________________
કળશ-૧૭૩
૨૫૯
કહે છે કે, ધર્મી સમ્યગ્દષ્ટિ જીવ.... આહાહા....! પરને પોતાનું માનવાનો મિથ્યાત્વનો જેણે નાશ કર્યો છે અને સ્વને પોતાના માનવાની દૃષ્ટિ જેણે પ્રગટ કરી છે... આહા...હા...! એને અહીંયાં સમ્યગ્દષ્ટિ – ધર્મી – ધર્મની પહેલા પગથિયાની શ્રેણિવાળો કહેવામાં આવે છે. આહા..હા..! એ અંદર સ્થિરતા કેમ ન કરે ? સર્વથા કરે. આહા..હા...! જેમ (મિથ્યાત્વ અવસ્થામાં) બહાર (સ્થિરતા) કરતો હતો), પુણ્ય-પાપના વિકલ્પમાં લીન થતો હતો) એ મિથ્યાત્વ ભાવ હતો. એને છોડીને હવે આમાં લીન થાય એ સમ્યફ ભાવ છે. અરે..! અરે...! સમજાણું કાંઈ ? છે ? જુઓ !
“સર્વથા કરે.” આહા...હા...! એટલે શું કહે છે ? કોઈપણ અંશના રાગને ભેગો ન રાખતા... આ..હા...હા...! પોતે આનંદસ્વરૂપ પ્રભુ છે ત્યાં સર્વથા એકાગ્રતા કરે જ. આહા...હા...! કથંચિત કરે અને કથંચિત્ ન કરે એમ નહિ. આહાહા...! ભલે એ સમ્યગ્દર્શનમાં છે પણ એ પોતે પોતાના સ્વરૂપમાં લીનતા કરે, રાગની લીનતા છોડી દે. આહા..હા..! આવું છે. આ તો વીતરાગનો માર્ગ આવો હશે ? વીતરાગ માર્ગમાં તો છ કાયની દયા પાળવી અને લીલોતરી ન ખાવી અને શું કહેવાય? છ પરબી બ્રહ્મચર્ય પાળવું, રાત્રે આહાર ન કરવો. એવી વાતું સાંભળતા હતા, બાપા ! તમે વળી આવું નવું ક્યાંથી કાઢ્યું ? નવું નથી, ભાઈ ! તને ખબર નથી. અનાદિનો માર્ગ આ જ છે. આહા...હા...! એ માર્ગ તેં સાંભળ્યો નથી તેથી તને નવો લાગે છે. અનાદિનો પરમાત્મા ત્રણલોકના નાથ જિનેન્દ્રદેવ તીર્થકરનો પંથ તો આ છે, પ્રભુ ! આહાહા...!
ટીકાકારની ભાષા કેવી છે ! કે, અરે..રે..! જેને બહારના રાગાદિનો દૃષ્ટિમાં ત્યાગ થયો છે. આહા...હા...! ચાહે તો દયા, દાનનો રાગ હોય પણ એ રાગ છે. આહા...હા...! એનો પણ જેને અંદરમાં ત્યાગ થયો છે – એ હું નહિ. ત્યારે હું કોણ? કે, હું તો શુદ્ધ ચિતૂપ જ્ઞાનાનંદ સ્વરૂપ (છું). આહા...હા..! એવી ચીજમાં સ્થિરતા કેમ ન કરે ? જેમ પરમાં અનાદિથી અજ્ઞાનમાં સ્થિરતા કરતો હતો, તો પછી જ્યારે દૃષ્ટિ ગુલાંટ ખાય છે, પલટો મારે છે... આહાહા....! તો પોતામાં લીન કેમ ન થાય ? સર્વથા થાય. વિશેષ કહેશે...
(શ્રોતા :- પ્રમાણ વચન ગુરુદેવ !)
માગશર સુદ ૧૧, બુધવાર તા. ૨૧-૧૨-૧૯૭૭.
કળશ–૧૭૩ પ્રવચન–૧૮૧
કળશટીકા ૧૭૩ કળશ (ચાલે) છે. શું ચાલે છે આ? કે, આ જે આત્મા છે ને ? દેહથી ભિન્ન. આત્મા જે છે એ સચ્ચિદાનંદ સ્વરૂપ છે. સત્ નામ શાશ્વત, એમાં જ્ઞાન અને