________________
૧૪૮
કલશામૃત ભાગ-૫ કહો. લબ્ધિતણા ભંડાર આ છે ! લોકો બહારના ચમત્કાર દેખે ને હા.. હો ને હા... મરી ગયા છે એમને એમ ! પરદેશમાં જાય ને પછી કાંઈ બે-પાંચ હજાર, દર હજારનો પગાર થાય. ત્યાં તો દસ હજારના પગાર પેલા ભંગ્યાને પણ હોય ! મહિને પચીસ-પચાસ હજાર પગાર થાય ત્યાં જાણે કે, આપણે ઓ..હો.હો...! એનો બાપ પણ એમ માને કે ઓ.હો...! છોકરો કર્મી જાગ્યો. કર્મી જાગ્યો (એટલે) પાપી (જાગ્યો). આહા...હા..! એ દુઃખનો વેદનારો
છે.
અહીંયાં ધર્મી ગરીબ હોય જેને એક રોટલા ખાવાના સાધન પણ ન હોય.. આહાહા...! સમજાય છે કાંઈ ? પણ જેને આત્માના આનંદના નાથની જ્યાં સંભાળ થઈ... આ.હા...હા...! અતીન્દ્રિય અમૃતના સાગરરૂપ ભગવાન આત્મા ! એને શ્રદ્ધા અને જ્ઞાનમાં લઈને અતીન્દ્રિય આનંદ જ્યાં પર્યાયમાં આવ્યો... આહા...હા...! એ ગમે તે પ્રસંગમાં એ અતીન્દ્રિય આનંદનો જ ભોજી છે. આહા..હા..! આવું સ્વરૂપ છે.
આ આનંદસ્વરૂપ છે એનું હજી ભાન પણ નથી અને આ વ્રત ને તપ ને ભક્તિમાં ધર્મ માનીને આનાથી કલ્યાણ થાય, એ દૃષ્ટિ તો મિથ્યાત્વ છે. આહાહા..! આવી વાતું છે. મિથ્યા એટલે જૂઠી દૃષ્ટિ છે અને આ ત્રિકાળી આનંદના નાથને રાગરહિત અનુભવવો, જાણવો એ સમ્યગ્દર્શન છે. સત્યદૃષ્ટિ છે, સાચી દૃષ્ટિ છે. આહા..હા...! સમજાણું કાંઈ ? આહા..હા..!
નરકના નારકી જીવો પણ સમ્યફદૃષ્ટિ છે. “શ્રેણિક રાજા લ્યોને, અત્યારે ત્યાં પહેલી નરકે છે ને ? તીર્થકર થવાના છે. આવતી ચોવીશીના ભગવાન ત્રિલોકનાથ તીર્થકર થવાના છે. આહા..હા..! એ અત્યારે નરકમાં છે. ચોરાસી હજાર વર્ષની સ્થિતિ છે). આહા...હા..! એને રાગ છે તેટલું દુઃખનું વેદન છે પણ અહીંયાં આ બાજુ આનંદનો અનુભવ પણ સાથે છે. આહા..હા..! સમજાણું કાંઈ ? ટ
જુઓને, કાલે વાત નહોતી કરી ? એક ક્ષણના દુ:ખ પ્રભુ શું કહીએ ? કહે છે. એક ક્ષણનું નારીનું દુઃખ સંયોગનું નહિ, હોં ! અંદર વિકારનું દુઃખ (છે) એની વ્યાખ્યા કરવા કરોડો જીભ અને કરોડો ભવ હોય તોપણ) એક ક્ષણના દુઃખની વ્યાખ્યા કરી ન શકે. આહાહા...! એવા દુઃખમાં પ્રભુ તેં અસંખ્ય અબજો વરસ ગાળ્યા. કેમ ગાળ્યા અને કેમ થયું ? આહા..હા..! અને જેની શરીરની દુર્ગધ એટલી, નારકીના શરીરની દુર્ગધ એટલી કે એક આટલો કટકો જો દુર્ગધનો અહીં લાવે તો પાંચસો ગાઉના માણસો મરી જાય ! અરે! પ્રભુ ! અસંખ્ય અબજ વરસ ત્યાં ગાળ્યા ! શું છે આ તે ? આહાહા..! વસ્તુ છે અને જ્યાં સુધી એની મુદત છે ત્યાં સુધી શું થાય ? ગમે તેટલા ટૂકડા થાય, દુઃખ થાય.... આહા..હા..! પરમાધામી શરીરના ટૂકડા કરે તો ટૂકડા પાછા ભળી જાય, ભેગા થઈ જાય. આહા...હા..!