________________
કળશ-૧૭૩
૨૬ ૧
આનંદનો એ કંદ છે. એને કે દિ ખબર નથી. અનંતકાળ થયો. સમજાણું કાંઈ ? અતીન્દ્રિય આનંદનું અંદર દળ છે. આ...હા...! જેમ સકરકંદ છે, જેમ સક્કરિયું સાકરની મીઠાશનો પિંડ છે એમ આ અતીન્દ્રિય આનંદાનો કંદ છે). આ ઇન્દ્રિયથી જે સુખ માને છે, ભોગમાં, વિષયમાં, પૈસામાં – ધૂળમાં એ (સુખની) કલ્પના માને છે એ તો દુઃખ છે, રાગ છે, વિકાર છે. આહા...હા...! એનાથી અંદર રહિત શુદ્ધ ચૈતન્ય આનંદકંદ પ્રભુ છે.. આહા..હા...! એની દૃષ્ટિ કરીને જેને અનુભવ થયો છે કે, આ આત્મા તો અતીન્દ્રિય આનંદ અને જ્ઞાનમૂર્તિ પ્રભુ છે. આહા..હા..! પ્રજ્ઞાબ્રહ્મ ! જ્ઞાન અને આનંદનો એ કંદ પ્રભુ છે. આહા..હા..! ઝીણી વાત છે, ભાઈ ! આ તમારા લાખો રૂપિયા ને કરોડો રૂપિયા ધૂળ.! ધૂળમાં માળો સલવાઈ ગયો છે. કેમ ? ભાઈ ! ધૂલ ક્યાં એના બાપની હતી ? એ તો જડ છે, માટી છે – ધૂળ છે. આ પણ માટી છે – આ શરીર માટી છે – રાખ થાય છે. મસાણમાં આની રાખ થશે. આ કંઈ આત્મ વસ્તુ નથી.
અંદર આત્મા સચ્ચિદાનંદ – સતુ નામ શાશ્વત અણકરેલો અવિનાશી એવો ભગવાન.... આહા..હા..! અખંડ આનંદ અને જ્ઞાનની લક્ષ્મીનો સાગર છે. એનું જેને ભાન થાય છે... આહા...હા..! અનંતકાળમાં એનું ભાન કર્યું નથી, એનું એણે જ્ઞાન (કર્યું નથી). અંદર આ ચૈતન્ય સ્વરૂપ છે, એ પૂણ્ય અને પાપના વિકારી વિકલ્પોથી ભિન્ન છે, એવું ભાન થાય એને અહીંયાં સમ્યગ્દષ્ટિ કહે છે. એને અહીંયાં ધર્મની શરૂઆત કરનારો કહેવામાં આવે છે. આહા...હા..! આવી વાતું, બાપુ ! આહા...હા...!
અન્યમતમાં “નરસિંહ મહેતા નથી કહેતા ? “જ્યાં લગી આત્મા તત્ત્વ ચિઠ્યો નહિ, ત્યાં લગી સાધના સર્વ જૂઠી જ્યાં લગી આત્મા તત્ત્વ અંદર કોણ છે પ્રભુ ? એનું જે અંતર જ્ઞાન ન કરે અને એને ન જાણે અને ન અનુભવે ત્યાં લગી સાધના – એ દયા, દાન ને વ્રત ને ભક્તિ ને પૂજાના ભાવ નિરર્થક છે, તે આત્માના કલ્યાણ માટે નથી. આહા...હા...! આકરી વાત છે, ભાઈ ! જન્મ-મરણ રહિત થવાનો ઉપાય કોઈ અલૌકિક છે ! એને સાંભળ્યો નથી. સાંભળ્યો હોય તો અંદર એની રુચિ કરી નથી. આહા..હા....!
અહીં કહે છે, “સમ્યગ્દષ્ટિ જીવરાશિ.” આ.હા...! કેવો છે ? કે, નિજ મહિનામાં અર્થાતુ પોતાના શુદ્ધ ચિતૂપ સ્વરૂપમાં.” આ..હા...હા..! જે અનાદિથી શુભ અને અશુભ રાગ, પુણ્ય-પાપના ભાવ રાગ છે, એમાં અનાદિથી લીન છે. આહા..હા...! એ દુઃખી છે. એ ચાર ગતિના પરિભ્રમણમાં ઘાંચીનો બળદ જેમ ફરે એમ આ ચોરાશીના અવતારમાં ફરે છે, પ્રભુ ! આહા..હા..! એને જ્યારે આ નિજ મહિમા પ્રભુ... આ...હા...હા...! છે ? નિજ મહિમામાં....' (અર્થાતુ) શુદ્ધ ચિતૂપમાં. આ.હા...! ઝીણી વાત છે, ભાઈ ! આ તો અનંતકાળમાં અજાણ્યા માર્ગની વાતું છે, પ્રભુ ! આહા..હા..! બાકી તો ભક્તિ ને પૂજા ને વ્રત ને તપ અનંતવાર કર્યો. એ તો બધી રાગની ક્રિયા છે, એ આત્મજ્ઞાન નહિ. આહા..હા...!