________________
૨૧૨
કલશામૃત ભાગ-૫
અનુકૂળ સંયોગ દઈ શકું છું એ માન્યતા તદ્દન મિથ્યાદૃષ્ટિ, અજ્ઞાનીની છે. આહા..હા...! એને જે સંયોગ મળે છે એ તો એના કર્મના પુણ્યના કારણે એને ત્યાં સંયોગ મળે છે. એને ઠેકાણે આ કહે છે કે, હું એને અનુકૂળ સંયોગ આપું ! આ..હા..હા...! એ ભાવ તદ્દન મિથ્યાર્દષ્ટિ અજ્ઞાનીનો છે. આહા..હા...! આવું છે. આખા સંસારથી બધું ઊંધું છે.
એને ઇષ્ટની પ્રાપ્તિ (એટલે) એને અનુકૂળતાના સંયોગો દઈ શકું, નોકરે મારા બધા કામ સારા કર્યાં એટલે એને હવે સારી રીતે એક મકાન બનાવી દઉં અને એમાં તે રહે. એ બધો મિથ્યાત્વ ભાવ (છે). એનો સંયોગ હું કરી શકું (એ મિથ્યાત્વ ભાવ છે). આહા..હા...! એવું છે.
એક માણસની) દુકાનમાં જ્યારે ભાઈઓ અંદર ભાગ પાડવા માંડ્યા, ભાઈઓ માંહોમાંહે ચોરી કરવા માંડ્યા, ત્યારે એનો નોકર પણ ચોરી કરી જાય એટલે બોલી શકાય નહિ. ભાઈઓના ભાગ ભેગા હતા ત્યાં સુધી અંદર પટારામાં પાંચસો, હજાર, બે હાજર, પાંચ હજા૨ દ૨૨ોજ આવે એમાંથી જે બેઠો હોય ઈ પાંચસો-પાંચસો ઉપાડી લ્યે ! નોકર જોઈ જાય કે આ (ઉપાડે છે). પછી નોકર પણ ઉપાડી જાય. અંદર વખારમાં માલ ભર્યો હોય એમાંથી થોડો ઉપાડી જાય. (એમાંથી) મોટા મકાન બનાવ્યા ! પણ ઈ સંયોગ મેં આપ્યા એ વાત મિથ્યાત્વ છે અને એણે કીધું કે, આ સંયોગ મેં લીધા એ મિથ્યાત્વ છે. આહા..હા...! એ તો પુણ્યને કારણે સંયોગ આવ્યો. તે પાપના નવા પિરણામ કર્યાં એ તો જુદી ચીજ છે. આહા..હા...! બહુ આકરું કામ, બાપુ ! સંસારથી મિથ્યાત્વ ટાળીને સમિકતમાં આવવું એ ચીજ કોઈ અપૂર્વ છે, ચારિત્રની વાત તો પછી રહી. હજી તો એક સમ્યગ્દર્શન – ધર્મની પહેલી સીઢીમાં આવવું એમાં આવા નડતરના મિથ્યાત્વના પ્રસંગ ઘણા છે. આહા..હા...! છે ? હું બીજાને જીવાડી શકું એ માન્યતા મિથ્યાત્વ છે, અજ્ઞાન છે. બીજાને મારી શકું એ માન્યતા અજ્ઞાન છે, મિથ્યાત્વ છે. એને મોટો સંસાર છે. એમ બીજાને અનુકૂળ સંયોગ દઈ શકું, અને પ્રતિકૂળ સંયોગ દઈ શકું એ માન્યતા તદ્દન અજ્ઞાન અને મિથ્યાત્વ છે. આહા..હા...! સંસારમાં તો પરથી મરી જાય ત્યારે (આ કામ) થાય એવું છે. આ..હા...! અરે...! હું આને પુસ્તક દઈ શકું છું, એ સંયોગ તો એના પુણ્યને લઈને એને મળે છે. છતાં આ કહે છે કે, હું દઉં છું ! ઝીણી વાત બહુ, બાપુ ! મિથ્યાશ્રદ્ધા – એની સત્યથી જૂઠી ઊંધી શ્રદ્ધા છે. વસ્તુનું સ્વરૂપ છે એનાથી એની વિપરીત માન્યતા છે. આહા..હા...! ચાર બોલ કહ્યા.
‘એવાં કાર્યને કરે છે.’ એવા કાર્યને કરે છે એમ એ માને છે. હું પરને જીવાડી શકું... આહા..હા..! પાણીમાં માખી પડી છે તો હું હાથ નાખીને એને બચાવી શકું. પણ હાથ જ તારો નથી (તો) એનાથી તું શી રીતે એને લે ? અને એનું આયુષ્ય હોય તો એ પાણીમાંથી બહા૨ નીકળે જ. તું એને પાણીમાંથી બહાર કાઢીને (કહે કે) મેં એને બચાવી (એ માન્યતા