________________
કળશ-૧૭૩
૨૮૫
મિથ્યાદૃષ્ટિની છે. જૈન પરમેશ્વર તેને મિથ્યાત્વ કહે છે. આહા..હા...! સૂક્ષ્મ વાત છે. બંધ અધિકાર છે ને ?
એ તો ઠીક, પરની એકત્વબુદ્ધિનો તો નિષેધ કર્યો. આ આત્મા પર પદાર્થનું કાંઈ કરી શકે એ વાત ત્રણકાળમાં સાચી નથી. કેમકે પરપદાર્થ ભિન્ન સ્વતંત્ર પદાર્થ છે તેને આ સ્વતંત્ર આત્મા પરનું કરે એવું ત્રણકાળમાં બનતું નથી. એ વાત તો એક બાજુ રહી. પરની ક્રિયા હું કરી શકું છું એ વાત તો મિથ્યાત્વ છે પણ આચાર્ય – કુંદકુંદાચાર્યદેવ', ‘અમૃતચંદ્રાચાર્યદેવ’ દિગંબર સંતો તો એમ કહે છે કે, જ્યારે ભગવાને પરની એકત્વબુદ્ધિનો ત્યાગ કરાવ્યો, પરને જિવાડું, બચાવું એવી બુદ્ધિનો ત્યાગ કરાવ્યો તો હું એમ માનું છું કે, પરના આશ્રયે જેટલો વ્યવહાર (થાય) છે એ પણ ત્યાજ્ય છે. આહા...હા...! ઝીણી વાત બહુ, ભાઈ !
ધર્મી જીવ (કે) જેને ધર્મ પ્રગટ થયો છે (અર્થાત) હું આત્મા આનંદ, જ્ઞાનસ્વરૂપ છું એવી જેને અંતરમાં વસ્તુસ્વભાવની દૃષ્ટિ અને અનુભવ થયો તેને અહીંયાં સમ્યગ્દષ્ટિ કહે છે, તેને ધર્મની પહેલી સીઢી કહે છે. આહાહા..! સમજાય છે ? એ ધર્મની પહેલી સીઢી જેને પ્રગટ હો તો તેને કહે છે કે, પરની એકત્વબુદ્ધિનો તો ત્યાગ છે પણ પરના આશ્રયે જે કંઈ દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજા, કામ, ક્રોધના ભાવ થાય તે પણ બંધનું કારણ છે. માટે જ્ઞાનીને તે પણ ત્યાજ્ય નામ હેય છે. આહા..હા...! આ સૂક્ષ્મ વાત છે. એ કહ્યું. ભાવાર્થ છે ને ? ભાવાર્થ છે ? કળશમાં છેલ્લી લીટી છે. છેલ્લી ચાર લીટી !
“ભાવાર્થ આમ છે કે પૂર્વોક્ત મિથ્યાભાવ જેને છૂટી ગયો તેને સમસ્ત વ્યવહાર છૂટી ગયો” આ.હા...હા...! જેને મિથ્યાત્વનો નાશ થાય છે અને પોતાના ચૈતન્ય સ્વરૂપના અનુભવની સમ્યક્દષ્ટિ થઈ. આહા..હા..! તેને સકળ વ્યવહાર ત્યાજ્ય છે. દષ્ટિમાં તેનો આદર નથી. વ્યવહાર આવે છે પણ તે ત્યાજ્ય છે, દૃષ્ટિમાં તેને હેય માને છે. સમ્યક્દષ્ટિ જીવને વ્યવહારનો ભાવ – દયા, દાન, ભક્તિ, વ્રત, તપ, પૂજા-ભક્તિના ભાવ આવે છે, પણ તે વ્યવહાર છે, બંધનું કારણ છે. આહા..હા..! તો સમ્યગ્દષ્ટિ જીવ – ધર્મની પહેલી સીડી – મોક્ષમહેલની પહેલી સીડી, એ સમ્યગ્દષ્ટિ ધર્મની પહેલી સીડીવાળાને પરને જિવાડી શકું છું, મારી શકું છું એ બુદ્ધિ તો નાશ પામી ગઈ, પણ પરના આશ્રયે જે દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજાનો ભાવ આવે છે, તે પણ સમ્યગ્દષ્ટિને દૃષ્ટિમાં તેનું હેયપણું છે નામ ત્યાજ્ય છે. જુદી જાતની વાત છે, ભાઈ ! (આ) બધું કોઈ દિ' સાંભળ્યું નથી, “મુંબઈમાં એમને એમ હેરાન થઈ ગયા.
મુમુક્ષુ – રખડપટ્ટી.
ઉત્તર :- વાત સાચી, બાપા ! રખડપટ્ટી કરી, બાપુ ! અંદર આ ભગવાન આત્મા કોણ છે એની ખબરું ન મળે અને હું પરનું કરી દઉં, પરને આહાર દઈ શકું, પાણી આપી