________________
૨૪૮
કલશામૃત ભાગ-૫
આહા...હા...! ભગવાન જીવદ્રવ્ય વસ્તુ પોતે, આત્મા જીવવસ્તુ પોતે (આત્માનમ્ બીજી ચીજને (એટલે કે) મનુષ્ય છું, દેવ છું, ક્રોધી છું, માની છું, માયાવી છું, લોભી છું, પૈસાવાળો છું, બાયડીવાળો, છોકરાવાળો, મકાનવાળો એમ જે આત્માને માન્યો... આહા..હા...! એ ‘મિથ્યાત્વપરિણામના કારણે જીવદ્રવ્ય...' (આત્માનમ્) એટલે પોતાને હું દેવ....' છું (એમ માને છે). આહા..હા...! દેવનું શરીર તો જડ છે અને ગતિ પણ ઉદયના ભાવની છે, એ કંઈ આત્મા નથી. આહા..હા...!
આ ‘હું મનુષ્ય,...’ છું. શરીર તો જડ છે, આ તો માટી – ધૂળ છે પણ અંદર મનુષ્યની ગતિનો ઉદય છે તે મનુષ્ય છું. હું મનુષ્ય છું એ મિથ્યા અભિપ્રાય છે. આ..હા..હા...! એ ઊંધી શ્રદ્ધાનો મહા સંસારમાં રખડવાનું મૂળિયું છે. સમજાણું કાંઈ ? હું દેવ છું, હુ મનુષ્ય છું, હું તિર્યંચ છું, હું નારકી છું, ‘હું ક્રોધી,...' છું. ભાઈ ! મારી પ્રકૃતિ બહુ તીખી છે, હોં ! એમ કહે, માળો ! ગાંડા તે પણ કેવા ? કઈ જાતના ? આખી દુનિયા ગાંડી છે, પાગલ છે. મારી પ્રકૃતિ જરી તીખી છે હોં, ભાઈ ! એલા પણ તીખી એટલે શું ? અહીં તો સંભળાય છે ને ? ભાઈ ! અહીં તો હવે નજીક બેસાડ્યા. સંભળાય છે ને અહીં ? ઠીક ! નજીક બેસવું, નજીક ! તો પછી નજીક આવી શકે ! આહા..હા...! માર્ગ પ્રભુનો શું કહીએ ? અત્યારે તો બધી ગડબડ એવી થઈ ગઈ છે. આહા..હા...!
અહીં પરમાત્મા એમ કહે છે, હું ક્રોધી, હું માની.... આહા..હા...! જુઓ ! ભાઈ ! હું અભિમાની છું, હોં ! મને બોલાવશો નહિ. નહિતર તમને તમારું ઠેકાણું નહિ રહે એમ કહે. તમને મૂળથી ઉખેડી નાખીશ. મારે સારશ ઘણી છે અને અમને ઘણાના સહારા છે. મારી વિરુદ્ધ જો પડ્યો (તો) ખોદી નાખીશ. કોણ છો તું ? આ શું કહે છે ? આવો માની છું, એ મિથ્યાશ્રદ્ધા તને એ બોલાવે છે. ભગવાનના માર્ગથી વિરુદ્ધ માન્યતા તને એ બોલાવે છે. આહા..હા...!
?
હું માયાવી છું. મારી આ વાત ગુપ્ત છે, તમને મારા કાળજા હાથ આવવા કઠણ છે. એમ વળી કહે, માળા ! એ.......! આ દુનિયાના ખેલ બધા જોયા છે ને ! આહા..હા...! હું લોભી છું. ઘરના કામમાં સાળો હોય કે બનેવી હોય તોપણ એને માટે કંઈ લેવા જાવું હોય તો હું થોડો ખાનગી ભાગ લઉં ! પહેલા તો આ બદામની પુરી થાય છે ને ? બદામની પુરીઓ થાય છે ને ? તે દિ' તો બહુ સોંઘી હતી ને ? તે દિ' તો બાર આના, રૂપિયા ફે૨ હતો. આ તો સાઠ વરસ પહેલાની વાત છે અને અમે બધું જોયેલું. એમાંથી દગા કરનારા, માળા ! સગાવહાલા કહે અને સગા દગા કરે ! પેલું રૂપિયાનું કે બાર આનાનું શે૨ હોય તો ઈં અહીં કહે કે, રૂપિયાની શે૨ કહે છે ! એમ કરીને બશેર લાવ્યો છું. આ બધા જોયેલા છે, હોં ! બધા પકડેલા છે. આહા..હા...! તું શું કરે છે જીવ ?
કહે છે કે, હું લોભી છું. અરે.. પ્રભુ ! તું લોભી ! લોભવાળો ! તું તો આનંદનો