________________
કળશ-૧૬૮
૨૧૫ પ્રતિકૂળ સંયોગ આપ્યો (એની વાત છે). આહા...હા..! એને વીંછી કરડાવ્યો, સર્પ કરડાવ્યો, હથિયારથી માર્યો... આહા..હા...! દુઃખી કર્યો. “આવી કહેણી છે.
‘ત્યાં એવી જ પ્રતીતિ જે જીવને હોય...” જોયું ? કહેણી ભલે એવી છે પણ એ પ્રમાણે કોઈ પ્રતીતિ કરે. આહા..હા..! કામ બહુ આકરું, ભાઈ ! “એવી જ પ્રતીતિ જે જીવને હોય તે જીવ મિથ્યાદૃષ્ટિ છે એમ નિઃસંદેહ છે. “એમ નિઃસંદેહ જાણજો.” આહાહા...! કહેણી છે તે પ્રમાણે પ્રતીત કરે તો તે જીવ) નિઃસંદેહ મિથ્યાદૃષ્ટિ છે. શું કહ્યું ? અર્થ બહુ સરસ કર્યો છે.
જગતમાં આવી કહેણી છે. આ જીવે આ જીવને માર્યો, આ જીવે આ જીવને જીવાડ્યો, આ જીવે આ જીવને સુખી કર્યો, આ જીવે આ જીવને દુઃખી કર્યો. ત્યાં એવી જ પ્રતીતિ જે જીવને..” છે. એવી જ પ્રતીતિ જે જીવ કરે તે મિથ્યાષ્ટિ છે. જૂઠી અસત્ય દૃષ્ટિનો સેવનારો છે. આહા...હા...! આવી વાતું ! ભારે આકરું કામ, હોં ! એક દ્રવ્ય બીજા દ્રવ્યને શું કરે ? સંયોગો આપે ઈ સંયોગની ચીજો તો એને કારણે ત્યાં ગઈ છે અને નિશ્ચયથી કહીએ તો એનું – પૂર્વના પુણ્યનું નિમિત્ત છે, એનું નિમિત્ત છે. આહા...હા....! અને પ્રતિકૂળ સંયોગો મેં આપ્યા એમ માને તો એ સંયોગને કંઈ આપી શકે છે ? સંયોગો પ્રતિકૂળ મળ્યા એ તો એના અશાતાના ઉદયને લઈને સંયોગો મળ્યા. એના કર્મના કારણે એને પ્રતિકૂળ સંયોગ મળ્યો. એને ઠેકાણે (એમ માને કે, મેં આને પ્રતિકૂળ સંયોગ આપ્યો એટલે ઈ દુઃખી થઈ ગયો એ તદ્દન મિથ્યાત્વ ભાવ છે). આહા...હા...!
એક માણસ કહેતો હતો). અમારે તો અહીંયાં ઘણા માણસો એવા આવે ને ! ઘણી મોટી રાજની મહેરબાની હતી, પૈસા ઘણા હતા. મોટું કામ હતું. પછી બધું ખલાસ થઈ ગયું, હું હવે ગરીબ થઈ ગયો છું, મહારાજ ! એમ બોલે. આહા..હા...પહેલા ઠીક હતું પણ પછી બધું ગયું. મકાન પણ બધા ગયા, વેચાણા, ગરીબ થઈ ગયો. સંયોગો સારા ન રહ્યા માટે ગરીબ થઈ ગયો એનો અર્થ શું ? એ તો પાપનો ઉદય હોય તો પ્રતિકૂળ સંયોગ રહે અને અનુકૂળ ન રહે, એથી શું ? આહાહા...!
ઇષ્ટપણે તો પોતાના સ્વભાવ અને ગુણનું છે અને અનિષ્ટપણું તો વિકારના ભાવ પ્રત્યેનું છે. આ સિવાય પરમાં ઇષ્ટ-અનિષ્ટ દઈ શકું, લઈ શકું ઈ બધી વાતું ભ્રમણા છે. સમજાણું કાંઈ ? આહા...હા...! પોતામાં જે પુણ્ય અને પાપનો ભાવ થાય તે અનિષ્ટ છે. અને ભગવાન આત્મા આનંદનો નાથ પ્રભુ છે તે આત્માને ઈષ્ટ છે. બાકી બહારની કોઈ ચીજ ઈષ્ટ અને અનિષ્ટ છે, એવી કોઈ ચીજ નથી. આહાહા..!
આહા...હા...! દેવ, ગુરુ અને શાસ્ત્ર પણ મને ધર્મ દઈ શકશે એ વાત જ જૂઠી છે. ધર્મ તો પોતે પોતાના આત્માનો સ્વભાવ જે ત્રિકાળ (છે) તેનો આશ્રય કરે ત્યારે તેને સમ્યગ્દર્શનરૂપી ધર્મની શરૂઆત થાય. હવે, ઈ પરઆશ્રયથી ધર્મ માને એ વસ્તુ એમ નથી.