________________
૧૯૬
કિલશામૃત ભાગ-૫ કેટલું અનંત આવ્યું ?! જાણવામાં કેટલું અનંતુ આવ્યું !? અને જેની જ્ઞાનપર્યાયમાં આવું અનંતુ જાણવાનું આવ્યું માટે પર્યાયને અમેય કીધી અને જોરથી જ્યાં આત્મદ્રવ્ય દૃષ્ટિમાં આવ્યું એટલે જેમ દ્રવ્યનો નાશ ન થાય એમ એની જ્ઞાનપર્યાય અને શ્રદ્ધાની પર્યાયનો નાશ ન થાય એવી) અક્ષય છે. સમજાણું કાંઈ ? આહાહા...!
એની એક એક પર્યાયમાં... અરે..! સ્થિરતાનો પર્યાય (કે છે અંશ છે પણ કેટલા ગુણોમાં ઈ એકાગ્ર થઈ છે !! આહા...હા..! અનંત અમાપ ગુણોમાં અંશ સ્થિર થયો એ અંશ પણ અમેય અને અક્ષય છે. આહા...હા...! આવી ચીજ છે આ !
અહીં કહે છે કે, “સમ્યગ્દષ્ટિ જીવ...” આ.હા...હા...! “શુદ્ધ સ્વરૂપને અનુભવે...” ઈ શબ્દ જ આ આવ્યો, લ્યો! આહાહા..! એ અનંત અમાપ શુદ્ધ ગુણો પવિત્ર છે. આહા...હા...! વિકલ્પ તો એક સમયની દશા છે પણ ઈ પર્યાયબુદ્ધિ જેની છૂટી ગઈ છે. આહા...હા...! અને અંદર જે દ્રવ્યબુદ્ધિ થઈ છે. આહાહા...! તેની પર્યાયમાં અનંત ગુણનું જ્ઞાન, અનંત ગુણની પ્રતીતિ, અનંત ગુણની સ્થિરતા, અનંત ગુણની પર્યાયમાં વીર્યની રચના થાય છે). આહા...હા...! અને તે એક એક પર્યાયને બીજી પર્યાયની પણ નિમિત્તતા છે.
ગુણમાં તો ગુણને લઈને પર્યાય છે એમ કહેવું એ વ્યવહાર છે પણ એ પર્યાયની બીજી પર્યાયને મદદ છે એમ પણ નથી. આહા..હા..! કેમકે એ પર્યાય જ્યાં અનેક ગુણોના સાગરને એ પર્યાયે જાણી... આ.હા..હા...હા...! એ પર્યાયને બીજી પર્યાયની પણ જરૂર નથી. સમજાય છે કાંઈ ? આહા...હા...! એવો ભગવાન આત્મા ! જેના વેદનમાં આવ્યો, પ્રતીતમાં આવ્યો. જ્ઞાનની પર્યાયમાં આવ્યો એટલે એનું) જ્ઞાન આવ્યું, વસ્તુ કાંઈ ત્યાં આવતી નથી. સમજાણું કાંઈ ? વેદનમાં પણ આખી વસ્તુ કંઈ પર્યાયમાં આવતી નથી. એનો એક ક્ષણિક અંશ – દરેક ગુણનો ક્ષણિક અંશ એના વેદનમાં, વ્યક્તિમાં આવે છે. આહા..હા..! પણ એ ક્ષણિક અંશ પણ મર્યાદા વિનાની ચીજ છે. એટલી પર્યાયોની અનંતતા છે). જેમ ગુણનું માપ નથી, અમાપ (છે) એમ પર્યાયો પણ અનંત અને અમાપ છે. આહા..હા.! એવા અનંત અમાપ ગુણો અને બીજી અનંત પર્યાયોને જે જ્ઞાનની પર્યાય એક સમયમાં તે પર્યાયને જાણે, અનંત ગુણને જાણે... આહા..હા..! અને પોતે પોતાને જાણે. આહા...હા..! આવી અમૂલી ચીજ છે ! આ...હા..! અચિંત્ય એવો ભગવાન આત્માનો સ્વભાવ છે ! પણ એને કોઈ દિ જાણ્યો નથી. આહા...હા...! બીજી માથાકૂટ કરી – વ્રત પાળ્યા ને ભક્તિ કરી ને પૂજા કરી. એ તો બધી રાગની ક્રિયા છે.
અહીં તો કહે છે કે, જ્ઞાનીને એ રાગ હોય છતાં એ રાગનો જાણનાર રહે છે. કેમકે એનો સ્વભાવ જાણવું છે. કેમકે એ પ્રભુ પોતે સર્વજ્ઞસ્વભાવી છે. ભગવાન આત્મા સર્વજ્ઞસ્વભાવી છે. એથી શક્તિરૂપે પણ બધાને જાણે એવું એનું સ્વરૂપ છે. આ..હા..! રાગનું કરવું એ એના સ્વરૂપમાં નથી ઈ અહીં કહે છે. સમજાણું કાંઈ ? હવે પછી કહેશે, જુઓ !