________________
૨૯૦
કલામૃત ભાગ-૫
તો નવ તત્ત્વમાં પુણ્ય-પાપ તત્ત્વથી ભગવાન ભિન્ન તત્ત્વ છે. આ..હા..હા...! વાંચો છો કે નહિ ત્યાં કોઈ દિ' ? વાંચો છો ? કો'ક દિ' કે દ૨૨ોજ ? (શ્રોતા : કો'ક દિ'). કો'ક દિ' હોય ? દ૨૨ોજ હીરાનું પાપ કરવું અને આ કો'ક દિ' ? ભાઈ ! આ ભાઈ કહે છે, હું કો'ક દિ' વાંચું છું. એનો અર્થ શું ? આખો દિ' હીરાના (ધંધાના) પાપ કરવાના (અને) કો'ક દિ' આ (કરવાનું) ? આહા..હા...!
પ્રશ્ન :- કેટલા કલાક વાંચવું જોઈએ ? સમાધાન :- અરે...! પણ...
મુમુક્ષુ :- વાંચીએ ત્યારે બે-ત્રણ કલાક વાંચીએ.
ઉત્તર :- વાંચીએ ત્યારે બે-ત્રણ કલાક વાંચીએ, ન વાંચીએ ત્યારે કાંઈ નહિ ! વાત તો છે એમ કહે છે. અરે...! ભાઈ ! આ તો હંમેશાં (હોવું જોઈએ). ખોરાક વિના કોઈ દિ’ ચાલે છે ? એમ આ તો ખોરાક છે. ભગવાનની વીતરાગની વાણી, દિગંબર સંતોની વાણી એ તો વીતરાગની વાણી છે. એવી વસ્તુ બીજે ક્યાંય છે જ નહિ. કોઈ પંથ, મતમાં ક્યાંય છે નહિ. એવી વાણીને માટે તો દરરોજ પ્રભુ ! બે-ચાર કલાક તો કાઢવા જોઈએ. વાંચન વિના આ વાત ન બેસે. એકદમ અજાણ્યા માણસને તો (એમ લાગે કે) આ તે શું કહે છે ? આહા..હા....!
મુમુક્ષુ :- આમાં કાંઈ સમજાતું નથી.
ઉત્તર :– એ કહે છે, એમાંથી આ સમજાય છે.
આત્મા સિવાય જેટલા ૫૨૫દાર્થ છે), હું સ્ત્રીને, કુટુંબને, પુત્રને પાળી શકું છું એ વાત તદ્દન મિથ્યાત્વભાવ છે. સમજાણું કાંઈ ?
મુમુક્ષુ :– અમે આખો દિ' મિથ્યાત્વમાં જ રહેતા લાગીએ છીએ.
ઉત્તર ઃ- અનાદિથી મિથ્યાત્વમાં જ પડ્યા છે. હમણાં ન કહ્યું ? અમે રખડપટ્ટીમાં રહ્યા. ભાઈએ એમ કહ્યું ને ? વાત સાચી, બાપા ! અહીં તો બાપુ ! તત્ત્વની વાત છે,
ભગવાન ! આહા..હા...!
ત્રણલોકના નાથ જિનેન્દ્રદેવ એમ ફરમાવે છે, જેટલો મિથ્યાત્વ ભાવ છે તેટલો વ્યવહા૨ ભાવ છે. એ સમયસાર નાટક'માં પણ આવે છે. કેવળી ઉક્ત હૈ. જેટલો મિથ્યાત્વભાવ તેટલો વ્યવહાર ભાવ. એટલે ? કે, પરના આશ્રયે જેટલો રાગ ઉત્પન્ન થાય છે એ પોતાનો માનવા એ મિથ્યાત્વ છે અને પોતા સિવાય પદ્રવ્યની કોઈપણ ક્રિયા હું કરી શકું છું એ માન્યતા મિથ્યાત્વ છે. આહા..હા...! ઝીણી વાત, ભાઈ !
મુમુક્ષુ :- બરાબર ડંકા વાગ્યા !
ઉત્તર :– આ ડંકા તો ભગવાનના છે ને !! વાત તો આ સત્ય છે. શું કરીએ ? પ્રભુ ! લોકો એમ પણ કહે કે, અરે......! આ તો વ્યવહા૨નો નાશ થાય છે. પ્રભુ ! પણ