________________
૧૮૮
કલામૃત ભાગ-૫
પ્રશ્ન :- આરંભના ફળરૂપે કાર્ય કેટલેક આવે ?
સમાધાન :- એવું તો અનંતકાળ કર્યું અને અત્યારે સાધુ કહેવાય એને જે દયા, દાનના ભાવ છે એ ભાવથી તો ઊંચો ભાવ નવમી રૈવેયક અનંતવાર સ્વર્ગમાં ગયો. પંચ મહાવ્રતનો એવો નિરતિચાર ચોખ્ખો ભાવ હતો. આ તો હજી એને માટે ભોજન કરીને લે છે, હિંસા છે. એને માટે કરેલો આહાર લે એમાં હિંસા થાય અને એ ભોજન લે છે તો પાપ છે. આહા...હા...! પેલો તો પ્રાણ જાય તોપણ એને માટે કરેલો આહાર લે નહિ એવા જેને મહાવ્રતના ભાવ હતા છતાં એ રાગ છે. આહાહા...!
ભગવાન અંદર જ્ઞાતા-દૃષ્ટાના સ્વભાવથી ભરેલો ભગવાન છે. અતીન્દ્રિય આનંદનો સાગર અને અતીન્દ્રિય જ્ઞાનનો દરિયો છે એ તો ! આહા..હા..! એના તરફના ઝુકાવથી જે સમ્યગ્દર્શન, જ્ઞાન થાય એને રાગની એકતા નથી માટે તેને બંધન નથી અને અજ્ઞાની એવું બહાનું લઈને કે, શાસ્ત્રએ સમકિતીને આમ કહ્યું છે ને ? હું પણ સમકિતી છું મારે ગમે તે ભોગ હોય, હિંસા થાય (મારે શું ? દૃષ્ટિ તો રાગ ઉપર છે. આહા..હા....! ઝીણી વાત બહુ, ભાઈ આ વૃત્તિને ઊઠે ને કંઈપણ ? આ કરું... આ કરું... ઈ વૃત્તિ ઊઠે ઈ બધો રાગ છે. અને રાગથી મને લાભ થાય એ માનનારો મૂઢ મિથ્યાદૃષ્ટિ અજ્ઞાની છે. આહા..હા..! આવી વાતું ! બહુ આકરું કામ ! પરની સેવા કરીએ, દેશસેવા કરીએ. ધૂળેય કરી શકતો નથી, સાંભળને ! છતાં તે ભાવ છે તે રાગ છે. અને એ રાગથી મને લાભ થશે એ તદ્દન અનંત સંસારી મિથ્યાષ્ટિ પ્રાણી છે.
મુમુક્ષુ – “સેવાધર્મ પરમજ્ઞાને યોજનામ...'
ઉત્તર :- એ કયું ? ઈ આત્માની સેવા. ઈ તો લખે છે ને ? દિલ્લીવાળા (એક વિદ્વાન) લખતા હતા. સેવાધર્મ અગમ્ય છે. એ સ-એવ સેવા – સ-એવ. ચિદાનંદ ભગવાન સ્વ તેની સેવા નામ અંતર એકાગ્રતા એ સેવા છે). આવી વાત છે. દુનિયાથી જુદી જાત છે. બધા કહે છે, બધી ખબર છે કે નહિ ?
‘ગાંધી આવ્યા હતા ને ? વ્યાખ્યાનમાં આવ્યા હતા. ‘રાજકોટ' ! નહિ ? (સંવત) ૧૯૯૫માં આવ્યા હતા. “મોહનલાલ ગાંધી”, “કસ્તુરબા” બધા વ્યાખ્યાનમાં આવ્યા હતા. પેલો (કોણ) એની સાથે હતો ? “મહાદેવ દેસાઈ ! ત્રણ વાર વ્યાખ્યાનમાં આવ્યા હતા). ‘ગાંધી આવ્યો હતો. બહારની પ્રવૃત્તિના કામ બહુ ને ! ત્યાં પણ આમ કહ્યું હતું, પરની કોઈની અમે દયા પાળી શકીએ છીએ એવો ભાવ તે મિથ્યાત્વ અને અજ્ઞાનનું મોટું પાપ છે. અજ્ઞાની મૂઢ કહ્યો હતો !
મુમુક્ષુ :- એને બરાબર યાદ રહી ગયું હતું.
ઉત્તર – એણે યાદ રાખ્યું. “સમયસારમાં બંધ અધિકારમાં છે. પરને હું જીવાડી શકું છું, પરને મારી શકું છું, પરને સુખની સગવડતા આપી શકું છું એવી માન્યતા મૂઢ