________________
૧૪૪
કિલશામૃત ભાગ-૫
પાપ ને વિકાર એ હું અને વિકારના ફળ તરીકે પણ હું એમ માનનારો) મિથ્યાષ્ટિ ચાર ગતિમાં દુઃખી છે. સમજાણું કાંઈ ? એને દુઃખનું ભોજન છે. આહા..હા...! ચાહે તો એ અબજોપતિ હો ને રાજા હો, શેઠ હો પણ જેને અંદર આત્મસ્વભાવ ચૈતન્યઘનની દૃષ્ટિ થઈ નથી, તેને જોયો નથી, જાણ્યો નથી અને એ પુણ્ય અને પાપના મિથ્યાત્વ ભાવમાં દુઃખી થઈને એને વેદે છે તે મિથ્યાદૃષ્ટિ છે. આહા...હા...! આવી વાત છે.
જ્યારે ધર્મી થાય છે ત્યારે “જ્ઞાનં મુન્મતિ” પેલામાં મિથ્યાત્વ અને રાગ-દ્વેષ પ્રગટ થાય છે. એને કરે છે. વેદે છે અને દુઃખને અનુભવે છે. આહા..હા..! સમજાણું? આ અબજોપતિ માણસ પણ દુઃખને અનુભવે છે એમ કહે છે. મિથ્યાદૃષ્ટિ દેવો પણ દુઃખને અનુભવે છે. આહા...હા...! આનંદનામૃત પ્રભુ ભગવાન આત્મા જેને સમ્યગ્દર્શનમાં દેખાણો નહિ, પ્રતીત આવી નથી... આહાહા...! એ જીવ ચાહે તો અબજોપતિ હો, દેવ હો, રાજા હો, શેઠ હો એ પુણ્ય વિકારી ભાવને દુઃખને વેદે છે. આહાહા...! એને સુખની ગંધ નથી.
ધર્મી જીવ... હવે દૃષ્ટિ ગુલાંટ ખાય છે. જે બંધભાવ – રાગ અને દ્વેષ આદિ બંધભાવ – દુ:ખભાવને છેદનારો સમ્યગ્દર્શન ભાવ પ્રગટ થાય છે. એ સમ્યગ્દર્શનમાં શુદ્ધ જીવ સમ્યકુ પ્રકારે ઉલ્લસે છે. આહા.હા. આવી વાત છે. જે જ્ઞાયકભાવ ત્રિકાળી ધ્રુવ એવા સ્વભાવને જેણે પકડ્યો છે એનો જેણે સ્વસમ્મુખ થઈને સ્વીકાર કર્યો છે તે જીવને આત્મા ઉલ્લસ્યો છે – આત્મા પ્રગટ્યો છે. આહા..હા..! અજ્ઞાનીને દયા, દાન ને વ્રત, ભક્તિના પરિણામ મારા (છે) એને મિથ્યાત્વ ભાવ ઉલ્લસ્યો છે. આહા..હા..! સમજાણું કાંઈ ? આવી ભાષા ! આહાહા...! બંધ અધિકાર છે ને ? એ હમણાં વિશેષ કહેશે. - પહેલો અર્થ આટલો છે. ઈ છેલ્લો શબ્દ છે. ગાથાનો છેલ્લો શબ્દ છે ઈ અર્થમાં પહેલો લીધો છે. છે ને ? ગાથામાં છેલ્લો (શબ્દ છે) જ્ઞાન સમુન્નમ્નતિ આહા..હા...! એ બંધને ટાળનારો ભગવાન આત્મા. આ..હા...હા...! જે ભૂતાર્થ ત્રિકાળ સત્ય ધ્રુવ સ્વરૂપ ભગવાન શુદ્ધ ચૈતન્યઘન એનો જેનો દૃષ્ટિમાં સ્વીકાર થયો છે, જ્ઞાનમાં તે જણાણો છે અને સ્વરૂપના આનંદમાં તેને વેચવામાં આવ્યો છે. આહાહા...! એને જ્ઞાન ઉત્પન્ન થયું એટલે આત્મા પ્રગટ થયો. આહા...હા...! આવું મોંઘું લાગે માણસને પણ) માર્ગ તો આ છે, ભાઈ ! ચાહે તો એ દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજા લાખ, ક્રોડ કરે. હિંસાની તો વાત જ શું કરવી ? હિંસા, જૂઠું, ચોરી, વિષય એ તો મહા દુઃખદાયક ભાવ છે પણ આ વ્રત, તપ ને ભક્તિ આદિના ભાવ પણ દુઃખદાયક ભાવ (છે), રાગભાવ દુઃખદાયક છે.
ચૈતન્ય સ્વભાવનું જ્યાં ભાન થાય છે... આહા...હા.... જેમાં એ પુણ્ય-પાપ ને રાગ છે નહિ પણ જેનામાં અતીન્દ્રિય આનંદ અને અતીન્દ્રિય જ્ઞાન ને સ્વચ્છતાનો ભંડાર પ્રભુ પડ્યો છે... આહા...! એનું જેને ભાન થાય છે, સમ્યગ્દર્શનમાં આનંદની પ્રતીતિ થાય છે એને આત્મા ઉલ્લસ્યો છે એમ કહે છે. આહાહા....! એને પર્યાયમાં આનંદની સ્વભાવની