________________
કળશ-૧૭ર
૨૫૧
આહા..હા..! (એ) એને બધે આમ બકાવે છે. સમજાણું કાંઈ ? જુદી જાત છે, બાપુ ! અમે તો દુનિયાની બધી જાણીએ છીએ ને ! સંપ્રદાયમાં ૨૧ વરસ, ચાર મહિના રહ્યા. બધું જાણીએ છીએ, સંપ્રદાયમાં પણ શું શ્રદ્ધા હતી. અમારા ગુરુ બધા એમ જ કહેતા, પરની અહિંસા પરમો ધર્મ ! પરની દયા પાળવી એ જ સિદ્ધાંતનો સાર છે, એમ કહેતા. ‘હિરાજી મહારાજ બહુ નરમ હતા પણ વસ્તુની ખબર નહિ, માર્ગની ખબર જ ન મળે. કાઠિયાવાડમાં હીરા કહેવાતા. “હીરા એટલા હીર, બાકી સૂતરના ફાળકા' એવો મંદ કષાય, અમારા “બોટાદ (સંપ્રદાયના) સાધુ, પણ વસ્તુની કાંઈ ખબર ન મળે. આહા..હા...! અમે આ પરની દયા પાળીએ છીએ). સિદ્ધાંત એમ કહે છે કે, અહિંસા – પરની દયા પાળવી એ સિદ્ધાંતનો સાર છે. એમ કહેતા, લ્યો ! અહીં કહે છે કે, પરની દયા પાળી શકાય છે એમ માને છે તે મિથ્યાષ્ટિ મૂઢ છે. એ વસ્તુ નહોતી (અને) નથી. સમજાણું કાંઈ? આહા..હા....!
અહીં એ કહે છે, હું માની, હું સુખી, હું દુઃખી...” ભાઈસાહેબ હું તો નિર્ધન છું. એક માણસ પાસે ગયેલા. અમારા સગાવહાલા હતા. પૈસા બહુ હતા અને રાજા-દરબારની સહાય હતી. પછી બધું લૂંટાઈ ગયું. પછી હું તો એની પાસે અમસ્તો ગયેલો ત્યારે કહે,
તો હમણાં ગરીબ થઈ ગયો છું.” પહેલા દરબારનું માન હતું, દરબાર પૈસા આપતા, દસ દસ લાખ (આપતા) અને મોટું માન હતું. નામ નથી આપતા. પણ પછી (કહે) હું તો હમણાં ગરીબ થઈ ગયો છું, મહારાજ ! અરે..! પણ ગરીબ એટલે શું ? બહારનો સંયોગ અનુકૂળ ન હોય માટે ગરીબ થઈ ગયો એમ કોણે કહ્યું ? આહાહા....!
સચ્ચિદાનંદ પ્રભુ અંદર આનંદનો નાથ બિરાજે છે, બાદશાહ પોતે ! આહા...હા..! જેમાં આનંદની અનંત લક્ષ્મી પડી છે, જેમાં – ઘરમાં અંદરમાં અનંત જ્ઞાન પડ્યું છે ! આહા...હા...! એ લક્ષ્મીની તો તને ખબર નથી, તેની પ્રતીતિ નથી અને બહારની લક્ષ્મી ગઈ તો કહે છે), ગરીબ થઈ ગયો. આહા..હા...! સમજાણું કાંઈ ? અને બહારના બે-પાંચ કરોડના ઢગલા થાય ત્યાં તો) હું પહોળો અને શેરી સાંકડી થઈ ગઈ જાણે ! એમાં આઠ-દસ છોકરા હોય તો બધાને મકાન જોઈએ, જોડેવાળા સાધારણ ગરીબ માણસ હોય એને દબાવે. મારે જમીન જોઈશે, આઠ છોકરાઓ છે, સોળ ઓરડા જોશે, આમ છે ને તેમ છે. શું છે પણ આ ? આ બધું પાગલપણું એને બતાવે છે. સમજાણું કાંઈ?
અહીં પરમાત્મા કહે છે, જગતની જે બાહ્ય પર ચીજ કર્મજીનત અને પર સામગ્રી છે એની પ્રતિકૂળતામાં હું દુઃખી છું, અત્યારે ઠીક છે તો હું સુખી છું એમ માને છે). છે ? “ઇત્યાદિ નાનારૂપ અનુભવે છે.” (વિઘાતિ) આહા..હા...! ભગવાન આત્મા અનંત જ્ઞાન અને આનંદનો નાથ પ્રભુ ! એને ભૂલી અને વિશ્વ નામ બધી ચીજોને મારી માનીને અનુભવે છે. કહો, સમજાય છે ? ભાષા તો સાદી છે, ભાવ તો જેમ છે એમ છે.