________________
૨૩૮
કિલામૃત ભાગ-૫ અને પ્રભુતા છે. પણ થાય તેને કરું અને માટે લઈને આ થાય છે, પ્રભુ ! (એમ માનવામાં) તારી હિનતા છે. આહા...હા...! તને તેં નીચ કરીને માન્યો છે. આહા...હા...!
આવું તો વીતરાગ કહે. જેને દુનિયાની પડી નથી. આ..હા...! સમાજ સમતોલ રહેશે કે નહિ ? સમાજમાં ભાગલા પડી જશે કે નહિ ? સંતોને એ કંઈ પડી નથી. સત્ય આ છે કે, આત્મા સિવાય પર શરીર, વાણી, મન, દેશ, કુટુંબ-કબીલા, બાયડી, છોકરા, કુટુંબ આદિ.. આહાહા...! એનું કાંઈ પણ કોઈનું કરી શકું, પ્રભુ ! એમાં તારી નીચતા છે, હલકાઈ છે. આહા...હા.... કો'કના ઘરમાં જઈને હું કરું છું. તો ઘરમાં ગયો નથી અને કરું છું (એમ) માને છો એ મિથ્યા અભિપ્રાય છે. આહા..હા..! ભાઈ ! આ બધું આવું આકરું કામ છે.
મુમુક્ષુ :- અમારી હોશિયારી બધી પાણીમાં ગઈ.
ઉત્તર :હુશિયારી-બુશિયારો કે દિ' હતો ? (એની) હુશિયારી હતી તો ત્યાં પૈસા પેદા થતા હતા ? એ તો પૂર્વના પુણ્યનો યોગ હોય તો પૈસા આવે. એમાં પૈસા એની પાસે કે દિ આવે છે ? પૈસા તો જડમાં જડપણે રહે છે અને ઈ કહે છે કે, મને આવ્યા અને મારી પાસે આવ્યા. ભ્રમણા છે.
મુમુક્ષુ :- એની પાસે આવ્યા છે સાચું, એને આવ્યા ઈ ખોટું.
ઉત્તર :- એને પણ આવ્યા નથી અને એની પાસે પણ આવ્યા નથી. આવું છે. દુનિયાથી ઘણું ઊલટું છે. એથી કહ્યું ને ? ત્રણલોકમાં એવો કોઈ પર્યાય નથી.. આહાહા....! “
મિથ્યાષ્ટિ જીવ જેવો પર્યાય ધારણ કરે છે, જેવા ભાવે પરિણમે છે, તે બધાને પોતાસ્વરૂપ જાણી અનુભવે છે; આહાહા..! આ સ્ત્રી મારી, દીકરા મારા, આ કપડા મારા. આહાહા...!
એકવાર “શ્રીમદૂને કોઈએ પૂછ્યું, “શ્રીમદ્ પોતે એમ બોલતા કે, “અમારો કોટ લાવો, અમારું આ કપડું લાવો.” “પણ સાહેબ ! તમે એકલા અને ‘અમારું એવા બહુવચને બોલો છો એનું કારણ શું? ઈ તો તમને માન છે.' ત્યારે “શ્રીમદ્ જવાબ આપે છે, “સાંભળ ! અમારું કપડું' એમ કહેતાં અમે કહીએ છીએ કે, એ કપડું અમારું નથી, મારું નથી.” અને મારું (અર્થાતુ) મારું નથી. આવું બનેલું. એક જણે પૂછ્યું હતું).
(શ્રીમદ્દે કહ્યું કે, પેલો અમારો કોટ લાવો, અમારો કોટ. “પણ સાહેબ ! તમે એકલા છો, ‘મારો કોટ એમ ન કહેતાં, ‘અમારો કોટ (એ તો) બહુવચન થાય છે અને) માનમાં જાય છે.” સમજાય છે ? સમજાતું નથી ? આ તો (સાદી) ભાષા છે). અમારો કોટ એમ કહેતાં મારો નથી (એમ અર્થ થાય છે). મારો કોટ લાવજો તો એનો અર્થ કે, એ કોટ તો મારો છે. મારું કપડું લાવજો, મારા કપડા ધોવા આપ્યા છે, કાલે ધોઈને આવ્યા છે, લાવજો. અહીં તો કહે, અમારા કપડા. એટલે કે મારા નથી. અમારો દીકરો, અમારી દીકરી.