________________
૧૬૯
કળશ-૧૬૪ કરે એ એને અનંત સંસારના બંધનનું કારણ છે. આહા...હા...!
ચાહે તો લોકમાં કર્મ થવાને લાયક વર્ગણા પડી છે, આખો લોક ભર્યો છે છતાં એ બંધનું કારણ નથી. બીજી વાત (વર્તનાત્મ) જો એ કર્મવર્ગણા બંધનું કારણ હોય તો સિદ્ધ ભગવાન જ્યાં બિરાજે છે ત્યાં અનંતી કર્મવર્ગણા પડી છે તો એમને પણ બંધન થવું જોઈએ). સમજાણું કાંઈ ? એ કર્મવર્ગણા કર્મ ઈ કંઈ બંધનું કારણ નથી. આહાહા.! તેમ મન-વચન-કાયાની ક્રિયા બંધનું કારણ નથી. કેમકે મન-વચનની ક્રિયાઓ તો ભગવાન કેવળીને પણ છે. પણ રાગની એકતા નથી માટે તે કંપન ક્રિયા બંધનું કારણ નથી. આહા...હા...! સમજાણું કાંઈ ? આવ્યું ને ઈ ? (વર્તનાત્મવંશ).
ઇન્દ્રિયો – આ પાંચ ઇન્દ્રિયો અને મન એની જે ક્રિયા થાય એ બંધનું કારણ નથી. કારણ કે ઇન્દ્રિયોના વિષયની વાસના અને આ ક્રિયા, એ તો સમકિતીને પણ હોય છે. છતાં સમકિતીને રાગની એકતા નથી તો મિથ્યાત્વ નથી એટલે બંધન નથી. અનંત સંસારનો બંધ નથી. જેટલો રાગ છે એટલું બંધન છે એની અહીં ગણતરી ગણી નથી. આહા...હા...! પાંચ ઇન્દ્રિયના વિષયો – સ્પર્શના, રસના, ગંધના, રૂપના, શ્રવણના એ ભોગો. પાંચ ઇન્દ્રિયના વિષય અને મનનો રાગ, મનનો વિષય આદિ. આહા..હા..! એ બંધનું કારણ નથી. એમ
અહીં બંધનું કારણ તો મિથ્યાત્વને લેવું છે અને એ મિથ્યાત્વ કોને હોય ? કે, જેને સ્વભાવ ભગવાન પૂર્ણાનંદ પ્રભુ પડ્યો છે એની સાથે વિકારના કણને પણ ભેળવે, એકપણે માને, એને મિથ્યાત્વનું અનંત સંસારનું બંધનનું કારણ ઊભું થાય છે. આહાહા....! અરે..! અહીં મોટો અબજોપતિ બાદશાહ હોય, એક દિવસના અબજો રૂપિયા પેદા કરતો હોય, એક દિવસના ! દિવસના, હોં ! છે ને અત્યારે ? એક રાજ છે. એક દિવસની અબજોની પેદાશ ! અત્યારે છે. અને એક દેશ એવો છે કે એક કલાકના દોઢ કરોડની પેદાશ ! એક કલાકમાં દોઢ કરોડ ! આહા...હા...! એ બધા અંદરમાં રાગની એકતાવાળા જીવ છે. આહાહા..! એ મિથ્યાદૃષ્ટિ(ને) પૈસા છે એને લઈને બંધન નથી. એને રાગની એકતાને લઈને મિથ્યાત્વનું બંધન છે), તે અનંત સંસારમાં રખડવાના છે. આહા..હા....!
એટલે કહે છે કે, મન-વચન ને કાયાની ક્રિયા પણ બંધનું કારણ નથી. જો એ બંધનું (કારણ) હોય તો કેવળીને મન-વચન-કાયા ત્રણે છે. છે ? આહાહા...! હવે ચોથો બોલ આવે છે, જરી ઝીણો છે.
(વિ) “જીવના સંબંધ સહિત એકેન્દ્રિયાદિ શરીર...” આ એકેન્દ્રિય વનસ્પિતના જીવ. પાણીના, પૃથ્વીકાયના, અગ્નિના, વાયુના. જેમાં જીવ છે અને શરીર છે. આ પાંદડાં દેખાય છે ઈ લીમડાનું શરીર દેખાય છે. અંદર જીવ છે એ તો ભિન્ન છે. આ પાંદડું છે ને ? લીમડાનું આટલું એક પાંદડું ! એમાં અસંખ્ય શરીર છે અને એક એક શરીરે એક એક