________________
૨૩૪
કલામૃત ભાગ-૫
જ્ઞાનાવરણીયથી લીધું છે. આહા..!
શા કારણથી ? કારણ કે એવો પરિણામ મિથ્યાત્વરૂપ છે.” આહા...હા...! એ ભાવ જ મહા જૂઠો છે. આહા...હા...! આવું આકરું કામ પડે. આ બધા કાર્યકર્તાઓ તો એમ જ માને કે, અમે બધાના કાર્ય કરી દઈએ છીએ. કહે છે કે, એ અભિપ્રાય, એ પરિણામ મિથ્યાત્વના મહા જૂઠા પરિણામ છે. કે જે જૂઠાનું ફળ નવા આકરા કર્મ બંધાય એવું એનું ફળ છે. આહાહા...! જગતથી જુદી જાત છે, ભાઈ ! આ.હા...! અમે દેશની સેવા કરીએ કે જેથી દેશને અનુકૂળતા રહે, બધા સુખી રહે. એ માન્યતા, એ અભિપ્રાય તદ્દન જૂઠો અને મિથ્યાત્વ છે. આહા..હા...! છે ? વિપર્યાસ છે.
યઃ ઇવ યમ્ અધ્યવસાય:” “આને મારું, આને જિવાડું' એવો જે મિથ્યાત્વરૂપ પરિણામ તે જેને હોય છે.” “યસ્થ જ્ઞાનાત્મા તે’ ‘એવા જીવનું મિથ્યાત્વમય સ્વરૂપ...” એ મિથ્યાદૃષ્ટિ છે એમ જોવામાં આવે છે. આ જીવ જૂઠી દૃષ્ટિવાળો છે (તે એમ માને છે કે, મેં આને જિવાડ્યો અને મેં આને માર્યો, મેં આને સગવડતા આપી ને મેં આને અગવડતા આપી – એ જીવ મિથ્યાદૃષ્ટિપણે છે એમ જોવામાં આવે છે, કહે છે. આહા..હા..! ભારે આકરું કામ ! એની દૃષ્ટિ મિથ્યાત્વ છે એમ જોવામાં આવે છે. આહા...હા...!
એ ‘મિથ્યાત્વમય સ્વરૂપ જોવામાં આવે છે.” એમ કહે છે, જોયું? આહાહા...! છે ને ? “જ્ઞાનાત્મા દૃશ્યતે” આહા...હા...! એક તણખલાના બે કટકા કરી શકું એમ માનનાર એના મિથ્યાત્વ પરિણામ જૂઠા છે એમ જોવામાં આવે છે. આહા..હા...! સમજાણું કાંઈ?
પ્રશ્ન :- રોટલીનું બટકું કરી શકે કે ન કરી શકે ?
સમાધાન :- ત્રણકાળમાં કરી શકે નહિ. રોટલીનું બટકું થવું એ જડની પર્યાયને કાળે, તે કાળે ટૂકડો જુદો થાય. બીજો કહે કે, હું આના ટૂકડા કરું અને હળવે હળવે નાના ટૂકડા કરું અને પછી હળવે હળવે ચાવું તો પચે. પેટમાં દાંત નથી માટે ખુબ ચાવવું. એ ચાવી શકું છું એ ક્રિયા મારી – આત્માની છે અને હું કરું છું એ મિથ્યાત્વ પરિણામ છે). જગતથી બધું ઊંધું છે, બાપુ ! એ અભિપ્રાય મિથ્યાત્વ જોવામાં આવે છે, કહે છે. આહાહા....!
હવે વિશેષ કહે છે, ૧૭૧ (શ્લોક).
(અનુષ્ટ્રપ)
अनेनाध्यवसायेन निष्फलेन विमोहितः। तत्किञ्चनापि नैवास्ति नात्मात्मानं करोति यत् ।।९-१७१ ।।