________________
કળશ- ૧૬ ૨
૧૩૯
અને સમકિત સાથે આઠ બોલ (ગુણ) એના અવયવ છે. એ સાથે બિરાજે છે. આહા...હા...! સમકિતના સંગે આઠ બોલ રહેલા છે. આહા..હા..! નિઃશંક, નિઃકાંક્ષિત, નિર્વિચિકિત્સા, અમૂઢદૃષ્ટિ, ઉપગૂહન, સ્થિતિકરણ, વાત્સલ્ય અને પ્રભાવના. આહા...હા...! અહીંયાં નિશ્ચયની વાત છે, હોં ! વ્યવહારના જે આઠ બોલ છે એ તો પુણ્ય – વિકલ્પ છે.
અહીંયાં તો સમ્યકની સંગત કીધાં છે ને ! પાઠ એમ છે ને ! જુઓ ! “નિનૈ. અષ્ટમ: અ:” નિજ નામ સમ્યગ્દર્શન જે છે તેની સાથે નિશ્ચય સમ્યગ્દર્શનની સાથે આઠ અંગો રહેલા (છે). સમ્યગ્દર્શન અંગી છે એની સાથે આઠ નિશ્ચય અંગો રહેલા છે). જેને અંદર નિઃશંકપણું પ્રગટ્યું છે. પૂર્ણ પરમાત્મા હું છું એવી નિઃશંક દશા પ્રગટી છે. જેને પુણ્યના પરિણામની પણ આકાંક્ષા મટી ગઈ છે. આહા...હા...! સમજાણું કાંઈ ? જેને પ્રતિકૂળતા (સ્વરૂ૫) શેયને દેખીને દ્વેષ થાય તે ટળી ગયો છે. જેને દ્વેષ નથી.
અમૂઢષ્ટિ. મૂઢદૃષ્ટિ ગઈ છે અને અમૂઢદૃષ્ટિ થઈ છે. આહા...હા...! ભગવાન પૂર્ણાનંદ સ્વરૂપના અનુભવની અંદર પ્રતીતિ જે સમ્યગ્દર્શન થયું તેના આઠ અંગ સહિત એ સમકિત બિરાજે છે. આહા..હા..! આ નિશ્ચયની વાત છે, હોં !
નિનૈઃ અષ્ટાઈમ સા: સતિ: પોતાના અષ્ટાંગથી સહિત, એમ. ‘સા: છે ને ? “નિઃશંકિત, નિઃકાંક્ષિત ઈત્યાદિ કહ્યા જે આઠ સમ્યકત્વાના સહારાના ગુણ...” સમકિતની સાથે રહેલી પર્યાય. આહા...ગુણ એટલે પર્યાય. સમજાણું? ‘ ?' આ...હા...! એ બધા એના અંગો છે. સમકિતના સહારાના સાથે રહેનારા આઠે નિશંક, નિઃકાંક્ષિત, અમૂઢદૃષ્ટિ, ઉપગૂહન, સ્થિતિકરણ, વાત્સલ્ય, પ્રભાવના (આદિ ગુણો છે). વાત્સલ્ય – પ્રેમ, અંદર આત્માનો પ્રેમ જાગ્યો છે. આહાહા..! વાત્સલ્ય અને પ્રભાવના (અર્થાત) શુદ્ધ સ્વરૂપની પ્ર – વિશેષે વૃદ્ધિ થવી. અંદર સમકિતની સાથે રહેલા આઠ અંગો છે. આહા...હા...!
એક ઠેકાણે આવે છે ને ? કે, તમે સમકિતી છો તો વાત્સલ્ય કરો, અમને સમજાવો. સમજાણું કાંઈ ? એમ કહ્યું. અરે..! પણ ઈ વાત્સલ્ય કેવું ? બાપુ ! ભાઈ ! સમકિતીને વાત્સલ્ય હોય છે એટલે જે ભૂલવાળા છે તેને તમે જઈને સમજાવો. કેમકે સમકિતનું વાત્સલ્ય એક અંગ છે. જગતના જીવોના) અનેક પ્રકાર છે.
મુમુક્ષુ :- કોઈ સમજાવવા ગયું નહિ.
ઉત્તર :- ચર્ચા કરવા માટે, સમજાવવા માટે આવવું હતું પણ તમે એને ના પાડી. અરે..! એમ કહે ને ? બિચારા એને તો એમ થાય ને ? એણે એમ લખ્યું છે કે, વાતચીત કરતા નથી. પોતાની વાત મૂકતા નથી અને કોઈની સાંભળતા નથી. એવી શૈલી છે, બાપુ ! આકરી વાત છે, ભાઈ ! આહા...હા...! જીવ ક્યાં અટકે છે અને ક્યાં ભૂલે છે ? ઈ વાતું બહુ આકરી છે, બાપા ! આહા...હા..!
સમકિતના સહારાના એ અંગો છે. આહા...હા...! એ “ભાવરૂપ પરિણમ્યો છે...”