________________
૨૪૦
કલશામૃત ભાગ-૫ માને છે કે એ) હું કરું છું. આહાહા! આ વકીલો જજને કોર્ટમાં દલીલ દઈ શકે, આ પ્રમાણે છે, આ પ્રમાણે છે. લ્યો ! વિલાયતમાં આ કેસનો પહેલો ચુકાદો આમ થયો હતો. એ રીતે અહીં ચુકાદો થવો જોઈએ. એવી દલીલ કરે. એ દલીલ જડની છે. આ..હા...હા..હા..! બહુ (આકરું) કામ ! પર માટે પાંગળો થઈ ગયો. આહાહા...!
પ્રશ્ન :- ભાવ વગર ભાષા કેમ નીકળે ?
સમાધાન :- ભાષા એની મેળાએ આવે છે. ભગવાનને ક્યાં રાગ છે ? ભાવ છે ? છતાં ભાષા છે કે નહિ ? રાગીને રાગ વિના ભાષા ન હોય, પણ ઈ તો રાગનું નિમિત્ત છે. ભાષા તો ભાષાને કારણે થાય છે. આહા..હા...! આકરું કામ, બાપુ ! આ માર્ગ – ધર્મ એટલે કે) જન્મ-મરણના અંતને લાવવાની વાત બહુ ઝીણી, ભાઈ! આહાહા..! અરે.રે..! આખી જિંદગી પચાસ-સાઠ-સીત્તેર-એંસી વરસ આમ ને આમ અભિમાનમાં ને અભિમાનમાં ગયા. આહા..હા..! આ વાત કરીને એ અભિપ્રાય છોડાવવા માગે છે. સમજાણું કાંઈ ?
ભાઈ ! તું પરનો કોઈનો કર્તા નથી. તું તો પ્રભુ જાણક-શરીર છો ને ! આહા..હા.! તારું શરીર એટલે સ્વરૂપ તો ચૈતન્યસ્વરૂપ છે. એ ચૈતન્યજ્ઞાન વિગ્રહમ ! આહા...હા...! એ જ્ઞાનસ્વરૂપી ભગવાન પોતા સિવાય કોને કરે ? આહાહા.! પ્રભુ ! એ જાણનારો તો જાણવા-દેખવાનું કામ કરે. એ પરના કામ કરે એ બધી તને માન્યતા પ્રભુ ! ઊંધી છે અને એ માન્યતા નરક અને નિગોદમાં લઈ જનારી છે. આ..હા...હા..હા...! હવે આમાં (કહે) ચર્ચા કરો ને વાદ કરો, લ્યો ! શેના બાપુ વાદ કરે ? ભાઈ ! એક જ સિદ્ધાંત લે... આહા...હા...!
અરે...! નિશ્ચયથી તો એ રાગ આવે છે ને ? શુભ રાગ ! દયાનો, દાનનો રાગ. ક્રિયા કરી શકે નહિ એને તો) એક કોર રાખો, પણ જે રાગ આવે છે એનો એ કર્તા થાય એ અભિપ્રાય પણ મિથ્યાત્વ છે. કેમકે સ્વદ્રવ્યથી રાગ તે ભિન્ન વસ્તુ છે. ભિન્ન વસ્તુનો ભિન્ન વસ્તુ કર્તા અને ભોક્તા અંદર નિશ્ચયથી માને એ મિથ્યા અભિપ્રાય છે.
(
મિથ્યાદૃષ્ટિ અજ્ઞાની જીવ) પોતાસ્વરૂપ જાણી અનુભવે છે; તેથી કર્મના સ્વરૂપને જીવના સ્વરૂપથી ભિન્ન કરીને જાણતો નથી...” જોયું ? વાણી, મન, શરીર, સ્ત્રી, કુટુંબ-પરિવાર એ બધા ભિન્ન છે, એનું હું કાંઈ કરી શી રીતે શકું ? આહા...હા...! દાળ, ભાત, રોટલા, પૈસા, કપડા, મકાનને હું શી રીતે કરી શકું ? આહા..હા..! કેમકે મારાથી જુદી છે તેને હું જુદો (પદાર્થ) કેમ કરી શકું ? જુદાને જુદો કેમ કરી શકે ? આહા..હા..!
આહા...હા..! મરવાના ટાણા આવ્યા હોય તોપણ હજી એમ કહે), છોકરાનું કરું, છોડીયુનું કરું, સરખે નાખું, આમ કરું, તેમ કરું. ઓ.હો..હો..! માળો પણ.... ઘાંચીના બળદ જેવો છે. ફરે, ફરે તે એમાંને એમાં ફરે, આમ જ્યાં પાટો ઉઘાડે (અને જોવે તો) ત્યાંને ત્યાં રખડતો ને રખડતો. આહા..હા..ફરતા ફરતા આજે જાણે ઘણા ગાઉ કાપ્યા ! લાકડાનો