્થ ગણધર વિચારે ત્રિલોકનાથ તીર્થંકરદેવના મુખમાં, મહાવિદેહમાં પ્રભુ બિરાજે છે. “મુખ ૐકાર ધુનિ સુનિ’ ૐ અવાજ અંદરથી આવે. આવી ભાષા એને ન હોય. કેમકે વીતરાગ થઈ ગયા છે. જે રાગી પ્રાણી છે એને ભેદવાળી ભાષા છે. વીતરાગી હોય એની ભાષા એકાક્ષરી ૐ ધ્વનિ આવે. આહા..હા..! વીતરાગ સિવાય એ વાત ક્યાંય છે નહિ. આહા...હા...!
એ પરમાત્માના મુખમાંથી (વાણી આવે છે એમ કહેવાય, બાકી તો) આખા શરીરમાંથી ભાષા આવે છે. પણ લોકો દેખે છે કે, આ ભાષા છે એમ ધારીને મુખ કહ્યું છે. શાસ્ત્રમાં એમ શબ્દ વાપર્યો છે. ‘મુખ ૐકાર ધુનિ સુની, અર્થ ગણધર વિચારે એકલા મુખમાંથી ભાષા નથી આવતી. ભગવાનને તો હોઠ બંધ હોય. તાળવું હલે નહિ અને આખા શરીરમાંથી ૐ એવી ધ્વનિ ઊઠે. આ.હા...હા...! ભાઈ ! આ તો બીજી વાતું છે. આહા...હા...!