________________
કળશ-૧૬ ૭
૨૦૭
જીવને હોય છે....” “સમ્યગ્દષ્ટિ જીવને નિશ્ચયથી હોતો નથી.”
મુમુક્ષુ :- નિશ્ચયથી હોતો નથી.
ઉત્તર :- ખરેખર હોતો નથી. નિશ્ચયથી (હોતો નથી) એટલે વ્યવહારે હોય, એટલે (શું) ? રાગ હોય પણ એને પોતાના માને એવું એને નથી. આહા...હા....! વ્યવહારથી હોય છે એટલે ? બોલવામાં એમ આવે કે, ભાઈ આ મારો દીકરો છે, આ મારી ઘરવાળી છે, આ મારું મકાન છે. ઈ તો બોલવામાં આવે.
મુમુક્ષુ :- માનવું કાંઈક અને કહેવું કાંઈક ! ઉત્તર :- વાત જ બધી ખોટી ! મુમુક્ષુ :- ઈ જૂઠું બોલ્યો છે.
ઉત્તર :- ઈ જૂઠું બોલ્યો છે. ફક્ત બીજાને ઓળખાવવા એ વાત કહેતો હતો. એને ઠેકાણે માની લ્થ કે, મારા છે (તો તે મિથ્યાષ્ટિ છે). આકરું કામ છે બહુ ! એકલો પોતે સ્વતંત્ર આત્મા એને પરની સાથે શું સંબંધ છે ? આહા...હા...! છે ?
સમ્યગ્દષ્ટિ જીવને નિશ્ચયથી હોતો નથી. “સ: કન્યાઃ ” તે રાગપરિણામ કર્મબંધનું કારણ છે. અહીંયાં રાગનો અર્થ મિથ્યાત્વ છે, હોં ! આહા..હા...! મારો દેશ, મારું ગામ... આહા...હા..! મારા મકાન, મારો પરિવાર, મારી બધી દુકાનોની વ્યવસ્થા આટલી આટલી ચાલે છે એ બધો મિથ્યાત્વભાવ છે.
પ્રશ્ન :- ચક્રવર્તી છ ખંડનું રાજ કેમ ચલાવતા હશે ?
સમાધાન :- કંઈ માનતો નથી), કરતો નથી. થાય છે તેને શું જાણે છે. મારું માનતો નથી, લડાઈ કરતો પણ નથી. આહા..હા...!
તેથી ભાવાર્થ આમ છે કે મિથ્યાષ્ટિ જીવ કર્મબંધ કરે છે, સમ્યગ્દષ્ટિ જીવ કરતો નથી. જેની દૃષ્ટિ ઊંધી ઈ પરદ્રવ્યને મારાપણે માની અને અનંત સંસારનું કારણ એવો દર્શનમોહ બાંધે છે. આ..હા..હા...! સમ્યગ્દષ્ટિ કોઈપણ ચીજને પોતાની માનવા માટે બિલકુલ તૈયાર નથી. આહાહા...! રાગ પણ મારો છે એમ માનતો નથી તો પર ચીજ મારી છે ઈ ત્રણકાળમાં માને નહિ.
મુમુક્ષુ :- છતાં બોલે એમ કે, મારું છે.
ઉત્તર :ઈ તો ભાષા (એવી) બોલે. ઈ ભાષાનું કાર્ય છે, એનું કાર્ય નથી. સમજાણું કાંઈ ? આ..હા...! લ્યો, હવે આ (આવ્યું). મિથ્યાત્વનું એક અંગ દેખાડે છે. ૧૬ ૮.