________________
૨૮૦
કલશામૃત ભાગ-૫
એટલે (બરાબર જ હશે), એમાં કંઈ ખળબળાટ ન થાય. પણ એક સાધુ હતા, અમારા એક ગુરુભાઈ સાધુ હતા એને ખળભળાટ થઈ ગયો. કીધું, જે ભાવે તીર્થંકર ગોત્ર બંધાય (એ) બંધના ભાવને ધર્મ ન કહેવાય. ધર્મથી બંધ ન હોય અને બંધના ભાવને ધર્મ ન કહેવાય. સોળશકારણ ભાવના એ પુણ્ય છે, ધર્મ નહિ. આહા..હા...! એને અહીં હેય કહ્યું છે.
બીજો બોલ કહ્યો હતો, બે બોલ કહ્યા હતા. ૧૯૮૫ની વાત છે. હજા૨-પંદ૨સો માણસ ! અપાસરામાં તો માય નહિ પણ પાછળ ખાલી ગલી હતી... શું કહેવાય ? શેરી.. શેરી ! આમ હોય ને ? શું કહેવાય ? બારી ! એમાંથી સાંભળે. આખી શેરી ભરાઈ જાય. ત્રણસો ઘ૨ (હતા). મહાવ્રતના પરિણામ છે એ આસ્રવ અને બંધનું કારણ છે, કીધું. બે બોલ કહ્યા. સાધુને ખળભળાટ... ખળભળાટ (થઈ ગયો). બાપુ ! માર્ગ તો આવો છે, ભાઈ ! તને ધર્મની ખબર નથી, ભાઈ ! આહા..હા...! ધર્મ તો આત્મા આનંદનો નાથ પ્રભુ ચૈતન્યસાગર ! એને અવલંબને પુણ્ય-પાપના રાગ વિનાની જેટલી નિર્મળતા પ્રગટ થાય એને અહીં પ૨માત્મા ધર્મ કહે છે. આહા..હા...! અને આ જે મહાવ્રત આદિના પરિણામ થાય એ રાગ છે. પણ (અહીંયાં) આચાર્ય તો એમ કહે છે, ૫રદ્રવ્ય સાથેની એકત્વબુદ્ધિ (કે), પરિગ્રહ હું ન રાખું, હું પરિગ્રહ છોડું એ એકત્વબુદ્ધિ છે, એ તો છોડાવી. પણ હું પરિગ્રહ રાખતો નથી એવો જે શુભ વિકલ્પ ઊઠે છે, શુભ એને પણ અહીં તો છોડવા લાયક કહ્યા છે. કારણ કે વૃત્તિ ઊઠે છે, એ તો રાગ છે. આહા..હા..! અરે..! એને ક્યાં જાવું ? ભગવાન અંદર બિરાજે છે ત્યાં જા તો આ વ્યવહા૨ છૂટી જશે. સમજાણું કાંઈ ?
અંદ૨ જિનસ્વરૂપે ભગવાન જિનસ્વરૂપી છે ! આહા..હા...! એ જિનસ્વરૂપીની સમીપમાં જા તો તને વીતરાગતા પ્રગટ થાય તે ધર્મ છે. બાકી જેટલો પરાશ્રિત ભાવ થાય... છે એમાં ? ‘સત્યરૂપ અથવા અસત્યરૂપ...' હિંસા, જૂઠું, ચોરી, વિષયભોગ, વાસના, પાપ એ તો છોડવા લાયક છે જ... આહા..હા...! પણ દયા, દાન, વ્રત, તપ, ભક્તિના શુભ ભાવ આદિ... આહા..હા...! એ પણ સમ્યગ્દષ્ટિ છોડવા લાયક માને. થાય, અશુભથી બચવા આત્માના ભાન સહિત એવો શુભ ભાવ આવે પણ એને એ છાંડવા લાયક હેય છે એમ માને. આહા..હા...! અજ્ઞાની એને આદરણીય અને લાભદાયક છે એમ માને. આવો મોટો ફેર છે. કહો, સમજાય છે આમાં આહા..હા...!
પ્રશ્ન :- શુદ્ધોપયોગ તો આઠ દિવસ, પંદર દિવસે, મહિને ગમે ત્યારે થાય ત્યાં સુધી શું કરવું ?
સમાધાન :- પહેલા આ શ્રદ્ધા તો કરે. અહીં તો અત્યારે શ્રદ્ધાની વાત છે. ઉપયોગ અંદર જામવો એ પછી (થાય) પણ પહેલો શ્રદ્ધામાં શુદ્ધ ઉપયોગ કરે કે, આ આત્મા (છે), એમાં રાગ અને પરની એકતાબુદ્ધિ બધી છૂટી જાય છે. હજી તો અહીં સમ્યગ્દર્શનની વાત