________________
કળશ-૧૬૩
૧૫૭
કહે છે. એણે ચૈતન્યના રસને લૂંટીને નાખ્યો છે. આહાહા...! “મતવાલો થયો છે. તેથી જ્ઞાનવરણાદિ કર્મનો બંધ થાય છે. તેથી આઠે કર્મનું બંધન એને થાય છે.
‘આવા બંધને શુદ્ધ જ્ઞાનનો અનુભવ...” હવે સરવાળો એ લેવો છે કે, આવા બંધને શુદ્ધ જ્ઞાનનો અનુભવ...” ભગવાનઆત્મા ! પવિત્રનો પિંડ પ્રભુ ! શુદ્ધ ચૈતન્યઘન ! એનો અનુભવ તે બંધને મટાડનાર છે. આહા...હા...! કોઈ ક્રિયાકાંડથી તે બંધ મટે તેમ નથી). કેમકે ક્રિયાકાંડનો ભાવ પોતે બંધ છે. આહા..હા..! લોકોને આવી વાતું ઝીણી પડે છે, સાધુને આકરું પડે છે.
‘આવા બંધને શુદ્ધ જ્ઞાનનો અનુભવ મેદનશીલ” (અર્થાત) મટાડવાનો જેનો સ્વભાવ છે. આહાહા...! હું જ્ઞાનાનંદ શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ છું એનો જે અનુભવ કરવો એ આવા બંધને મટાડવાના સ્વભાવવાળો ભાવ છે. આહા..હા...! આવી વાત છે.
“તેથી શુદ્ધ જ્ઞાન ઉપાદેય છે.” એકલો ચૈતન્યઘન પ્રભુ ! અતીન્દ્રિય આનંદનો સાગર – સમુદ્ર પ્રભુ ! એવો શુદ્ધ આત્મા એ જ એક અંગીકાર કરવાયોગ્ય છે. એ જ આદરણીય અને ગ્રહણ કરવાલાયક છે. આહા..હા...! બાકી કોઈપણ દયા, દાન, વ્રત આદિના રાગને અંગીકાર કરવા જેવો નથી. કારણ કે એ તો બંધભાવ છે. આહા...હા...! ભારે કામ !
મુમુક્ષુ :- વ્યવહારના તો ભુક્કા બોલાવી દીધા.
ઉત્તર :- એ વસ્તુમાં વ્યવહાર છે જ નહિ. અજ્ઞાનીએ વ્યવહાર ઊભો કર્યો છે. અહીં તો કહેશે કે, ઉપયોગ જે છે, જ્ઞાન અને દર્શનનો ઉપયોગ, લ્યો ! બપોરે પણ ઉપયોગ આવ્યો હતો. શેયના આલંબન વિનાનો ઉપયોગ). અહીં જે જાણવા-દેખવાનો ઉપયોગ છે) એમાં રાગને પોતાનો કરે છે એ જ ભાવબંધ અને મિથ્યાત્વ છે. સમજાણું કાંઈ ? અહીંયાં મુખ્ય એ વાત લીધી છે.
જ્ઞાનીને પણ... હજી લેશે (કે), સમકિતી છે જેણે રાગની એકતા તોડી છે અને સ્વભાવની એકતા કરી છે એને વિષય ભોગ સેવે તોપણ એને બંધનું કારણ નથી. કેમકે તે રાગ અને ઉપયોગમાં એકત્વ કરતો નથી. આહા..હા..! અત્યારે મુખ્ય વાત એ લેવી. સમજાણું કાંઈ ? આહા...હા..! બોલ લેશે.
“તેથી શુદ્ધ જ્ઞાન...” જ્ઞાન એટલે આત્મા. જ્ઞાન એટલે જાણવું.. જાણવું... જાણવું. જેનું સ્વરૂપ છે આત્મા. જેમાં જાણવું... જાણવું... જાણવું... જાણવું... જેનું સત્ત્વ, સનું સત્ત્વ જાણવું. જાણવું. જાણવું... એવું જે શુદ્ધ જ્ઞાન અથવા શુદ્ધાત્મા એ જ સમ્યક્દષ્ટિને ઉપાદેય અને આદરણીય છે. આહા..હા....! સમજાણું કાંઈ ? આવી વાતું ઝીણી પડે પણ શું થાય ?