________________
૧૩૮
કિલશામૃત ભાગ-૫ આહા...હા...! નિર્જરાનો અધિકાર છે ને ! મિથ્યાત્વ અને અનંતાનુબંધીનો નાશ થઈ અને સમ્યગ્દર્શન ને સ્વરૂપઆચરણની સ્થિરતા પ્રગટી. આહા...હા..! એ કર્મને નિજેરે છે. એને આટલું બંધન નથી. તીવ્ર જે અનંતાનુબંધી છે એ બંધન નથી. એને સર્વથા બંધ નથી એમ કોઈ માની લે તો એ ભૂલવાળો છે. અહીં તો “જ્યાં જ્યાં જે જે યોગ્ય છે તહાં સમજવું તેહ આહા...હા...! જે ઠેકાણે જે અપેક્ષાએ કહ્યું તે ઠેકાણે તે અપેક્ષાથી સમજવું. બીજી અપેક્ષા ઘાલમેલ કરીને સમજે તો એ વસ્તુ નહિ બેસે. આહાહા...
કેવો છે સમ્યગ્દષ્ટિ જીવ ? આહા...હા..! “નવમ્ વન્યું ' (નવ) ધારાપ્રવાહરૂપ પરિણમે છે જે જ્ઞાનાવરણાદિરૂપે પુદ્ગલપિંડ એવો જે બંધ અર્થાત્ જીવના પ્રદેશો સાથે એકક્ષેત્રાવગાહ, તેને મટાડતો થકો;” નવું બંધન જ મટાડી દે છે, કહે છે. આટલી અપેક્ષાએ, હોં ! મિથ્યાત્વ અને અનંતાનુબંધીથી જે નવું આવરણ હતું એને મટાડી દે છે. સમજાણું કાંઈ ? અને એ જ મૂળ સંસાર છે. મિથ્યાત્વ એ જ સંસાર, મિથ્યાત્વ એ આસવ, મિથ્યાત્વ એ ભાવબંધ.. આહાહા..! મિથ્યાત્વ એ દુઃખનો દરિયો. આહાહા....! અને ભગવાન સુખનો સાગર એનું સમ્યગ્દર્શન એ પણ સુખના સાગરની ત્યાં ગંધ આવી છે. આહા...હા....! તિરસ”િ આવ્યું ને ? અતીન્દ્રિય આનંદનો રસ આવ્યો. આહા...હા...!
કેવો છે ઈ ? કે, તે નવા કર્મને મટાડતો થકો. એમાં સર્વથા મટાડતો થકો એમ ન લેવું). જેટલા પ્રકારે મિથ્યાત્વ અને અનંતાનુબંધી ગયું એટલા પ્રકારે મટાડતો થકો એમ લેવું. સમજાણું કાંઈ ? મૂળ એ જ છે), સંસારના મૂળિયાં ઈ છે. જેના ઝાડનાં મૂળ તોડ્યા એના પાંદડાં પંદર દિએ મહિને તૂટે છૂટકો. સમજાણું કાંઈ ? એમ જેણે વસ્તુના સ્વરૂપનો અનુભવ દૃષ્ટિ કરી મિથ્યાત્વ અને અનંતાનુબંધીનો નાશ કર્યો એણે મૂળ તોડી નાખ્યું. હવે અસ્થિરતાના થોડા પાંદડાં બાકી છે એ ખરી જશે. સ્વરૂપમાં સ્થિરતા કરતાં કરતાં ખરી જશે. - “જીવના પ્રદેશો સાથે એકક્ષેત્રાવગાહ.” એકક્ષેત્રાવગાહ એટલે જ્યાં આત્મા છે ત્યાં જ્ઞાનાવરણાદિ પરમાણુ આવે, એક ક્ષેત્રે રહે. તેને મટાડતો થકો;” સમ્યફદૃષ્ટિ પોતાના જ્ઞાનથી જ્ઞાનસ્વરૂપ ભગવાનને અવગાહી – અનુભવ કરીને તેના અતીન્દ્રિય આનંદના રસને પામીને નવા કર્મો એકક્ષેત્રાવગાહ આવતા હતા તેને મટાડી દે છે. આહા..હા..! સમજાણું કાંઈ ? આવી વાતું ! હજી વાત કઈ પદ્ધતિએ છે ઈ વાત પકડતાં કઠણ પડે એને અંદરમાં જવું એ તો અલૌકિક વાતું, બાપુ ! આહાહા...! અને કરવાનું હોય તો એ જ છે. આહાહા....! બાકી તો બધું ઠીક છે.
એકક્ષેત્રાવગાહ, તેને મટાડતો થકો, કેમ કે “નિર્ન: ગ્રામ: : સત: પોતાના જ નિઃશંકિત, નિઃકાંક્ષિત ઇત્યાદિ કહ્યા જે આઠ સમ્યક્ત્વના સહારાના...” જોયું ? (નિનૈ: કષ્ટમ:) પોતાના અષ્ટાંગ અવયવો. સમકિત સાથે રહેનાર (ગુણો). સમકિત અવયવી (છે)