________________
કળશ-૧૬૯
૨૨૧
એમ સુખી કરું. બીજાને સગવડતાના સાધન આપું. આ ધર્મશાળા બનાવવી, બધા સગવડતાના સાધન (આપવા), સ્ટેશનથી ઉતરતા હોય. હમણાં કો'ક કાંઈક કહેતા હતા ને ? “મુંબઈ. મુંબઈ !” “મુંબઈ નહિ, બીજે ક્યાંક... ભાઈએ લાખ રૂપિયા આપ્યા ને ? (શ્રોતા : પાણીની પરબ) હા, પણ છે સ્ટેશન કયુ ? “બોરીવલી ! માણસો ઉતરે એને પીવા માટે) ત્યાં પાણી નહોતું. આપણે અહીંયાં ભાઈ હતા એણે લાખ રૂપિયા આપ્યા. ગુજરી ગયા ને ? તો એને સગવડતા આપી શકે ?
એમાં એણે રાગ મંદ કર્યો હોય તો પુણ્ય – શુભ થાય પણ (હું) આ પરની રક્ષા માટે આ પૈસા આપું છું અને એને પાણી મળે. એ વાતમાં માલ કાંઈ નથી.
પ્રશ્ન :- પોતાને પુણ્ય થાય એટલે તો અપાય ને ?
સમાધાન – બિલકુલ નહિ. આપવાની ક્રિયા ન થઈ શકે. આહા..હા...! બીજાને સગવડતાના સાધન આપુ તો એ માણસ સુખે જીવી શકે એ માન્યતા તદ્દન અજ્ઞાની, પાખંડીની છે. આહા...હા...! આવી વાતું છે.
મુમુક્ષુ :- જૈનમાં દયા ધર્મ કયાં રહ્યો ?
ઉત્તર :- દયા, તો કોની દયા ? પોતાની – આત્માની દયા ! “અહિંસા પરમો ધર્મ આત્મામાં રાગની ઉત્પત્તિ થવા દેવી નહિ અને સ્વને આશ્રયે વીતરાગ (સ્વભાવની) વીતરાગી પર્યાય તે સ્વની દયા અને તે અહિંસા ધર્મ છે. આહા...હા...! આવી વાતું છે. પરને ન મારવાનો ભાવ આવે પણ ભાવથી પર મરી જાય, બચાવવાનો ભાવ આવે પણ એથી બચી શકે, બચાવવાની ક્રિયા કરી શકે એ વાતમાં કાંઈ માલ નથી. આહા..હા....!
છોકરાઓને સારી રીતે ભણાવી દઈએ એટલે પછી નિરાંતે રળી ખાય. ભણ્યા ન હોય તો બિચારા શું કરે ? એટલે એને ભણાવી-કરાવી, તૈયાર કરવા. એ.ઈ....! દાક્તર ! પછી નિરાંતે રળી ખાય ! આ બધી જગતની ભ્રમણાઓ છે. બીજાને અનુકૂળ સગવડતા (આપું... આહા.હા.! સૂવાના, પીવાના, ખાવાના સાધનો દઉં અને તેથી એને સગવડતા મળે તો સુખી થાય, એ માન્યતા (
મિથ્યાદૃષ્ટિની છે). | મુમુક્ષુ :- ધર્મશાળાઓ કરે.
ઉત્તર :- કોણ કરે ? આવું છે આ ! પાંજરાપોળ કરે, લ્યો ને બકરાના બચ્ચા. ભેંસના પાડા, બચ્ચા આદિ કોઈ મારી નાખે ઈ કરતાં આપણે રાખીએ તો પાંજરાપોળમાં એ બચે. એ બચાવવાની ક્રિયા કરી શકું એ માન્યતા જૂઠી છે. જગતથી ઊંધું છે, ભાઈ !
પ્રશ્ન :- પાંજરાપોળો કરવી કે ન કરવી ?
ઉત્તર :- કોણ કરે ? એ તો એને કારણે થવી હોય તો થાય. કરનારનો એવો ભાવ હોય કે, લાખ રૂપિયા આમાં આપું. પણ એ લાખ રૂપિયા છે ઈ આપી શકું છું એ માન્યતા જૂઠી છે. આહા...હા.! અને તેથી તેને સગવડતા મળશે, મેં આ પ્રમાણે કામ કર્યું માટે સગવડતા