________________
૧૪૬
કલામૃત ભાગ-૫
મુમુક્ષુ – એને લોકો મજા કહે.
ઉત્તર :દુનિયા પાગલ છે તો પાગલ મજા કહે ને ? ગાંડી દુનિયા, પાગલ (છે). પૈસા તો કરોડ ને બે કરોડ, પાંચ-પચાસ કરોડ થાય ત્યાં આ સુખી છે એમ પાગલો એને સુખી કહે. આહા...હા...! એમ લાખ લાખનો મહિને પગાર આવતો હોય એવા મોટા કાર્યકર્તાઓને લોકો સુખી કહે. મૂઢ લોકો પાગલ એને સુખી કહે. વાતમાં ફેર (છે), પ્રભુ ! આહા..હા..!
અહીંયાં તો કહે છે, માંગલિકની શું શરૂઆત કરી ? આ..હા...હા...! “બંધ અધિકાર શરૂ કરતાં તેનો નાશ કરનારો કેવો છે એની વાત કરી. આહા...હા...! અહીં તો ત્રણલોકના નાથ જિનેન્દ્રદેવ પરમેશ્વરની આ વાણી છે. સંતો એ દ્વારા જગતને કહે છે. આહા...હા...! ભાઈ ! ભગવાન અતીન્દ્રિય અનંત આનંદનું ઘર, અતીન્દ્રિય અનંત આનંદનું સ્થાન ભગવાન આત્મા છે. આ.હાહા....! “સ્વંય જ્યોતિ સુખધામ” એ આનંદનું સ્થળ છે પ્રભુ કહે છે. આહાહા.! અતીન્દ્રિય અમૃતના આનંદનું એ સ્થળ – જમીન છે, ભૂમિ છે. એમાંથી અતીન્દ્રિય આનંદ ઉત્પન્ન થાય છે. આહાહા...!
કહે છે, શુદ્ધ જ્ઞાનસ્વરૂપ પવિત્ર છે એવું જે સમ્યગ્દર્શનમાં ભાન થયું ત્યારે તેને શું થાય છે ? ‘આનન્દ્રામૃતનિત્યમનિ “અતીન્દ્રિય સુખ, એવી છે.' જોયું ? ભાષા અમૃત (વાપરી છે). અમૃતનો અર્થ કર્યો “અપૂર્વ લબ્ધિ ...” આહા..હા...! એટલે ? જે પુણ્ય-પાપના ભાવને દુઃખને ભોગવતો હતો તે હવે) આ અપૂર્વ લબ્ધિ છે (તેને ભોગવે છે). અતીન્દ્રિય આનંદની પ્રાપ્તિ તે અપૂર્વ લબ્ધિ – અમૃત છે એમ કહે છે. અ-મૃત છે કે નહિ? જીવતી જાગતી
જ્યોત અંદર છે ! આહા...હા...! જેવો જીવનો અમૃત અને અતીન્દ્રિય આનંદ સ્વભાવ જીવતો (છે) એવી જ પર્યાયમાં જીવતી અનંત આનંદના અમૃતની લબ્ધિ પ્રગટી છે કહે છે. આ..હા...હા..!
મંગલિકમાં નથી આવતું ? “અંગૂઠે અમૃત વરસે લબ્ધિ તણા ભંડાર એ નહિ, બાપુ ! આ..હા...! ભાઈ ! તારી ચીજ આવડી મોટી છે. પ્રભુ ! તને ખબર નથી. તારો ભગવાન તો અંદર અતીન્દ્રિય આનંદના રસથી છલોછલ ભર્યો છે. આહા...હા..! ભારે મંગલિક કર્યું છે ને ! આહા..હા...!
મુમુક્ષુ :- આપે માંગલિક શરૂ કર્યું.
ઉત્તર :- આહા..હા..! એવો અંદર ભગવાન આત્મા અનંત આનંદના અમૃતના સ્વરૂપથી ભરેલો છે અને પર્યાયમાં આનંદનું અમૃતપણું – અપૂર્વ લબ્ધિ પ્રગટે છે. પૂર્વે કોઈ દિ' પ્રગટી નહોતી એમ કહેવું છે. આહાહા..! સ્વર્ગના ભવ કર્યા, મુનિપણામાં) પંચ મહાવ્રત પાળ્યા, હજારો રાણી છોડી દીક્ષા લીધી પણ એ બધી રાગની ક્રિયા હતી. આહા..હા...! આ આનંદ અપૂર્વ લબ્ધિ છે એમ કહે છે. આ..હા...હા...! આવી વાતું છે, ભાઈ ! એટલે લોકોને આકરું