________________
૧૭૨
કલામૃત ભાગ-૫
અહીંયાં કહે છે, અચિંત્ય પ્રભુ ભગવાન ! નિર્મળાનંદનો નાથ એની સાથે જેની એકતા થઈ છે અને રાગની જેને એકતા તૂટી ગઈ છે એવા સંતો ભાવમુનિ જ્યારે ચાલે (અને) તેના શરીરથી લીમડાનો કોર પગ નીચે આવી જાય), ચાલતા હેઠે ન હોય (પણ) જ્યાં ચાલે ત્યાં ઉપરથી કો૨ પડે, શરીરથી જીવ હણાય જાય. કોર.. કોર.. (એટલે) ફૂલ. આહા..હા...! પગ નીચે આવી જાય. ઇર્યા (સમિતીથી) ચાલતા હતા ત્યાં એકદમ પવન આવ્યો અને (એ લીમડાની કો૨) એકદમ પગ હેઠે આવી ગઈ. છતાં એ ઘાતથી મુનિને બંધ નથી. આહા..હા...!
બંધનું કારણ તો રાગ અને સ્વભાવ ત્રિકાળી પ્રભુ ! એની સાથે રાગ શંકો, એક સમયની વિકૃત દશા... આહા..હા...! મહાપ્રભુની સાથે એને જે મેળવે... ઝીણી વાતું, બાપુ ! આહા...હા...! આનંદનો સાગર પ્રભુ ! અતીન્દ્રિય જ્ઞાનનો ડુંગર ! એને આ કૃત્રિમ, ક્ષણિક વિકારને મેળવે, ભેળવે. ભાઈ ! આવી વાતું છે. તો એ બંધનું કારણ છે. પણ જેણે રાગને અને ભગવાનઆત્માના સ્વભાવને ભિન્ન પાડીને જ્ઞાતા-દૃષ્ટા આનંદનો સ્વાદ આવ્યો છે... આહા..હા...! અતીન્દ્રિય જ્ઞાન જેને જ્ઞાતા-દૃષ્ટા પ્રગટ્યું છે એને ચાલતાં.. ચાલતાં લીધું છે ને ? એકેન્દ્રિય જીવવધ થઈ જાય... આહા..હા...!
જીવઘાતમાત્રથી બંધ થતો હોત તો મુનીશ્વરને કર્મબંધ થાત.' પણ એને બંધન છે નહિ. આહા..હા...! આના ભાવાર્થમાં ભર્યું છે, નહિ ? એમ કે, આ તો (મુનિનું) નામ આપ્યું છે બાકી સમિકતીને લેવા. એમાં મૂળ પાઠમાં આવ્યું (છે). સમ્યષ્ટિને રાગના સંબંધનો અભાવ હોવાથી રાગની એકતાબુદ્ધિનો અભાવ હોવાથી કર્મબંધ થતો નથી.
મુમુક્ષુ :(‘સમયસાર’માં બંધ અધિકા૨ની ૨૩૭ થી ૨૪૧ ગાથાનો) ભાવાર્થમાં છે. ઉત્તર :- હા, ભાવાર્થમાં આવે છે ને ! અહીં નિશ્ચયનય પ્રધાન કરીને કથન છે. જ્યાં નિબંધ હેતુથી સિદ્ધિ થાય તે જ નિશ્ચય છે. બંધનું કારણ વિચારતાં નિર્બાધપણે એ જ સિદ્ધ થયું કે – મિથ્યાદૃષ્ટિ પુરુષ જે રાગ-દ્વેષ-મોહભાવોને પોતાના ઉપયોગમાં કરે છે તે રાગાદિક જ બંધનું કારણ છે. તે સિવાય બીજાં – બહુ કર્મયોગ્ય પુદૂંગલોથી ભરેલો લોક, મન-વચન-કાયાના યોગ, અનેક કણો તથા ચેતન-અચેતનનો ઘાત–બંધના કારણ નથી; જો તેમનાથી બંધ થતો હોય તો સિદ્ધોને, યથાખ્યાત ચારિત્રવાળાઓને, કેવળજ્ઞાનીઓને અને સમિતિરૂપે પ્રવર્તનારા મુનિઓને બંધનો પ્રસંગ આવે છે. પરંતુ તેમને તો બંધ થતો નથી. તેથી આ હેતુઓમાં (–કારણોમાં) વ્યભિચાર આવ્યો. માટે બંધનું કારણ રાગાદિક જ છે એ નિશ્ચય છે.
અહીં સમિતિરૂપે પ્રવર્તનારા મુનિઓનું નામ લીધું. આ કહેવું છે. શું કહેવું છે ? કે, (મુનિરાજ) સમિતિથી ચાલે છે અને એમાં ઘાત થઈ જાય છે તો એને બંધનું કા૨ણ નથી. એ સમિતિનું નામ લીધું. છે ને ? અને અવિરત, દેશવિરતનું નામ ન લીધું તેનું કારણ એ છે કે – અવિરત તથા દેશવિરતને બાહ્યસમિતિરૂપ પ્રવૃત્તિ નથી તેથી ચારિત્રમોહ