________________
૨૩૬
કિલશામૃત ભાગ-૫
જીવનો અભિપ્રાય જગતમાં કોઈ એવી ચીજ નથી કે એને પોતાની ન માનતો હોય. જગતમાં એવી કોઈ ચીજ નથી કે એને હું કરું, એમ ન માનતો હોય. એમ કહે છે. આહા...હા...! આકરું કામ છે, બાપા ! અરેરે...! ધર્મ શું ચીજ છે (એની) એને ખબર નથી. દયા પાળી, વ્રત પાળ્યા (એટલે) થઈ ગયો ધર્મ. ધૂળેય ધર્મ નથી, સાંભળને ! આહાહા..! એ પરની દયા પાળી શકું છું એવી માન્યતાવાળો (જીવ) જગતના કોઈપણ પદાર્થને પોતે નથી કરતો એમ નથી માનતો. બધાને હું કરું, આનું કરું, આનું કરું આનું કરું, આનું કરું, આનું કરું... આહા...હા...! બધા પરનું કરું એમ એ માને છે. કરી શકું છું, લોકમાં કોઈ ચીજ બાકી નથી. આહાહા..! ભાઈ ! આવી વાત છે.
ઈ કહે છે, જુઓને ! “સૈલોક્યમાં છે જ નહીં.” એમ કહ્યું ને ? ત્રણ લોકમાં એવી ચીજ નથી કે એ હું કરું છું એમ ન માને. આહા..હા...! ઝીણી વાતું બહુ, ભાઈ ! આ ચરમાને હું આમ માથે ચડાવી શકું છું, એ માન્યતા પણ મિથ્યાત્વ છે. હું દાળ, ભાત, રોટલી ખાઈ શકું છું, હું પાણી આમ ગટ... ગટ કરીને પી શકું છું. એ પરપદાર્થની ક્રિયા હું કરી શકું છું એવું માનનાર જગતમાં કોઈ ચીજ એના કર્તા સિવાયની રહી હોય એવી નથી. માન્યતામાં (રહી નથી). આહા..હા...હા...!
“આસ્વાદતો ન હોય એવો પર્યાય.” કોઈ જડની કે ચૈતન્યની, આ જગતમાં રજકણો તો ઘણા પડ્યા છે – શરીરના, વાણીના, મનના, અમસ્તા પુદ્ગલના – એ બધા પુદ્ગલના પરમાણુની પર્યાય તેને કાળે તેના કારણે એમાં થાય, આ એકને કર્તા માને છે ઈ બધાનો કર્તા અભિપ્રાયમાં છે. ત્રણ લોકમાં કોઈ એવી ચીજ નથી કે એનો) કર્તા ન માને. આહાહા...!
દુકાને બેઠો હોય તો (માને કે) થડાને સાચવું છું. આહા...હા..! ઘોડે બેઠો હોય તો (માને કે, ઘોડાને ચલાવું છું. હાથમાં... શું કહેવાય ઈ ? ચાબુક ! ચાબુક આમ લઈને આમ. આમ.... કરી શકું છું. આ આંખ્યુંના ટમકારા હું મારી શકું છું. આહાહા...! “મુંબઈ જેવી મોહનગરીમાં તો આવું સાંભળવું) ભારે આકરું પડે ! દુનિયાને વીતરાગ સર્વજ્ઞ પરમેશ્વરે શું કહ્યું છે, શું જાણ્યું છે અને કઈ માન્યતા જૂઠી છે ઈ કહે છે, એની એને ખબરું નથી. આહા..હા....!
અહીંયાં કહે છે, એ કહે છે, જુઓ ! જગતની કોઈ એક પર્યાય પણ બાકી નથી કે, “જેવા ભાવે પરિણમે છે, તે બધાને પોતાસ્વરૂપ જાણી અનુભવે છે. આહા...હા...! આ
સ્ત્રી – અર્ધાગના ! અમારી સ્ત્રી છે ! અડધું અંગ એનું અને અડધું તમારું એમ) બે થઈને અમે એક છીએ. આ અમારી ઘરવાળી છે. આહા...હા...! આ અમારો દીકરો ડાહ્યો થયો છે, આ અમારો દીકરો કર્મી થયો છે, આ અમારો દીકરો મહિને પચાસ-પચાસ હજાર લાવે છે. કહો, સમજાણું કાંઈ ? આહાહા..! શું કરે છે આ ?
હમણાં એક જણાને કહ્યું નહોતું ? એક છોકરાને પૂછ્યું કે, એલા તારે ત્યાં પગાર