________________
કળશ-૧૬૬
૧૮૫
એના તરફ ઢળીને, એના સ્વભાવ તરફ પુરુષાર્થને વાળીને જેણે અનુભવ પ્રગટ કર્યો છે... આહાહા..! અને એને અનુભવ સ્વભાવ જ થઈ ગયો છે. જેમ અજ્ઞાનીને રાગ સ્વભાવ છે એમ થઈ ગયું છે. મિથ્યાદૃષ્ટિ છે, જેની ખબર નથી એને એ પુણ્ય અને પાપના ભાવ આવે એ એનો સ્વભાવ થઈ ગયો છે કે, એ મારા છે અને હું આ કરું છું. આહા...હા...! રાગાદિ વિકલ્પો આવે એને અજ્ઞાની પોતાના માની અને પોતાનો સ્વભાવ માનીને એમાં રમે છે. આહા..હા......!
ધર્મીને સ્વભાવ સન્મુખની દૃષ્ટિ પ્રભુ ચિદ્દઘન આનંદકંદ પ્રભુ ! આ..હા..હા...! એના તરફનો જ્યાં ઝુકાવ છે તેથી તેને નિર્મળ પરિણતિ પ્રગટ થઈ છે). શ્રદ્ધા-જ્ઞાન અને શાંતિની પરિણતિ છે. શાંતિ જેને અંદરથી અપૂર્વ અનંતકાળમાં નહિ થયેલી શાંતિ આવે છે. આહાહા...! અને તેને અનંત આનંદનો નાથ પ્રભુ ! જ્યાં અનુભવમાં આવ્યો તે અતીન્દ્રિય આનંદની પરિણતિ, પર્યાયમાં પણ અતીન્દ્રિય આનંદ વેચવામાં આવે છે. આહા...હા...! એને સમકિતી અને ધર્મી કહીએ. આહા..હા...! એને વિષય-ભોગ કે મન-વચનની ક્રિયાઓ કે જીવઘાત આદિને કારણે થાય તો) બાહ્યા સામગ્રી બંધનું કારણ છે નહિ. અજ્ઞાનીને પણ બહારની સામગ્રી બંધનું કારણ નથી. બાહ્ય સામગ્રી પ્રત્યેનો જે પ્રેમ અને રાગ અને પ્રમાદ ભાવ છે એ એને બંધનું - સંસાર રખડવાનું કારણ છે. આહા...હા...! સમજાણું કાંઈ ?
“બુદ્ધિપૂર્વક – જાણી કરીને અંતરંગ રુચિથી વિષય-કષાયોમાં નિરંકુશપણે આચરણ નિશ્ચયથી અવશ્ય, મિથ્યાત્વ-રાગ-દ્વેષરૂપ અશુદ્ધ ભાવો સહિત છે.” જોયું ? આહા...હા...! રુચિપૂર્વક અંદર રાગ આવ્યો અને ભોગવ્યો એ તો મિથ્યાત્વ ભાવ છે. તદ્દન જૂઠો અજ્ઞાન ભાવ છે. આહા...હા...! સમજાણું કાંઈ ? બહુ રોવે, એનો ભાવ પણ પાપનો છે અને પાપબુદ્ધિમાં એને ત્યાં એકતા છે. એમ બહુ હસે, એમાં પણ રાગની એકતાબુદ્ધિમાં એ પડ્યો છે. આહા..હા..! એ પાપબુદ્ધિ છે. અહીંયાં તો રાગ અને હસવાની ક્રિયા કે રોવાની એ બધી જડની ક્રિયા (છે), મારા જ્ઞાનનું એ તો જોય છે અને તેને જાણનારો હું તેના તરફનો પુરુષાર્થ તો કાયમ ચાલુ છે. સમકિતી ધર્મની પહેલી શરૂઆત (થઈ છે. એને સ્વભાવની શુદ્ધતા તરફનો પુરુષાર્થ કાયમ ચાલુ છે એથી એને રાગની એકતા થતી નથી. એ બાહ્યની ક્રિયાઓમાં તે એકપણું માનતો નથી અને બાહ્યની ક્રિયાથી મને કલ્યાણ થશે એમ અજ્ઞાની માને છે, સમકિતી માનતો નથી. આહાહા..!
કેટલાક આમ કહે છે ને ? કે, ભાઈ ! પહેલા વિષય-ભોગ ભોગવો. ખૂબ ભોગવી લ્યો એટલે પછી નિર્વિકલ્પ થઈ જશે. (એમ માનનાર) મૂઢ છે. એમ કે, વિષય-ભોગ ભોગવે એટલે લુપ્ત થઈ જાય એટલે પછી એની અભિલાષા છૂટી જશે. અગ્નિમાં લાકડા નાખો એ અગ્નિ ઓલાઈ જશે એના જેવી વાત છે). એમ વિષયભોગ ખૂબ ભોગવી લ્યો પછી એનો રાગ તૂટી જશે એટલે નિર્વિકલ્પ થઈ જશે. મૂઢ છે. આહા..હા...! સમજાણું કાંઈ ?