________________
કળશ-૧૭૩
૨૭૭
દૃષ્ટિમાંથી છોડવા લાયક કીધા છે. એ છોડીને અશુભમાં આવવું એમ નહિ. પણ એ છોડીને સ્વભાવની દૃષ્ટિમાં આવવું, સ્વભાવમાં આવવું એ માટે તેને છોડવા લાયક કહ્યા છે. સમજાણું કાંઈ? અરે..! આવી વાતું પણ આખા જગતથી જુદી. એમાં “મુંબઈમાં તો હો... હા... હો. હા... આહાહા...! મોહમયી નગરી ! “શ્રીમદ્દે કહ્યું છે ને? “શ્રીમદ્ કહે કે, “મુંબઈ મોહમયી નગરી છે.
મુમુક્ષુ - ઈ તો સો વર્ષ પહેલાની વાત છે.
ઉત્તર :- પણ એથી પણ હવે ઉપાધિ વધી ગઈ. “શ્રીમદૂના વખતમાં હતું એથી પણ અત્યારે તો (વધી ગયું). તે દિ તો ઘોડાગાડ્યું હતી અત્યારે મોટરું થઈ. માથે ઈ થયા પેલા ? ત્યાં બધા અવગતિયાના ઠેકાણા છે. ભાઈ ! આવું છે બાપા અહીં તો ! આ...હા...!
પ્રભુ ! તું કોણ છો ? પ્રભુ ! તને ખબર નથી. પ્રભુ ! તું જ્ઞાનસ્વરૂપ છો ને નાથ ! એ જ્ઞાન પરથી ભિન્ન છે ને ! એ પરથી ભિન્નને ભિન્ન ચીજ કેમ કાંઈપણ કરે ? ભાઈ ! તને ખબર નથી. આહા..હા..! તેથી ભગવાને પરને કરવાની એકત્વબુદ્ધિનો ત્યાગ કરાવ્યો. તો આચાર્ય મહારાજ કહે છે કે, હું તો એમાંથી એવું કાઠું છું, પછી ૨૭૨ ગાથામાં કહ્યું છે, આના પછી “સમયસારની ૨૭૨ ગાથા છે, એમાંથી એમ કાઢું છું કે, જેટલો પર આશ્રિત (ભાવ થાય).. આહા..હા...! શાસ્ત્રનું વાંચન થાય તેમાં વિકલ્પ – રાગ ઊઠે છે, સાંભળે છે તેમાં વિકલ્પ – રાગ ઊઠે છે. આહા...હા.! પરની દયા પાળવાનો ભાવ થાય છે તે રાગ (છે), દયા પાળી શકતો નથી, પાળી શકવાની એકત્વબુદ્ધિનો તો પહેલા ત્યાગ કરાવ્યો. શું કીધું ઈ ? પરની દયા પાળી શકું છું એવી એકત્વબુદ્ધિનો તો પહેલો ત્યાગ કરાવ્યો કે, ઈ તો કરી શકતો નથી. પણ હવે દયાનો જે ભાવ આવ્યો તેને પણ છોડાવ્યો છે).
મુમુક્ષુ - સાધકજીવને દયાનો ભાવ આવ્યો.
ઉત્તર :- સાધકને આવ્યો, સમકિતીને આવે પણ તે ત્યાજ્ય છે, હેય છે. આહા...હા...! આવે ખરો, પણ તે હેય છે. આદરણીય અને ઉપાદેય નથી. આહા..હા...! અરે.રે...! આવો માર્ગ ક્યારે સાંભળે ? ત્રણલોકના નાથ જિનેન્દ્રનો આ માર્ગ આખી દુનિયાથી એની જાત જુદી છે.
પાણી માટે મોટા તળાવ ખોદાવીએ, કૂવા ખોદાવીએ, જંગલમાં ખૂબ જમીન ખાલી પડી હોય એ જમીનને પણ આપણે ખેડીને સાફ કરીને ઉગાવવામાં જોડી દઈએ. આહાહા..! એ બધી માન્યતા) તો પરદ્રવ્ય અને સ્વદ્રવ્યની એકતાબુદ્ધિનો અધ્યવસાય મિથ્યાત્વ છે. અહીં તો આચાર્ય કહે છે કે, એ તો છોડાવ્યું પણ હું તો એમાંથી વિશેષ કાઢું છું કે, એ એકત્વબુદ્ધિ સિવાય પરની દયા પાળી શકું છું, એવી એકત્વબુદ્ધિ સિવાય, ફક્ત દયાનો ભાવ આવ્યો, સત્ય વ્યવહાર (આવ્યો) એ પણ છોડવા લાયક છે. આહા...હા...!