________________
૨૧૦
કિલશામૃત ભાગ-૫ તો પછી એ પચીસ જીવની હિંસા કરશે એથી એ બચાવવાનો ભાવ, અહીં ઈ વાત નથી.
અહીં તો (કહે છે) પરના પ્રાણની રક્ષા કરી શકતો નથી. એના પ્રાણની રક્ષા તો એનું આયુષ્ય છે ત્યાં સુધી રહે છે. એટલે બીજો એની રક્ષા કરે અને જીવાડી શકે (એ માન્યતા જ મિથ્યાત્વ છે). આહા...હા...! આ ગરીબ માણસ હતો એને મેં રસ્તે ચડાવી દીધો, પાંચ-પચીસ હજાર આપી દુકાન ચલાવી અને રસ્તે ચડાવી દીધો). એનું કરીને મેં એના પ્રાણની રક્ષા કરી ! મૂઢ છે, કહે છે. આ તો જગતથી ઊંધું છે, ભાઈ ! આહાહા...!
પ્રાણરક્ષા, દુઃખ...” દુઃખની વ્યાખ્યા શું ? હું એને અનિષ્ટ સંયોગ દઈ શકું. તલવાર દઈ શકું, આ દઈ શકું એવા) અનિષ્ટ સંયોગ. આહા..હા...! એને હું વીંછી કરડાવું. સર્પ કરડાવું, ઝેર દઉં, એવો અનિષ્ટનો સંયોગ હું કરી શકું છું એનું નામ પરને દુઃખ કરી શકું છું એમ કહેવાય છે. સમજાણું કાંઈ ? આહા..હા..! આ ભારે વાતું ! બીજાને હું પ્રતિકૂળતાના સંયોગ દઈ શકું છું... આહા...હા...! એ મિથ્યાત્વ ભાવ છે.
અનિષ્ટનો સંયોગ ! વ્યાખ્યા કેવી સરસ કરી છે ! કોઈ કહે કે, એને દુઃખ દઈ શકું એટલે શું ? એને દુ:ખનો ભાવ થાય એ તો એનાથી થાય છે, પણ એને દુઃખના પ્રતિકૂળ સંયોગ હું દઈ શકું છું એનું નામ પરને દુઃખ આપી શકું છું એમ કહેવાય છે). આહા..હા...!
એક વહુ હતી. તે મોડી ઊઠી હશે અને ઝોલાં ખાતાં ખાતાં દળતી હતી. (ત્યાં) એની સાસુ આવી. (એણે જોયું કે, આ ઝોલાં ખાય છે. પછી પેલા ઘઉંમાં આમ હાથ નાખે ને ? ત્યાં અગ્નિ મૂકી. અગ્નિના અંગારા (મૂક્યા એટલે) આમ જ્યાં (ઘઉં લેવા જાય છે
ત્યાં) આ.. (થઈને દાઝે છે). (સાસુને એમ કે, જાણે એના ઝોલાં ઊડાડું ! સમજાણું ? વહુ ઘંટી દળતી હતી, ઘંટી ! શું કહેવાય ઈ ? ચક્કી... ચકી ! એમાં ઝોલાં ખાતી હતી (ઈ) એની સાસુ જોઈ ગઈ. એટલે (ઘંટીમાં ઘઉં નાખવા) પેલા ઘઉંમાં હાથ નાખે ને ? ત્યાં અગ્નિના અંગારા મૂક્યા !
મુમુક્ષુ :- સાસુ ઘણી ક્રૂર હતી.
ઉત્તર :- ઈ ક્રૂર હતી ત્યારે જ (આમ કર્યું ને ! છતાં એણે આ અભિપ્રાય કર્યો કે, આને હું જગાડી દઉં અને બરાબર કામ લઉં એમ માનનાર) મિથ્યાદૃષ્ટિ છે. આહા..હા..! આવી વાત છે. ઇંજેક્શન દઈને એને જીવાડી શકું ! આહાહા..!
ઇષ્ટનો સંયોગ દઈ શકું. ઇષ્ટ પ્રાપ્તિ છે ને ? છે ? સૌખ્ય – ઈષ્ટપ્રાપ્તિ...” એને અનુકૂળતા દઈ શકું. પૈસા દઈને રસ્તે ચડી જાય, આહાર-પાણી આપીને એની ભૂખ મટે, એવા આહાર-પાણી હું એને દઈ શકું, ઇષ્ટસામગ્રી દઈ શકું. આહા...હા...! અરે...! એને હું સારા સંયોગમાં મૂકું કે જેથી એની સગવડતા જળવાઈ રહે એવી માન્યતા અજ્ઞાની મિથ્યાદૃષ્ટિની છે. આહાહા...! ભારે કામ ! કન્યાને એના સાસરે વળાવવી હોય અને સાધારણ ઘર હોય તો અહીંથી પોતે એને લાખ રૂપિયા આપે કે જેથી એને સગવડતા જળવાઈ રહે.