________________
કળશ-૧૭૩
પાંચસો વર્ષ પહેલાં નીકળ્યા અને એમાંથી બસ્સો વર્ષ પહેલાં આ તેરાપંથી તુલસી (નીકળ્યા). મૂળ સનાતન દિગંબર ધર્મ અનાદિનો છે. સમજાણું કાંઈ ? એમાંથી પછી જેમ જેમ શ્રદ્ધાભ્રષ્ટ થતા ગયા તેમ તેમ સંપ્રદાય પડતા ગયા. આવી વાત છે. એમાં આ આચાર્ય મહારાજ દિગંબર સંત ‘કુંદકુંદાચાર્ય’, એની ટીકા કરનાર ‘અમૃતચંદ્રાચાર્ય’ દિગંબર સંત હજાર વર્ષ પહેલાં થયા. એ પોકારે છે. આહા..હા...!
૨૫૭
‘અમી સન્ત: નિને મહિમ્નિ ધૃતિમ્ િન વન્યન્તિ” અરે...! ‘સમ્યગ્દષ્ટિ જીવરાશિ...’ જોયું ? પેલામાં (૧૭૨ કળશમાં) ‘યતિ’ શબ્દ હતો, ભાઈ ! સમ્યગ્દષ્ટિ જીવ... આહા..હા...! (એટલે કે) ધર્મની પહેલી સીઢીવાળો, મોક્ષના મહેલની પહેલી શ્રેણી સમ્યગ્દર્શન, ચોથું ગુણસ્થાન (છે). આ..હા..હા...! શ્રાવકનું પાંચમું (ગુણસ્થાન છે). (અત્યારના શ્રાવક) આ કંઈ શ્રાવક નથી, આ બધા તો સાવજ છે ! અત્યારે મુનિ છે ઈ મુનિ નથી. ઝીણી વાત છે, ભગવાન ! શું થાય ? વાત આવે ત્યારે તો સત્ય બહાર આવે.
અહીંયાં કહે છે કે, સમ્યગ્દષ્ટિ જીવ, પાછી જીવરાશિ’ કીધી ! સમ્યગ્દષ્ટિ જેટલા છે તેટલાઓ ‘નિજ મહિમામાં અર્થાત્ પોતાના શુદ્ધ ચિદ્રૂપ સ્વરૂપમાં સ્થિરતારૂપ સુખને કેમ ન કરે ? આ...હા..હા...! જેને આત્માનું ભાન થયું છે ‘હું શુદ્ધ ચૈતન્ય આનંદ છું’ એવો જે સમ્યગ્દષ્ટિ જીવ રાગથી પૃથક્ થઈને પોતાના આનંદમાં મગ્ન કેમ ન થાય ? આહા..હા..! ઝીણી વાતું છે, ભાઈ ! શું કીધું ઈ ?
સમ્યગ્દષ્ટિ જીવ પોતાના શુદ્ધ ચિત્રૂપ સ્વરૂપમાં... આત્મા જ્ઞાનસ્વરૂપ પ્રભુ છે. એ તો જ્ઞાનનો સાગર છે. જાણવું... જાણવું... જાણવાના સ્વભાવનો અપરિમિત સાગર છે. આહા..હા...! અરે...! એણે કોઈ દિ' કયાં જોયું છે ? અંદર અનંત આનંદ અને અનંત જ્ઞાનનો દરિયો પ્રભુ છે ! આહા..હા...! એવા આત્માના શુદ્ધ સ્વરૂપમાં અરે...! સમ્યગ્દષ્ટિ જીવો, એમ કહે છે. આહા..હા...!
પોતાના શુદ્ધ ચિદ્રૂપ...' ચિનૢ એટલે જ્ઞાનરૂપ. ત્રિકાળ શુદ્ધ જ્ઞાનરૂપ. જ્ઞાન.... જ્ઞાન... જ્ઞાન... જ્ઞાન... જેમ ચંદ્ર શીતળ છે, સૂર્ય પ્રકાશમય છે એમ ભગવાનઆત્મા જ્ઞાનમય છે. આ શાસ્ત્રનું જ્ઞાન ને ઈ જ્ઞાન નહિ, હોં ! અંદર એનું સ્વરૂપ જ જ્ઞાન છે. જ્ઞાનના પ્રકાશના નૂરનું તેજનું પુર છે. આ..હા..હા...! ભગવાન જાણે કેવો હશે ? કોને (ખબર) ? આહા...હા...! પ્રભુ ! તને તારી ખબર નથી. તું અંદરમાં ચૈતન્યના તેજના નૂરનું પુર છો. આહા..હા...! ઘોડાપુર છે ! ઘોડાપુર સમજાય છે ? નદીમાં ચારે કોર (પાણી આવે). (આમ) વરસાદ ન હોય. અમારે તો નાની ઉંમરમાં બધું જોયેલું ને ! ‘કાળુભાર’ (નદીમાં) છોકરાઓ રમતા હોય, એમાં માથેથી પાણી આવે, આટલું ઊંચું ઘોડાપુર (આવે) ! ઉપરથી દસ ઇંચ વરસાદ આવ્યો હોય એટલે નેહરા-ફેહરા બધા ભેગા થઈને આટલું આટલું પાણી આમ ચાલ્યું આવે, એને ‘ઘોડાપુર’ કહે. છોકરાઓને રાડ પાડે, નીકળી જાઓ ! એ... ઉ૫૨થી ઘોડાપુર આવે