________________
કળશ-૧૭૩
૨૮૯ રાગ છે, એ શુભ-અશુભ રાગથી ભિન્ન ભગવાન જિનસ્વરૂપ જ બિરાજે છે. આહાહા...! આવા જિનસ્વરૂપ આત્માનો જેને અંતરમાં અનુભવ થયો એ જૈન કહેવામાં આવે છે. આ ક્રિયા આવી આવી ક્રિયા કરે છે માટે જૈન છે, એમ નથી એમ અહીંયાં કહે છે. આહાહા...!
કહે છે, “મિથ્યાત્વના ભાવ...” ગજબ વાત છે ને ! વિપરીત માન્યતાના ભાવ અને વ્યવહારના ભાવ....” ભાઈ ! ત્યાં તો આવો શબ્દ પણ કોઈ દિ સાંભળ્યો નથી, લ્યો ! આહાહા..! જિનેન્દ્રદેવના શ્રીમુખે સાંભળીને કુંદકુંદાચાર્યદેવ' સંદેશ લાવ્યા. મહાવિદેહમાં પ્રભુ “કુંદકુંદાચાર્ય” દિગંબર સંત ગયા હતા. સંવત ૪૯, બે હજાર વર્ષ પહેલા (ગયા હતા), આઠ દિ રહ્યા હતા. સાક્ષાત્ સમવસરણમાં ભગવાનની વાણી સાંભળી અને કેટલાક શંકાસમાધાન શ્રુતકેવળી, ગણધરો આદિ પાસે કર્યું... આહા...હા...! અને ત્યાંથી આવીને આ ભરતક્ષેત્રમાં... એ તો ભરતક્ષેત્રના મુનિ હતા ને ? અહીંયાં આવીને આ “સમયસાર, ‘પ્રવચનસાર', પંચાસ્તિકાય, નિયમસાર”, “અષ્ટપાહુડ બનાવ્યા. અહીંયાં ભગવાનનો સંદેશ આમ હતો, એમ કહે છે. આ..હા..હા...!
જેટલો પરના આશ્રયે વ્યવહાર છે તે ધર્મીને હેય છે. આહાહા..! અધર્મીને ઉપાદેય છે અને ધર્મીને હેય છે, આ વાત છે. ભાઈ ! આવી વાતું છે આ ! લોકોને એવુ લાગે અર.૨.૨...! હાય. હાય..! આ તો વ્યવહારનો લોપ થઈ જાય છે. અહીં તો પ્રભુ એ કહે છે. વ્યવહાર આવે છે. આત્મજ્ઞાન થયું, સમ્યગ્દર્શન થયું, રાગને – વ્યવહારને હેય માન્યો તોપણ વ્યવહાર તો આવે છે. આવે છે, પણ હેય તરીકે આવે છે. જ્ઞાની તેને ઉપાદેય. તરીકે માનતા નથી. આહાહા...! સમજાણું કાંઈ ?
સાચા સંત હો, પ્રચુર સ્વસંવેદન જેનું લક્ષણ છે. મુનિનું લક્ષણ શું ? અંદર પ્રચુર સ્વસંવેદન જેનું લક્ષણ છે. પ્રચુર નામ ઘણા આનંદનું વદન જેનું લક્ષણ છે. આહા..હા..! અતીન્દ્રિય આનંદનું વેદન જેનું ભાવલિંગનું લક્ષણ છે. એવા મુનિને પણ પંચ મહાવ્રત આદિના વિકલ્પ આવે છે. આહા..હા...! પણ છે તે હેય, છે તે આસ્રવ, છે તે દુઃખ. આહા..હા..! ભારે આકરું કામ ! એક ભાઈએ કહ્યું હતું ને ? આ હિન્દી લીધું. ભાઈ કહેતા હતા ને ? પછી પૂછ્યું હતું તો ખબર પડી કે, ઘણું માણસ છે. એટલે હિન્દી લીધું. ભાઈએ કહ્યું હતું. આહા...હા....!
ભગવંત ! તારું સ્વરૂપ કોઈ અલૌકિક છે, નાથ ! તને તારી ખબર નથી, પ્રભુ ! આહા..હા..! તારી ચીજમાં તો શરીર, વાણી, મન તો છે જ નહિ, કર્મ તો છે જ નહિ, પાપના પરિણામ – હિંસા, જૂઠું, ચોરી, વિષય-ભોગ વાસના, પાપના પરિણામ પણ આત્મામાં છે નહિ અને દયા, દાન, વ્રત, ભક્તિના પુણ્ય પરિણામ પણ આત્મામાં છે નહિ. કેમકે નવ તત્ત્વ છે. તો નવ તત્ત્વમાં હિંસા, જૂઠું, ચોરી, વિષયભોગ, વાસના પાપ તત્ત્વમાં જાય છે અને દયા, દાન, ભક્તિ, તપસ્યાના પુણ્ય ભાવ આવે છે એ પુણ્ય તત્ત્વમાં જાય છે.