________________
૨૮૪
કલશામૃત ભાગ-૫ એનો આશ્રય કરવા જાય તો રાગ થશે. આહા..હા...! ધર્મ પ્રગટ્યો છે તેનો આશ્રય કરવા જાય તોપણ રાગ થશે. તો પરને આશ્રયે થયેલો વ્યવહાર (એ તો છોડવા લાયક છે ). સમ્યગ્દષ્ટિ જીવને પરાશ્રિત વ્યવહાર છોડાવ્યો છે. આવો આકરો માર્ગ ! ભાઈ !
પ્રશ્ન :- સાક્ષાત્ વ્યવહાર કેવી રીતે છૂટે ?
સમાધાન :- વ્યવહાર છોડવો છે (તો) અંદર સાક્ષાત્ સ્વરૂપમાં જાય તો વ્યવહાર છૂટી જાય. સ્વરૂપ તરફનો આશ્રય કરીને પરિણમે (તો) વ્યવહાર છૂટી જાય છે. વ્યવહાર ભેગો આવતો નથી.
પ્રશ્ન :- છૂટી જાય એટલે ?
સમાધાન :- છૂટી જાય એટલે ઉદય થતો નથી. એટલો ઉદય થતો નથી એ છૂટી જાય છે. અને છે તેને પણ હેયરૂપે જાણે છે. આહાહા...વાતે વાતે ફેર ! પેલું દુનિયામાં કહે છે ને ? “આણંદ કહે પરમાણંદા માણસે માણસે ફેર, એક લાખે તો મળે ને એક તાંબિયાના તેર” એમ અહીં ત્રિલોકનાથ પરમાત્મા એમ કહે છે, હે જીવ ! તારી શ્રદ્ધા અને માન્યતામાં, વાતે વાતે, મારી શ્રદ્ધા અને તારામાં ફેર છે, ભાઈ ! આહા..હા...! આવું છે. થઈ ગયો વખત ?
જેટલો છે સત્યરૂપ અથવા અસત્યરૂપ વ્યવહાર...” છે ? જેટલો’ શબ્દ છે, પાછો, જોયું ? નિરવત: છે ને ? જેટલો વ્યવહાર, કોઈપણ શુભ આદિ વિકલ્પ આદિ એ બધો ત્યાજ્ય છે. આહા..હા...! છે ને ? ‘વ્યવહાર અર્થાતુ શુદ્ધસ્વરૂપમાત્રથી વિપરીત જેટલા મનવચન-કાયાના વિકલ્પો તે બધા સર્વ પ્રકારે છૂટ્યા છે. વિશેષ આવશે...
(શ્રોતા :- પ્રમાણ વચન ગુરુદેવ !)
માગશર સુદ ૧૩, શુક્રવાર તા. ૨૩-૧૨-૧૯૭૭.
કળશ-૧૭૩ પ્રવચન–૧૮૩
કળશટીકા ૧૭૩ કળશ (ચાલે) છે. ભાવાર્થ છે. છેલ્લી ચાર લીટી છે ને ? સૂક્ષ્મ અધિકાર છે. ભગવાન જિનેન્દ્રદેવ એમ ફરમાવે છે કે, પરને જિવાડી શકું, મારી શકું, બીજા જીવને હું સગવડતા દઈ શકું, એ ભાવ મિથ્યાત્વ ભાવ છે. જરી સૂક્ષ્મ વાત છે.
બંધ અધિકાર છે ને ? તો હું આત્મા અને પર બીજો પર આત્મા, તેને હું જિવાડી શકું છું, બીજાને હું મારી શકું છું, બીજાને હું સુખ દઈ શકું છું, સગવડતા આપી શકું છું, બીજાને હું અગવડતા દઈ શકું છું વગેરે વગેરે ક્રિયા હું કરી શકું છું એવી માન્યતા