________________
૨૬૦
કલશામૃત ભાગ-૫
અતીન્દ્રિય આનંદ ભર્યો છે. કોઈ દિ અભ્યાસ (નથી કર્યો) કે, અંદર શું ચીજ છે ?
આત્મા અંદર જેને આત્મા કહે છે એ તો આનંદકંદ પ્રભુ જ્ઞાનાનંદ સ્વરૂપ છે. આહા...હા...! એ આત્માનું જ્ઞાન અનંતકાળમાં અનંતવાર (અનંત) ભવ થયા પણ હજી કર્યું નથી. અનંત ભવ કર્યા, ચોરાશી લાખ યોનિમાં અનંતવાર અવતર્યો. કાગડા, કૂતરા, નારકી (બન્યો) એવા અનંત ભવ કર્યા. મનુષ્યના પણ અનંતકાળમાં અનંત ભવ કર્યા.
મુમુક્ષુ :- અત્યારે યાદ નથી.
ઉત્તર :- યાદ નથી એટલે કંઈ નહોતા એમ કેમ કહેવાય) ? ભાઈ ! જમ્યા પછી માતાએ છ મહિના સુધી) શું ધવરાવ્યું, શું (ક) ઈ યાદ છે ? આ જમ્યા પછી શરીરને છ મહિના કે બાર મહિના થયા ત્યારે) એણે શું ધવરાવ્યું ? કેમ રોયો? ઈ કંઈ ખબર છે ? ખબર નથી માટે નહોતું એમ કેમ કહેવાય ? સમજાણું કાંઈ ? જમ્યા પછી છ મહિના, બાર મહિનામાં કેમ થયું એની એને અત્યારે કંઈ ખબર નથી પણ હતું તો ખરું કે નહિ ? એને યાદ નથી માટે નહોતું એમ કેમ કહેવાય ? એમ આ આત્મા દેહથી ભિન્ન અનાદિકાળથી ચોરાશી લાખ યોનિમાં રખડે છે), પરિભ્રમણ (કરીને) દુઃખી થઈને રખડે છે. એના એણે અનંત ભવ કર્યા. યાદ નથી એટલે નહોતા એમ કેમ કહેવાય ? પરિભ્રમણ કરતાં કરતાં અનંતકાળ થયો. આહાહા...!
હવે, અહીં એમ કહે છે, ઝીણી વાત છે, પ્રભુ ! જેને આત્મજ્ઞાન કરવું હોય... આહા..હા...! આત્મા જે વસ્તુ છે તેનું જ્ઞાન. જગતના જ્ઞાન-બાનને ભૂલી જા અને એકવાર આત્મા શું છે એનું જ્ઞાન કર તો તને જન્મ-મરણ મટી જશે અને આત્માના આનંદની મુક્તિ થશે. આહા...હા..! એ અહીં કહે છે, જુઓ !
ફરીને લઈએ છીએ. “સમ્યગ્દષ્ટિ જીવરાશિ...” આ..હા..હા..! જેણે આત્મા અતીન્દ્રિય આનંદસ્વરૂપ છે તેનું ભાન કર્યું તે સમ્યગ્દષ્ટિ જીવરાશિ). દાખલો નહોતો આપ્યો? સકરકંદ છે ને ? આ આપણે સક્કરિયા કહે છે ને ? સકરકંદ ! સક્કરિયા ! એની ઉપરની લાલ છાલ છે એ ન જુઓ તો અંદર એકલું સકરકંદ (છે). સકર નામ સાકરની મીઠાશનો પિંડ ભર્યો છે. ભાઈ ! શું કીધું ? આ સક્કરિયા. સક્કરિયા આપણે કાઠિયાવાડમાં નથી કહેતા ? ઈિ સકરકંદ છે. એની એક જરી લાલ છાલ ન દેખો તો લાલ છાલની અંદર સકરકંદ – સાકરની મીઠાશનો પિંડ છે. એથી એને સકરકંદ – સક્કરિયું કહેવાય છે. એમ આ આત્મા (આનંદનો કંદ છે). ઝીણી વાત છે, ભાઈ ! કોઈ દિ અભ્યાસ કર્યો નથી.
અંતરમાં આ શરીરથી ભિન્ન છે. અંદરમાં પુણ્ય-પાપના ભાવ થાય, દયા, દાન, ભક્તિ, વ્રત આદિના ભાવ (થાય) એ પુણ્ય ભાવ છે. હિંસા, જૂઠું, ચોરી, વિષય-ભોગ વાસના, સંસારના કામભોગ આદિના ભાવ (થાય) એ બધી પાપ વાસના છે. એ પાપ અને પુણ્યના ભાવ છે) એ છાલ છે, ઈ લાલ છાલ છે. અંદરમાં ભગવાન આત્મા... આહાહા...! અતીન્દ્રિય