________________
૨૫૦
કલામૃત ભાગ-૫
ના પાંચસો વાર કહે. કહો, શું જવાબ દે છે) ! આ શું કરવા પૂછે છે (એની ખબર ન મળે). મમતા ઘણી, મમતા ઘણી.
મેં (સંવત) ૧૯૬૬ની સાલમાં) કહ્યું હતું. ૬૮ વર્ષ થયા. ૬૮ વર્ષ પહેલાં મેં એને કહ્યું હતું. મારી ઉંમર વીસ વર્ષની હતી. અત્યારે ૮૮ (છે). તે દિ એને કહ્યું હતું, ભાઈ ! યાદ રાખો, હું અત્યારે એમ કહું છું કે, તમારી દશા એવી છે કે તમે મરીને ઢોર થશો, યાદ રાખજો ! બોલે નહિ, મારી સામું બોલે નહિ. હું ‘ભગત' કહેવાતો ને ? મારી છાપ પહેલેથી એવી હતી. ઈ દુકાન ઉપર બેઠો હતો અને ત્રીસ માણસો ભેગા રોજ જમતા. બે દુકાનો હતી. આ તો (સંવત) ૧૯૬૫-૬૬ની વાત છે. ૬૮ વરસ પહેલા, હોં ! ભાઈ ! મને તો લાગે છે, આપણે વાણિયા છીએ તો માંસ, દારૂ, ઇંડા ખાતા નથી એટલે તમે નરકે તો નહિ જાઓ, યાદ રાખો. તેમ તારા દેવમાં જવાના લખણ મને નથી લાગતા. મારાથી ચાર વર્ષ મોટો હતો. અત્યારે એને ૯૨ (વરસ) હોય પણ અગિયાર-બાર વરસ પહેલા ગુજરી ગયા. તેમ મનુષ્ય થવાના લખણ મને નથી લાગતા. એક પશુની યોનિ – ઢોરની ગતિ થશે. દુકાનને થડે બેઠો હતો. દુકાન મોટી ! આહા...હા...! એ ભાઈ મરતાં, બધા અભિમાન સેવેલા ને ? મરતા સનેપાત થઈ ગયો. ‘આ મેં કર્યું. આનું આમ કરજો, આનું આમ કરજો.... આનું આમ કરજો..” સનેપાત થયો, મરીને ગયો ઢોરમાં) ! છોકરાઓ પણ કહેતા હતા કે, મહારાજે એક ફેરી કહ્યું હતું. “આ કર્યું ને મેં આ કર્યું ને આમ કરજો..શું છે પણ આ ? આહા..હા...! આ તારા પાગલપણાના ફળનમાં) મરીને જઈશ ક્યાંક હેઠે !
અહીં પ્રભુ એ કહે છે. હું સુખી છું, એમ માનનારાઓ પર વસ્તુને પોતાની માને છે. પોતાની ચીજ જ્ઞાન અને આનંદ છે તેને તે ભૂલી જાય છે. પોતે જ્ઞાન અને આનંદ સ્વરૂપ પ્રભુ છે અને પોતાનો આનંદ અને જ્ઞાન પોતામાં છે એમ ભૂલી જાય છે અને આ પરને લઈને હું સુખી છું. એ પર વસ્તુને પોતાની માની મિથ્યાત્વના ભાવને સેવી એ દુર્ગતિમાં ચાલ્યો જશે. આહાહા..! આવું છે.
ભગવાન ત્રિલોકનાથ સર્વજ્ઞદેવનો જગત પાસે પોકાર છે. અહીં ભાષા ઈ છે ને? “વિશ્વમ્ વિશ્વાન્ વિમવર:' સારા વિશ્વને (કે) જે ભિન્ન છે તેને પોતાપણે માને છે એમ અહીં સિદ્ધાંત છે. એના તો આટલા થોડા શબ્દો લખ્યા. સમજાણું? પાઠ તો આટલો છે – વિશ્વામિત્તો આખી દુનિયાથી, રાગથી, શરીરથી, સ્ત્રી, કુટુંબ-પરિવારથી, ધંધાથી ભગવાન ભિન્ન છે. છે? વિશ્વાદિમવત્તોડ દિયપ્રભાવ-' પણ મોહના – મિથ્યાત્વના પ્રભાવથી, ઊંધી શ્રદ્ધાના જોરના કારણે એ સારા વિશ્વને મારું છે એમ માને છે. સમજાણું કાંઈ ? આહા..હા..!
સાળાનો સાળો કંઈક પૈસાવાળો હોય તોપણ એને પોરસ ચડે કે, મારા સાળાનો સાળો છે ! એની પાસે હમણાં પાંચ કરોડ છે. તને એમાં શું છે પણ ? મારી નાખ્યા ! મિથ્યાત્વરૂપી મોહકંદ ! જેનું મૂળિયું મિથ્યાત્વ છે એમ કહે છે. વિપરીત માન્યાત જેના મૂળમાં પડી છે...