________________
કળશ-૧૬ ૧
૧ ૨૧
હાથ આવ્યો એના ભવના અંત ! એને પછી ભવ હોય નહિ. આહાહા..!
સ્થિતિકરણ (અર્થાતુ) પોતાના આત્માને સ્થિર કરે અને બીજા આત્માઓ પણ વીતરાગ સ્વભાવથી ભ્રષ્ટ થતા હોય તેની પણ સ્થિતિ કરે કે, પ્રભુ ! માર્ગ આ છે, બીજો માર્ગ નથી.
વાત્સલ્ય...” આત્મા પ્રત્યે એને પ્રેમ છે અને સાધર્મી પ્રત્યે પણ તેને પ્રેમ છે એ રાગ છે, એ વિકલ્પ છે. આહાહા...! ધર્મીને ધર્માત્મા પ્રત્યે વાત્સલ્ય હોય છે. જેમ ગાયને વાછરડા પ્રત્યે વાત્સલ્ય નામ પ્રેમ છે, તેમ સમ્યફદૃષ્ટિને (બીજા) સમ્યફદૃષ્ટિ આદિ ધર્માત્મા પ્રત્યે પ્રેમ છે. આહાહા..! સમજાય છે ?
પ્રભાવના,...” (અર્થાતુ) અંતર સ્વરૂપની પ્રભાવના. . (એટલે) વિશેષે શુદ્ધિની વૃદ્ધિની કરે. અંતરમાં શુદ્ધિની વૃદ્ધિ કરે એ નિશ્ચય પ્રભાવના (છે). બહારમાં દેવ-ગુરુ-શાસ્ત્રના શુભ ભાવ આવે છે તો પ્રભાવના કરે છે. એ વ્યવહાર પ્રભાવના છે. આ..હા..! સમજાય છે ?
એ “અંગરૂપ ગુણો” છે. એ આઠ અંગ છે. અંગી સમકિતદૃષ્ટિ (છે). જેમ અંગી આ શરીર છે) અને આ અંગ છે – હાથ, પગ એ અંગ છે. તેમ અંગી સમ્યક્દૃષ્ટિ છે) તેના આઠ અવયવ – અંગ છે. સમજાય છે ? ભાષા તો સાદી છે, ભાઈ ! વસ્તુ તો જે છે તે છે.
અનંત કાળમાં અનંત તીર્થકરો એમ કહેતા આવ્યા છે. પરમાત્મા બિરાજે છે. મહાવિદેહમાં સીમંધર ભગવાન ત્રિલોકનાથ (બિરાજે છે). ત્યાં “સીમંધરસ્વામી’ પાસે સંવત ૪૯માં “કુંદકુંદાચાર્યદેવ’ ગયા હતા, આઠ દિવસ રહ્યા હતા. ત્યાંથી આવીને આ શાસ્ત્ર બનાવ્યા છે. સમજાય છે ? ભગવાન મોજૂદ બિરાજે છે. ક્રોડ પૂર્વનું આયુષ્ય છે, પાંચસો ધનુષનો દેહ છે, અબજો વર્ષથી છે, હજી અબજો વર્ષ રહેવાના છે. મહાવિદેહમાં ભગવાન મોજૂદ છે. ત્યાંથી આ વાણી આવી છે. સમજાય છે ? આહા...હા...!
કહે છે, એ આઠ અંગ છે. જેમ બે હાથ, બે પગ, વીસ આંગળીઓ છે, તે અંગી જે શરીર છે તેના અંગ છે. તેમ સમકિતી છે એ અંગી છે, આ તેના આઠ અંગ છે. આહા..હા..! છે ? “અંગરૂપ ગુણો....” છે તો પર્યાય પણ ગુણ કહેવામાં આવ્યા છે. સમકિત પણ પર્યાય છે. સમકિત ગુણ નથી, ગુણ તો ત્રિકાળ છે. દ્રવ્ય અને ગુણ જે છે એ તો ત્રિકાળી છે અને પ્રગટ થાય છે તે પર્યાય થાય છે. સમ્યગ્દર્શન પણ પર્યાય છે. અરે..! કેવળજ્ઞાન પણ પર્યાય છે. ગુણ તો ત્રિકાળી જ્ઞાનગુણ (છે). ભગવાન આત્મા દ્રવ્ય – વસ્તુ છે અને તેનો જ્ઞાનગુણ ત્રિકાળ છે. તેની કેવળજ્ઞાન આદિ પર્યાય છે. મતિ-શ્રુત આદિ એ બધી પર્યાય – અવસ્થા છે. એમ સમ્યગ્દર્શન પણ આત્માની એક નિર્મળ પર્યાય છે. એને અહીં ગુણ તરીકે (કહેવામાં આવ્યું છે. સમજાણું કાંઈ ?
જ્ઞાનાવરણાદિ આઠ પ્રકારનાં પુદ્ગલદ્રવ્યનાં પરિણમનને હણે છે;” આહા...હા...!