________________
કળશ-૧૬૩
ભરતી આવે છે. અજ્ઞાનીને પર્યાયમાં વિકારની ભરતી આવીને દુઃખી થાય છે. આહા..હા...!
સમજાણું કાંઈ ? એ પહેલા શબ્દમાં જ આટલું નાખ્યું છે !
ભગવાનઆત્મા ! શુદ્ધ ચૈતન્યઘન સમ્યક્ પ્રકારે સાચી રીતે સત્ય છે તે ઉત્પન્ન થાય છે. જેવું તેનું સત્ય સ્વરૂપ છે... આહા..હા...! એવું સમ્યક્દષ્ટિને પર્યાયમાં નિર્મળ દશા ઉત્પન્ન થાય છે એ જ્ઞાન સમુન્મન્નતિ’નો અર્થ છે. આહા..હા..! આને ધર્મ કહેવાય છે. જોકે ધર્મ ચારિત્ર છે પણ એનું મૂળ આ છે એટલે ત્યાંથી ધર્મના કારણની શરૂઆત થાય છે. આહા..હા..! સમજાણું કાંઈ ?
‘જ્ઞાન સમુ—ન્નતિ’‘ભાવાર્થ-અહીંથી શરૂ કરીને જીવનું શુદ્ધ સ્વરૂપ કહે છે.’ જીવનું શુદ્ધ (સ્વરૂપ). પુણ્ય અને પાપના રાગના વિકલ્પથી રહિત (શુદ્ધ સ્વરૂપ છે). એ પુણ્યપાપના વિકલ્પ) તો ક્ષણિક વિકૃત અવસ્થા છે. વસ્તુ છે તે એનાથી નિત્ય ધ્રુવ વસ્તુ ભિન્ન છે. આહા..હા..! એ શાયક સ્વભાવ જેને (સમયસાર’ની) છઠ્ઠી ગાથામાં કહ્યું ને ? ॥ વિ હોવિ અલ્પમત્તો ન પમત્તો નાનો ટુ નો માવો' આહા..હા...! જે વર્તમાન પ્રમત્તઅપ્રમત્ત દશાઓના ગુણસ્થાનના ભેદ છે તે તેમાં નથી. આહા..હા...! એ તો જ્ઞાયક ચૈતન્યચંદ્ર શાંતિ અને આનંદના રસથી ભરેલો પ્રભુ ! એનો જ્યાં અંતરમાં આશ્રય થાય છે, એને અવલંબે છે, એને પડખે જાય છે, જે રાગ ને પુણ્યને પડખે અનાદિનો છે એ પડખું ફેરવી નાખે છે. આવી વાતું છે. પડખું સમજતે હૈં, શેઠ ? કરવટ ! આમ (હોય તો) કરવટ આમ કરી નાખે. (અર્થાત્) દિશા ફેરવે છે.
૧૪૫
અનાદિનો વિકારના ભાવને પડખે ચડીને તે હું છું એમ સ્વીકાર કર્યો છે તે મિથ્યા જૂઠી દૃષ્ટિવંત દુ:ખી છે. ત્યારે ધર્મી... અહીંથી શુદ્ધ સ્વરૂપ પ્રગટ થાય છે. આહા..હા...! ‘કહે છે’ એનો અર્થ એ પ્રગટ થાય છે એને ‘કહે છે’ (કહે છે). આહા....હા....! સર્વજ્ઞ જિનેન્દ્રદેવ પરમેશ્વરે જે આત્મા શુદ્ધ ધ્રુવ કહ્યો છે તેને જે જીવ અવલંબે છે... આહા..હા...! તેને તે ધ્રુવ સ્વભાવમાંથી શુદ્ધતા ઉત્પન્ન થાય છે એ આત્મા શુદ્ધપણે ઉલ્લસ્યો – પ્રગટ્યો એમ કહેવામાં આવે છે. છે ?
કેવું છે શુદ્ધ જ્ઞાન ” હવે વિશેષ (કહે છે). આ..હા..હા...! માનન્દ્રામૃતનિત્વમોનિ આહા..હા...! જેમ અજ્ઞાનમાં અનાદિ પુણ્ય અને પાપના ભાવ અને તેના ફળ હું એવી માન્યતામાં દુઃખી હતો, એ દુઃખનો વેદતો (હતો). નિત્ય કાયમ એ દુઃખ વેઠતો. આહા..હા...! ત્યારે એનાથી દૃષ્ટિ ફરી અને સમ્યગ્દર્શન એટલે સત્ય જેવી પૂર્ણ વસ્તુ છે, પૂર્ણ સત્ય નિત્યાનંદ પ્રભુ ! એનો જ્યાં અંત૨માં સન્મુખ થઈને સ્વીકાર થયો એને આનંદરૂપી લબ્ધિનો – અમૃતનો અનુભવ છે. આહા..હા...! ધર્મીને આનંદના અમૃતનું ભોજન છે. આ..હા..હા...! અજ્ઞાનીને રાગ ને દ્વેષના દુઃખના ભોજન છે, ઝેરના ભોજન ખાય છે. વાતે વાતે ફેર બહુ !
આહા..હા...!