________________
કળશ-૧૭૩
૨૭૩ ત્યાગ છે, હું પરને જિવાડું છું, સગવડ આપી શકું એ મારામાં છે જ નહિ. હું તો એક આત્મા જ્ઞાતા-દૃષ્ટા સ્વભાવથી ભરેલો ભગવાનઆત્મા છું), એને આ પરને જિવાડું, મારું, સગડવતા, અગવડતા આપવાના કાર્ય કરી શકું એ બુદ્ધિનો જેને નાશ (થયો) છે, એને શુદ્ધ ચિદાનંદ આત્મા ઉપાદેય છે. આવું છે. શું કહ્યું ?
જેને એ પરને જિવાડું, મારું, સગવડતા (આપું), પરના કાર્ય કરી શકું એવા ભાવવાળો જીવ (છે) એને મિથ્યાત્વભાવ છે. એને આત્મા હેય છે. આત્મા જ્ઞાનાનંદ સ્વરૂપ છે તેની બુદ્ધિમાં એને હેય માન્યો છે અને આ પરિણામ જે છે અને તેણે ઉપાદેય માન્યા છે. અરે...! આવી વાતું છે.
બીજા કેટલાક પ્રશ્ન એમ કરતાં કે, બીજાના કાર્યમાં અમે નિમિત્ત તો થઈ શકીએ ને? લ્યો ! નિમિત્તનો અર્થ શું ? ત્યાં કાર્ય થાય છે તે એને કારણે થાય એમાં તું નિમિત્ત (થઈને) પરમાં કરી શું શકે ? પણ એમ માને છે કે, બીજાના કાર્ય કરવામાં અમે સહાયક થઈએ છીએ. એવા માનનારાઓ વિકારના પરિણામને ઉપાદેય તરીકે ગ્રહે છે અને ત્રિકાળી આનંદનો નાથ ભગવાન આત્મા, એને હેય માને છે. એટલે ? કે, જ્ઞાયક સ્વરૂપ ચૈતન્ય છે તેનો અનાદર કરે છે અને પરનું કરી શકું એવી એની માન્યતાનો તે આદર કરે છે. આહા..હા...!
ત્યારે ધર્મની પહેલી દશાવાળા સમકિતીને પરને જિવાડું, મારું, સગવડતા આપે એવા પરિણામનો ત્યાગ છે. તેને આત્મા આનંદ સ્વરૂપ છે તેનો આદર છે. આહા..હા..! આ કાર્યકર્તાઓ માને ને ? અમે પરના કાર્ય કરી દઈએ. ગામના ને સંઘના ને નાતના કુટુંબના ને આગળ જતાં પછી મોટા દેશના (કાર્ય કરી શકીએ). આહા..હા...! કુટુંબનું કરી શકીએ પછી ગામનું કરી શકીએ પછી દેશનું કરી શકીએ. આવા માનનારાઓ, જિનેશ્વર વીતરાગ કેવળી પરમાત્મા એમ કહે છે કે, એ જીવો મિથ્યાષ્ટિ વિપરીત શ્રદ્ધાવાળા સંસારમાં રખડવાના બીજવાળા છે. આહા..હા....! જગતથી બહુ જુદી જાત છે. અને જેણે એ પરિણામનો (એટલે કે) એકત્વબુદ્ધિનો ત્યાગ કર્યો છે, પરના કાર્ય કરી શકું એ એકત્વબુદ્ધિ છે, એકત્વબુદ્ધિનો જેને આદર છે એ મિથ્યાદૃષ્ટિ છે અને એકત્વબુદ્ધિનો જેને ત્યાગ છે એને જિનેશ્વર કહે છે કે, એણે એને હેય માન્યો. એણે આત્મા જ્ઞાતા-દ્રષ્ટા છે તેનો આદર કર્યો અને ઉપાદેય માન્યો. આવી વાતું છે આ ! સમજાણું કાંઈ ? આહાહા...!
એ જિનેશ્વરે એમ કહ્યું કે, જેણે એવા અભિપ્રાયનો ત્યાગ કર્યો એણે મિથ્યાત્વ ભાવનો ત્યાગ કર્યો. ઊલટી માન્યતા જે અનાદિની છે એનો એણે ત્યાગ કર્યો. સમજાય છે કાંઈ ? આહા..હા..! એમ જિનેશ્વરદેવ કહે છે.
‘મિથ્યાત્વભાવનો થયો છે ત્યાગ, તેને....... આહાહા...! હવે આચાર્ય કહે છે કે, તેને જ્યારે આ રીતે ત્યાગ છે, પરની ક્રિયાકાંડ કરી શકતો નથી, પરનું કોઈનું ભલું, ભૂંડું હું