________________
કળશ-૧૬૬
૧૮૯
અજ્ઞાનીની ભાવના છે. એ અજ્ઞાનીનો ભાવ છે. આહા..હા...! મૂઢ છે, અજ્ઞાની છે. સમકિતદૃષ્ટિ રહિત છે, મિથ્યાદૃષ્ટિ છે. આહા..હા..! આકરી વાત, બાપા ! જગતથી જુદી જાત છે. ત્રણલોકના નાથ જિનેન્દ્ર પરમાત્મા ! વીતરાગ કેવળજ્ઞાનીના આ કથનો છે. એ સંતો આડતિયા થઈને જગતને જાહેર કરે છે. આહાહા...!
મુમુક્ષુ :- ગાંધીજીને એ વાત આકરી લાગી હતી.
ઉત્તર :- એને આકરી લાગી, પછી ઈ તો સાંભળ્યું. ઈ જાણે કે, મને કીધું ! મેં તો સિદ્ધાંત કીધો હતો. પછી એક જણાને – શેઠિયાના દીકરાને કહ્યું, એક મહારાજ મને મૂઢ કહેતા ઈ મહારાજ ક્યાં છે ? મેં તો સિદ્ધાંત કહેલો , ભાઈ ! પરની દયા પાળી શકું છું અને પર વસ્તુ ભિન્ન છે. એની દશાઓ એનાથી થાય. એના ઠેકાણે હું એની દયા પાળી શકું એ માન્યતા જ તદ્દન મિથ્યાષ્ટિની અજ્ઞાની મૂઢ જીવની છે. આ તો દાંડી પીટીને કહેવાનું છે. આ કંઈ હવે ખાનગી નથી. આહા..હા...! “સમયસારનો ‘બંધ અધિકારનો પોકાર છે. આ બંધ અધિકાર ચાલે છે ને ? જુઓને ! આમાં આવશે. હવે જ આવશે. પછી ઈ શ્લોક આવશે. પાછળ આવે છે ને ? “સર્વ સâવ નિયતં મવતિ સ્વછીય' એ ૧૬ ૮માં આવશે. ૧૬૮ કળશ, આપણે ચાલે છે આ ૧૬૬. ૧૬૮માં ઈ આવશે. બીજાને હું જીવાડી શકું, બીજાને મારી શકું, બીજાને સગવડતા દઈ શકું, અગવડતા દઈ શકું, પર જીવને સુખી કરી શકું, પરને દુઃખી કરી શકું એવી માન્યતા કરનારો આત્માને હણી નાખે છે. “આત્મહના મર્યાન્તિ’ આહા..હા...! આકરી વાતું છે ! છે એમાં ? છે, હોં ? ૧૬૮ છે ને ? ૧૬૯ કળશમાં “માત્મણના મવતિ (છે). "નિયત માત્મહના મવત્તિ આહા..હા..! આવી વાતું
ક્યાં છે ? લોકોએ મારીને બગાડી માર્યો આખો ! છે ઈ ? આહા..હા..! “મિથ્યાબ્દિો નિયતિપત્મિદના મવતિ’ ૧૬૯ કળશ.
૧૬ ૮માં ઈ (આવશે કે, પરને હું જીવાડું, મારું, સુખી-દુ:ખી કરું, “જ્ઞાનવિહ યજ્ઞ પર: પરથ’ આહા..હા..! ભારે આકરું, જગતથી તો ઊંધું છે, ભાઈ ! દેશ સેવા કરો, એમાં મરો. શું કહેવાય ? શહીદ ! કહે છે ને બધા ? આવ્યા છે ને, ઘણા આવ્યા છે. અહીં તો ઘણા આવ્યા છે. દેશ માટે મરીએ ! મરો અને જાશો ચાર ગતિમાં રખડવા ! દેશ ક્યાં તારો હતો ? એ તો પર છે. તારો દેશ તો અહીં છે. અસંખ્ય પ્રદેશી અનંત ગુણનું ધામ એ તારો દેશ અહીં છે. આહા..હા..! એ પરદેશને પોતાનો માનવો – અમારું કાઠિયાવાડ', અમારું મુંબઈ ! મુંબઈમાં નથી બોલતા? “અમચી મુંબઈમાં એ લોકો બોલે.. શું કહેવાય ? “મહારાષ્ટ્રવાળા ! “મુંબઈ એને આપ્યું છે ને ? “અમચી મુંબઈ ! ધૂળેય તારી મુંબઈ નથી, સાંભળને ! અમારું કાઠિયાવાડ', અમારું ગામ ! કોનું હતું ? બાપા ! તું કોણ છો ?
મુમુક્ષુ :- માણસોના વિચારો તો ઊંધા હોય છે.