________________
૨૫૮
કિલશામૃત ભાગ-૫ છે. અહીં વરસાદનો છાંટો પણ ન હોય પણ ઉપર વીસેક ગાઉ-પચીસેક ગાઉ (દૂર) કરિયાનામ’ છે, ત્યાં આસપાસ દસ ઇંચ વરસાદ આવ્યો હોય (તો) આટલું પાણી ચાલ્યું આવતું હોય. એ પાણીના દળનું જેમ પૂર છે. આહા..હા...! એમ ભગવાન જ્ઞાન અને આનંદનું અંદર પૂર ભર્યું છે. કોને ખબર ?
અરે..! ભગવાન તું કોણ છો ? ભાઈ ! કોઠીમાં જેમ ઘઉં ભર્યા હોય એમ નહિ. (એમાં તો) ઘઉં ચીજ જુદી અને કોઠી જુદી. આ તો આત્મામાં આનંદ અને જ્ઞાન ભર્યા છે. આહા..હા.! શું કીધું? એક ફેરી નહોતું કીધું? નામ આપ્યું હતું ને ? “સુખદેવ સન્યાસી ! આત્મા સુખદેવ સન્યાસી છે ! એટલે ? આહા...હા..! અતીન્દ્રિય આનંદનો દેવ અને જેનામાં રાગાદિ બધાનો ત્યાગ છે. આત્મા સુખદેવ સન્યાસી છે ! આ..હા..! અરે... ક્યાં મળે ? હજી સાંભળ્યું નથી. આહા..હા...!
એવો જે “શુદ્ધ ચિતૂપ.” એમ કહ્યું ને ? શુદ્ધ જ્ઞાનરૂપ સ્વરૂપ ! શુદ્ધ જ્ઞાનરૂપ સ્વરૂપ (અર્થાતુ) પોતાનું રૂપ છે. જ્ઞાન શુદ્ધ ચિતૂપ પોતાનું રૂપ છે. આહાહા....! એમાં (વૃતિ) ધીરજથી સ્થિરતારૂપ સુખને કેમ ન કરે ?” (પૃતિમ્ વિજ ન વનત્તિ) આહા...હા..! અરે.રે....! અંદર સ્વરૂપ છે તેમાં ધીરજથી સુખમાં લીન (કેમ) ન થાય ? થાય. આ..હા..હા....! જેને રાગ અને પુણ્ય અને પુણ્યના ફળ મારા નથી, એમ દૃષ્ટિ છૂટી ગઈ છે... આહા..હા...! મારો તો આનંદ અને જ્ઞાન સ્વભાવ એવો હું છું એવો દૃષ્ટિવંત રાગથી ભિન્ન પડીને પોતાના આનંદમાં લીન કેમ ન થાય ? એમ આચાર્ય (કહે છે). આહા..હા..!
એટલે શું કહ્યું? કે, અનાદિથી પુણ્ય અને પાપના ભાવમાં અને તેના ફળમાં લીન હતો એ મિથ્યાષ્ટિ મૂઢ જીવ હતો. આહા...હા...! એ જ્યારે પુણ્ય અને પાપના ફળમાંથી ખસી ગયો, એ દુઃખ હતું. દુઃખમાંથી ખસી ગયો તો ભગવાન આનંદસ્વરૂપમાં લીન થયો. આહા..હા..! સમજાણું કાંઈ ? સમજાણું કાંઈ, કીધું ને ? સમજાય તો (તો) ઠીક, પણ કઈ પદ્ધતિએ કહેવાય છે (એ) સમજાણું કાંઈ? આ રીત – પદ્ધતિ કાંઈ સમજાય છે ? આહાહા...! ભગવાન ત્રિલોકનાથ સંત દ્વારા આ વાત કહેવડાવે છે. આહાહા...! સંતો દિગંબર મુનિઓ એમ કહે છે, એ જ (સાચા) મુનિ આચાર્ય છે.
અરે રે! પરનો રાગાદિનો ત્યાગ કરીને સ્વરૂપની દૃષ્ટિમાં આત્મામાં સુખ ભર્યું છે, એમાં આત્માને કેમ લીન કરતા નથી ? આહા...હા...! જ્યાં વસ્તુ પડી છે ત્યાં લીન કેમ થતા નથી ? અને જે વસ્તુમાં બીજી વસ્તુ છે નહિ એમાં તેં અનંતકાળથી લીનતા કરી. સમજાણું કાંઈ ? આહા...હા...! શું કરવું આમાં? આ કરવું એમ કહે છે. પરવસ્તુને) પોતાની માનવી છોડી દઈ અને સ્વવસ્તુ પોતાની માનીને એમાં એકાગ્ર થવું એ કરવાનું છે. આ.હા...હા..! છે ?
સ્થિરતારૂપ સુખને કેમ ન કરે ? અર્થાત્ સર્વથા કરે.” ભાષા જુઓ ! આ.હા..હા...હા!