________________
૧૮૨
કલામૃત ભાગ-૫ કે, કાર્મણવર્ગણાના ઢગલા હો તોપણ એ કંઈ બંધનું કારણ નથી. એમ મન-વચન-કાયાની ક્રિયા હો એ કંઈ બંધનું કારણ નથી એમ પાંચ ઇન્દ્રિય અને મનના ભોગ હો એ બંધનું કારણ નથી એમ કહ્યું. અને સચેત ને અચેતન જીવનો ઘાત હો તો એ કંઈ બંધનું કારણ નથી. છે ?
જીવોનો ઘાત ઈત્યાદિ બાહ્ય સામગ્રી કર્મબંધનું કારણ નથીઆહાહા...! કર્મબંધનું કારણ રાગાદિ અશુદ્ધપણું છે...” અશુદ્ધપણું એટલે રાગનું એકત્વપણું એવું જે અશુદ્ધપણું એ બંધનું કારણ અહીં કહેવામાં આવે છે. અશુદ્ધપણું એટલે જ્ઞાનીને જે અશુદ્ધપણું છે ઈ અહીં નહિ. અહીં તો રાગનું વિકારનું પરિણમન દ્રવ્ય વસ્તુ જે શુદ્ધ ચૈતન્ય એની સાથે રાગના વિકારના પરિણમનને એકત્ર કરવું એ એક જ બંધનું કારણ છે. પાંચ બંધના કારણ કહ્યા હતા (એમાંથી) અહીંયાં ચારને ગૌણ કરી અને મિથ્યાત્વ અને અનંતાનુબંધીના કષાયથી બંધન છે એમ કહેવામાં આવ્યું છે.
કહે છે, “રાગાદિ અશુદ્ધપણું” (એટલે) રાગ – પુણ્ય-પાપના ભાવ (થાય છે, એનું પરિણમન દ્રવ્યમાં પોતાનું માનવું અને કરવું એ બંધનું કારણ છે. ‘વસ્તુનું સ્વરૂપ તો એવું જ છે. આહા...હા...! અહીં સમ્યક્દષ્ટિની અપેક્ષાએ વાત છે. મિથ્યાદૃષ્ટિની અને એની અપેક્ષાએ વાત છે. સમ્યક્દૃષ્ટિ જીવ રાગની એકતાથી ભિન્ન પડ્યો છે. આહા...હા...! રાગ અને સ્વભાવ – બેને જેણે ભિન્ન કર્યા છે. એથી ધર્મી સમ્યક્દૃષ્ટિનો જીવ સ્વભાવ ઉપર આશ્રય દષ્ટિ હોવાથી એને રાગની એકતાના બંધના પરિણામ હોતા નથી. તેથી તેને બાહ્ય સામગ્રીમાં જોડાવા છતાં તીવ્ર જે મિથ્યાત્વનો રાગ-દ્વેષ ભાવ (થાય એ નથી. તેથી તેને બંધનું કારણ નથી એમ કહે છે.
તોપણ....' હવે આવે છે. છે ? “તોપણ...” હવે ત્યાંથી આવ્યું. તથાપિ છે ને ? ઈ તથાપિનો આ લાંબો અર્થ કર્યો. તથાપિ – તોપણ એનો આ લાંબો અર્થ કર્યો. આહા...હા...! ‘તોપણ” ઈ તથાપિનો અર્થ છેલ્લો કર્યો.
(જ્ઞાનિન) “શુદ્ધસ્વરૂપના અનુભવનશીલ છે જે સમ્યગ્દષ્ટિ.. આહા...હા....! ચૈતન્ય નિર્મળ શુદ્ધ પવિત્ર એનો જેને અનુભવસ્વભાવ થઈ ગયો છે. આહા..! વિકારથી ભિન્ન અને પરમાનંદ પ્રભુ આત્મા ! એના અનુભવશીલ જેનો સ્વભાવ થઈ ગયો છે. આહા...હા...! એવા સમ્યક્દષ્ટિને.. છે ? “અનુભવશીલ છે જે સમ્યગ્દષ્ટિ જીવ તેમને..' (નિરત્ન ચરિતમ્) પ્રમાદી થઈને વિષયભોગ સેવ્યા તો સેવ્યા જ.. એમ એને હોય નહિ કહે છે. ભોગમાં પ્રેમબુદ્ધિ રહે અને સેવ્યા તો સેવ્યા અમારે શું છે ? એમ જ્ઞાનીને હોતું નથી. આહા...હા....! એ તો સ્વચ્છેદીને હોય છે. સેવ્યા તો સેવ્યા એમાં શું છે ? એવી દૃષ્ટિ તો મિથ્યાષ્ટિની હોય છે. ઝીણી વાત બહુ !
બંધનું કારણ અહીંયાં મુખ્ય એક જ ગણવામાં આવ્યું છે. ઉપયોગમાં રાગને કરવો.