________________
કળશ-૧૬૯
૨૨૫
ધંધા એને માટે કરીએ છીએ ? હજારો મનુષ્યોને આજીવિકા મળે છે.” એ.ઈ.! એને માટે અમે કરીએ છીએ.” સાચી વાત હશે ? ઈ કહેશે.
ઈ અહીં કહે છે, જુઓ ! કેવા છે તે મિથ્યાષ્ટિ ?’ ‘હૃતિરસેન બ્રહ્મા વિજીર્ષવ:' આહાહા...! હું દેવ” છું તેથી દેવની શરીરની ક્રિયા કરી શકું. બીજાને મદદ કરી શકું. હું દેવ છું ને ? પણ દેવ નથી, ઈ તો આત્મા છે. એની એને ખબર નથી. હું દેવ છું ! આ.હા...!
મનુષ્ય” છું. એટલે હું રાજા છું, હું શેઠિયો છું, ઊંચા કુળનો મારો અવતાર છે. એમ માને છે ઈ બધા મિથ્યાદૃષ્ટિ છે. આહા...હા...! ભગવાનઆત્મા તો અંદર ભિન્ન ચીજ છે. એ દેવ, મનુષ્યપણું એ કંઈ આત્માનું, આત્મામાં નથી. આહા..હા...! મનુષ્યપણું મળ્યું હોય તો અમે બીજાની દયા પાળી શકીએ. “દયા તે સુખની વેલડી, દયા તે સુખની ખાણ” એમ નથી આવતું ? સ્થાનકવાસીમાં બહુ આવે છે. “દયા તે સુખની વેલડી, દયા તે સુખની ખાણ, અનંતા જીવ મુક્તિએ ગયા, દયા તણા પ્રમાણ...” ઈ પરની દયાની વાત કરે છે, હોં ! આવે છે કે નહિ ?
અમારે “ગઢડામાં તો જ્યાં વ્યાખ્યાન ચાલતું હતું ત્યાં સામે ચોપાનીયું છપાવીને મૂકતા. અરે... ભાઈ ! શું કહે એને ? ‘દયા તે સુખની વેલડી ઈ તો આત્માની દયા તે સુખની વેલડી છે). પરની દયા પાળી શકે કોણ ? પરનું આયુષ્ય હોય ત્યાં સુધી જીવે. એને તું આયુષ્ય આપે છે તો જીવાડી શકે ? તારો આયુષ્યનો ભાગ એને આપે છે ? એમાં કાંઈક આવે છે ને.. પેલા બાદશાહમાં ? “હુમાયુ ! એના બાપે આયુષ્ય આપ્યું અને) બચાવ્યો ! ઇતિહાસમાં આવે છે, ગપ્પગપ છે બધી ! આહાહા...! મા પણ ખરે ટાણે એવું કહે, છોકરો મરતો હોય તો કહે), મારું આયુષ્ય એને આપું. (એ) અપાતા હશે ? આ..હા...! એમાં આવે છે કે, વૈદો આવ્યા. આનો કોઈ ઉપાય ખરો) ? (તો કહ્યું કે, તમે વૃદ્ધ મા-બાપ છો, એને થોડું આયુષ્ય આપો તો જીવે. પેલો કહે કે, ભાઈ સાહેબ અમે ?
શ્વેતાંબરમાં ‘શ્રેણિકરાજા'માં કથામાં આવે છે. કોઈ આને થોડું આયુષ્ય આપો. આની મરવાની તૈયારી થઈ ગઈ છે. મા એમ બોલી, પણ અમે ઘરડા, અમારાથી સહન થાય નહિ. આયુષ્ય દઈએ તો અમે મરી જઈએ ! બાપ કહે કે, અમારી અવસ્થા થઈ, હવે અમે કેવી રીતે આપીએ) ? ત્યારે પેલા “અનાથી’ને થયું કે, છે કોઈ શરણ ? આ માબાપ, કુટુંબ, બાયડી તને કાંઈ આપે છે ? એવી વાત આવે છે. પછી દીક્ષા લ્ય છે. આહા...હા..
અહીં કહે છે કે, એ મિથ્યાદૃષ્ટિ (કેવા છે)? મનુષ્ય છું, હું દેવ છું. અરે! આત્મા દેવ અને મનુષ્ય ક્યાંથી આવ્યો ? ઈ આત્મા તો દિવ્ય શક્તિ આનંદનો નાથ છે. એકલો દિવ્યશક્તિ જ્ઞાનસ્વરૂપી પ્રભુ ! આહા..હા..!
“હું તિર્યંચ...” છું. જુઓને આ હમણાં કૂતરાના ગલૂડિયા થયા છે. ક્યાંકથી આવ્યા