________________
કળશ-૧૦૧
૨૪૩
અર..૨.....! તેં ત્યાં શું કર્યું ? પ્રભુ ! આહા..હા...! તેં મિથ્યા અભિપ્રાયને સેવ્યો, પ્રભુ ! તને એમ લાગ્યું કે, અહીં લાખ રૂપિયાનો હીરો મને મળ્યો, દસ હજાર ભલે આપવા પડ્યા, દસ હજા૨માં પાછો કાંઈક હીરો તો મળ્યો હશે ને ? ભલે એ ગમે એટલાનો મળે, પણ પેલો લાખ રૂપિયાનો હીરો તો મળ્યો). માળા.. આ શું કરે છે ?
એમ રાત અને દિ’જગતના પ્રાણી પોતે જાણના૨-દેખના૨ને ભૂલી જે જે પ્રસંગમાં જ્યાં આવ્યો ત્યાં ત્યાં તે પ્રસંગમાં દીપાવનાર, શોભાવનાર હું છું એમ અભિમાન કર્યાં છે.
આહા..હા...!
એ અહીં કહે (છે), કર્મની સામગ્રી. એ બધી કર્મની સામગ્રી કહેવાય. ભાષા, વાણી, શરીર, સ્ત્રી, કુટુંબ, પૈસો એમાં (એ બધી ચીજ) પોતાની છે એમ માન્યા વિના રહ્યો નથી. આ..હા...! એનો આસ્વાદ લીધો છે. આહા..હા...!
—
કર્મના સ્વરૂપને જીવના સ્વરૂપથી ભિન્ન કરીને જાણતો નથી, એકરૂપ અનુભવ કરે છે. ‘આને મારું,...’ દબાવી દઉં, બહુ બોલતો હોય તો એને દબાવી દઈશ, બેસી જા ! મુમુક્ષુ :– જામસાહેબને બેસાડી દીધા હતા ને !
ઉત્તર :– હા, જામસાહેબને થયું હતું. જામનગર’ ! ત્યાં ગોરા આવેલા (એ) ગોરાઓ માટે ઘણા પૈસા ખર્ચેલા. એટલે જાણે કે મેં આને સાચવ્યા છે હવે સભા ભરાણી છે તો હું (બોલું એમ કરીને) બોલવા ઊભો થયો. બોલવું હતું એટલે સરકારથી જરીક કાંઈક વિરુદ્ધ બોલવા માંડ્યો એટલે સરકારના બીજા માણસો ઊભા થઈને (બોલ્યા), બેસી જાઓ ! હાય.... હાય...! મોટો કરોડનો તાલુકાદાર ! એનું અપમાન !! આહા..હા...! પછી ઘરે આવીને બાપુ ! અપમાનમાં ને અપમાનમાં... પછી તો છેવટે ઇંજેક્શન આપ્યું હતું. આહા..હા...! આવા અપમાન અનંત વાર કર્યા, સહ્યા પણ એણે ચૈતન્ય ભગવાન આનંદનો નાથ ! જ્ઞાનનો સાગર ! એને પોતાનો કરીને માન્યો, જાણ્યો નથી. આહા..હા...!
ચૈતન્યરત્નાક૨ ભગવાન ! જેમાં અનંતા ચૈતન્યના રત્નોનો સાગર પ્રભુ છે. આહા..હા...! ક્ષેત્ર નાનું (છે) એમ ન જો ! એનામાં અનંતા ચૈતન્ય રત્નો ભર્યાં છે ! મોટો સાગર છે ! આહા..હા...! જેમ સ્વયંભૂરમણ સમુદ્રમાં નીચે રેતી નથી. છેલ્લો સમુદ્ર છે. આ જંબુદ્વિપ (પછી) લવણ (સમુદ્ર છે) એમ છેલ્લો (સ્વયંભૂરમણ) સમુદ્ર (છે) એની નીચે રેતી નથી. નીચે હીરા-માણેક છે. એમ આ સ્વયંભૂ ભગવાન ! પોતે મહા દરિયો ! એના અંદર તળમાં ચૈતન્યના રત્ન ભર્યાં છે. પુણ્ય-પાપના કાંકરા ત્યાં નથી. આ..હા..હા..! એને તું એકવા૨ જો તો ખરો, પ્રભુ ! આહા..હા..! પણ કાં એને જોવાની નવરાશ (છે) ? જોના૨ને જોવાની નવરાશ ન મળે, જોનાર બીજાને જોવા રોકાઈ ગયો. આહા..હા...! જે જોનાર છે તે કોણ છે તેને – જોના૨ને જોવા નવો થયો નહિ. આ...હા...! સમજાણું કાંઈ ? આવી વાતું છે, ભાઈ ! આહા..હા...!