________________
૧૮૬
કલશામૃત ભાગ-૫
અહીંયાં કહે છે, અમે જે કહ્યું હતું કે, સમ્યક્દૃષ્ટિને બંધ નથી. એને તો આત્મા આનંદનો અનુભવશીલ સ્વભાવ થઈ ગયો છે. એથી એને રાગનું વેદવું એની દૃષ્ટિમાં નથી. રાગનો વિકલ્પ ઊઠે તેની એકતાબુદ્ધિ તેને નથી. તેથી તેને બંધનું કારણ બાહ્ય સામગ્રી નથી એમ કહ્યું. પણ બાહ્ય સામગ્રી પ્રત્યે જેને પ્રેમ છે અને સ્વભાવનો પ્રેમ નથી... આહાહા...! આનંદના નાથ ભગવાન પ્રભુ પાસે ગયો નથી અને રાગની સમીપમાંથી છૂટ્યો નથી, રાગનું સમીપપણું છૂટ્યું નથી, ભગવાનની સમીપમાં આવ્યો નથી. આહાહા...! એને તો બંધના કારણ સદાય છે. કહે છે. આહા..હા...!
જ્ઞાનીને બંધનું કારણ નથી કહ્યું એનો અર્થ તો આટલો છે. એને આત્મા અતીન્દ્રિય આનંદમય પ્રભુ ! જેની વર્તમાન દશામાં આનંદનો અનુભવનો સ્વભાવ થઈ ગયો છે). આહા..હા...! આપણે એ પહેલા બંધમાં આવ્યું નહોતું ? “માનંદ્રામૃતનિત્યમોની આનંદરૂપી અમૃતનો નિત્ય ભોજી ! આહા...હા...! વાતું આકરી બહુ, ભાઈ ! ધર્મી જીવને અતીન્દ્રિય આનંદસ્વરૂપ ભગવાન છે એની વર્તમાન દશામાં આનંદના અમૃતનું નિત્ય ભોજન કરનારો છે. આહા...હા...! આ વાત...! તેથી તેને બાહ્યના ભોગમાં પ્રેમ નથી, રુચિ નથી. પ્રમાદ કરીને જીવને હણું એવો ભાવ નથી. આહા..હા..! એ કારણે એને બંધ નથી એમ કહ્યું છે. પણ ઓથ લઈને સ્વચ્છંદી થઈ ભોગમાં પ્રેમ કરીને સુખબુદ્ધિમાં રહે અને પ્રમાદી થઈને ભોગવે અને કહે કે, અમે જ્ઞાતા-દેણ છીએ, અમે ધર્મી છીએ, અમને બંધ નથી. ત્યાં પોપાબાઈનું રાજ નથી. આહા...હા...! સમજાણું કાંઈ ? આહા..હા..!
આહા...હા...! સ્વચ્છંદી થઈને રાગનો, પુણ્યનો પણ કર્તા થાય. આહાહા...! શુભ ભાવનો પણ કર્તા થાય. દયા, દાન, વ્રત, ભક્તિ આદિના ભાવનો સ્વછંદી થઈને કર્તા થાય, મિથ્યાદષ્ટિ થઈને કર્તા થાય તો એને એકલો સંસાર જ રખડવાનો છે. આહા..હા..! એને બંધન છે.
નિશ્ચયથી અવશ્ય, મિથ્યાત્વ-રાગ-દ્વેષરૂપ અશુદ્ધ ભાવો સહિત છે.’ લ્યો ! જેને ભોગનો કે રમવાનો વિકલ્પ ઊઠે છે એમાં જેની એકત્વબુદ્ધિ અંદર પડી છે, સ્વસમ્મુખ થયો નથી અને પરસ—ખમાં જ પડ્યો છે એને જરૂર બંધનું કારણ મિથ્યાત્વ છે. આહા..હા..! આવી વાતું ઝીણી બહુ !
“તેથી કર્મબંધનું કારણ છે.” મિથ્યાત્વ, રાગ-દ્વેષ અશુદ્ધ ભાવ સહિત છે. રાગની એકતા બુદ્ધિમાં સુખબુદ્ધિથી પડ્યો છે એને મિથ્યાત્વ અને રાગ-દ્વેષનું અનંત સંસારનું બંધન છે. આહાહા...! ચાહે તો સાધુ થયો હોય, સ્ત્રી, કુટુંબ, દુકાન ધંધો ત્યાગ્યો હોય અને અંદરમાં પંચ મહાવ્રત પાળતો હોય. દયા, સત્ય, દત્ત, બ્રહ્મચર્ય પાળતો હોય, પણ એ રાગ છે. સત્ય, દત્ત, બ્રહ્મચર્યનો મહાવ્રતનો ભાવ એ રાગ છે. એ રાગમાં જેની એકત્વબુદ્ધિ છે એ ભલે સાધુ નામ ધરાવતો હોય પણ છે મિથ્યાષ્ટિ અજ્ઞાની.