________________
કળશ-૧૭૧
૨૪૧
પાટો હોય ને ? ઈ ઉઘાડે ત્યાં (જોવે કેએ ઘાંચી અને એ ઘાણી ! આહા! (એમ અહીંયાં) એ અજ્ઞાન અને એ સંસાર !
હું પુસ્તક બનાવી શકું છું, પુસ્તકમાં સારા લેખો આપી શકું છું, પત્રોમાં મારા લેખો ઘણા આવે છે. એમ કેટલાક અજ્ઞાની કહે છે ને ? અને દર વખતે આ ફલાણા પત્રમાં તો મારો લેખ હોય જ તે ! ઠીક ! શું છે પ્રભુ આ તને ? શું થયું છે આ? લેખ છે એ જડની પરમાણુની ક્રિયા (છે), એ મેં કરી અને મેં લેખ આપ્યો (એ માન્યતા મિથ્યાત્વ છે). આહા...હા...!
એ અહીં કહે છે, “જીવના સ્વરૂપથી ભિન્ન કરીને જાણતો નથી, એકરૂપ અનુભવ કરે છે.' જોયું ? અસ્તિ-નાસ્તિ કરી. આત્માના શુદ્ધ જ્ઞાતાદૃષ્ટા (સ્વભાવ) સિવાય જેટલા રાગાદિ અને પર આદિની ક્રિયાઓ છે એ બધી કર્મજનિત પરની છે. એને પોતા તરીકે માને છે પણ પોતાનું સ્વરૂપ એનાથી ભિન્ન છે એમ માનતો નથી. આહા..હા..! પચવું કઠણ પડે !
એક ફેરી (સંવત) ૧૯૮૬નું ‘અમરેલી' ચોમાસુ હતું ને ? ત્રણે ભાઈઓ હતા. પછી વ્યાખ્યાનમાં થોડી વાત ચાલી તો (એક ભાઈ) બોલ્યા, મહારાજ ! આ પચવું કઠણ બહુ ! આ પચવી નહિ શકાય. (સંવત) ૧૯૮૬ની ‘અમરેલી'(ની) વાત છે. કેટલા વરસ થયા ? ૪૮ ! મેં કીધું પણ જ્યારે આત્મા રોટલા, દાળ-ભાત ખાતો હોય એમ માને, અત્યારે તો ખાતો પણ નથી, એને મેસુબ આવે તો એ ના પાડે કે હું પચાવી નહિ શકું ? (ઈ ભાઈને) કહ્યું હતું. અને છેલ્લે અહીંયાં રહેવાનો ભાવ હતો પણ પછી પૈસા-બૈસા ઘણા, દાન આપે તો લોકો વખાણ કરી કરીને મારી નાખે ! આહા...હા....! ધૂળમાં પણ નથી, દાનમાં પણ ધર્મ નથી ને પૈસા આપ્યા એમાં પણ ધર્મ નથી અને એમાં કદાચ રાગ મંદ કર્યો હોય તો એ પણ ધર્મ નથી. આ..હા...હા..હા..!
બહુ ફેર, આવો ફેર ભાંગવો (કઠણ પડે). આહા...હા..! ભગવાન જ્ઞાનસ્વરૂપી પ્રભુ ચૈતન્યઘન છે એવી અંતરમાં દૃષ્ટિ કર્યા વિના આ ફેર ભાંગે એવો નથી. આહાહા..! ત્યારે એને એમ થાય કે, અરે.! તો જાણનાર, દેખનાર છું ને ! હું કોને કરું ? દયા, દાનના રાગને કરું ? આંખ કોના રજકણને ઉપાડે ? ક્યા રજકણને આંખ ઉપાડે આંખ ? એમ ભગવાન (જ્ઞાન)નેત્ર, આત્મા જ્ઞાનસ્વરૂપ પ્રભુ ! એ રાગ અને પરના રજકણને શી રીતે કરે ? આહાહા..! આવી વાત છે. દુનિયામાં ઘણાને પહેલી-વહેલી સાંભળવા મળે એને તો એવું લાગે કે, આ તે શું છે ? પાગલપણું છે આ ? સાંભળ, ભાઈ ! આહાહા....!
પરમાત્મા અહીં એ કહે છે, જુઓને ! આ કહ્યું ને ? કર્મના નિમિત્તે થતી ક્રિયાઓને ભિન્ન કરીને જાણતો નથી. એકરૂપ અનુભવ કરે છે. જ્યાં હોય ત્યાં... આહા...હા...! મેં દીકરીયુંને ઠેકાણે પાડી, એના કરિયાવરમાં મેં બે લાખ રૂપિયાનું સોનું આપ્યું હતું અને એનો વર કે દિયર લૂંટી ન જાય અને આજીવિકા એની બરાબર ચાલે.. આહાહા...! અરે..!