________________
૨૭૦
કલામૃત ભાગ-૫ તેનું) જ્ઞાન કર એમ કહેવું છે. એનું જ્ઞાન કર તો પામ. આહા..હા..! અનંત કાળનો અજાણ્યો માર્ગ, માર્ગે કોઈ દિ ગયો નથી. એને જોવા માટે તો અનંત પુરુષાર્થ જોઈએ, ભાઈ ! આહા...હા...! બાકી બધું તો ઘણું કર્યું. આહા..હા..! ઘણું એટલે રાગ અને દ્વેષ.
(અહીંયાં કહે છે), “નિર્વિકલ્પ વસ્તુમાત્ર છે....” કેવી છે એ ? નિર્વિકલ્પ વસ્તુ એટલે અભેદ વસ્તુ છે. એટલે કે જેને ભેદ, રાગની અપેક્ષા જેના અનુભવ માટે નથી. આહાહા...! ઝીણું તો બહુ, બાપુ ! નવા માણસને તો એવું લાગે કે, આ શું છે ? એણે કોઈ દિ સત્ય સાંભળ્યું નથી. આહા.હા..!
એક વિચાર એવો આવ્યો હતો કે, જે આ નિશ્ચય અનુભવ છે ને ? ભાઈ ! એ સત્ય છે અને એની અપેક્ષાએ વ્યવહાર (છે) તે અસત્ય છે. થોડી ઝીણી વાત આવી છે. જેમ આ આત્મા પોતે છે ને ? એ પોતાની અપેક્ષાએ સત્ છે અને પોતાની અપેક્ષાએ બીજી ચીજ છે તે અસત્ છે. એની અપેક્ષાએ સત્ છે પણ આની અપેક્ષાએ અસત્ છે. એમ આત્માના નિશ્ચય સ્વરૂપના અનુભવની અપેક્ષાએ નિશ્ચય તે સત્ છે અને વ્યવહાર દયા, દાનનો વિકલ્પ (આવે છે) તે આની અપેક્ષાએ અસતુ છે. એની અપેક્ષાએ છે. આહા..હા...! આ તો નિરપેક્ષના અર્થમાં આવો વિચાર આવ્યો હતો). આહા...હા...! શાંતિથી (સમજવું), બાપા ! આ તો અનંતકાળના દુઃખને ટાળવાના ઉપાયની વાતું છે, બાપુ ! આહાહા.! સમજાણું કાંઈ ?
વસ્તુ શુદ્ધ ચૈતન્ય આત્મા પવિત્ર ગોળો અને આનંદ, એને અંતરમાં પામવા માટે જે સ્વરૂપનો આશ્રય છે તે એના કારણરૂપ છે. એ દ્રવ્ય વસ્તુ છે) તે કારણરૂપ છે પણ વ્યવહાર દયા, દાન એ બધા આની અપેક્ષાએ અસત્ છે. વિકલ્પ છે, વૃત્તિનું ઉત્થાન છે. આની અપેક્ષાએ અસત્ છે માટે અસથી સની પ્રાપ્તિ થાય એમ ત્રણકાળમાં બને નહિ. આહા...હા...! સમજાણું કાંઈ ?
આવી ઝીણી વાતું અને વળી પૂછયું કે, સમજાણું કાંઈ ? વાર્તા તો બધી સાંભળતા, નાની ઉંમરમાં નહોતા સાંભળતા ? ચકલી લાવી ચોખાનો દાણો ને ચકલો લાવ્યો મગનો દાણો. એની બનાવી ખીચડી, ઈ કુંભારને દીધી અને કુંભારે ઘડો આપ્યો ને ઘડો ખજૂરવાળાને આપ્યો ને એણે ખજૂર આપી. એવું બધું ચાલતું, નાની ઉમરમાં સાંભળતા. દસ-બાર વર્ષની ઉંમર હતી ત્યારે (સાંભળતા). ૭૫ વર્ષ પહેલાંની ઈ વાતું છે ! એવી બધી વાતું, ગપ્પગપ !
આ તો બાપુ ! આત્માની વાત છે, ભગવાન ! આહા...હા...! શાશ્વત આનંદનો નાથ પ્રભુ છે ને એ ! આહા...હા...! જેના સ્વરૂપમાં તો બેહદ – હદ વિનાનું જ્ઞાન ભર્યું છે. બેહદ આનંદ અને હદ વિનાનો અતીન્દ્રિય આનંદનો સાગર છે. જેના અતીન્દ્રિય આનંદના
સ્વાદ આગળ ઇન્દ્રના ઇન્દ્રાસનના સુખો પણ સડેલા મીંદડા જેવા લાગે. આહા...હા...! ઇન્દ્રના ઇન્દ્રાસનના જે સુખ, ઈન્દ્રાણીઓના (સુખ) એ આત્માના આનંદના સ્વાદ આગળ સડેલા